મેરાન્યૂઝ નેટવર્ક.દુબઈ: હિન્દી ફિલ્મની જાણિતી અભીનેત્રી શ્રીદેવી પોતાના ભત્રીજાના લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે દુબઈ ગયા હતા, જયા શનિવારે મોડી રાત્રે તેમને હ્રદય રોગ ગંભીર હુમલો થયો હતો, દુબઈના ડૉકટરો તેમને સારવાર આપે તે પહેલા 55 વર્ષની શ્રીદેવીએ છેલ્લો શ્વાસ લીધો હતો, શ્રીદેવીના નિધનને કારણે બોલીવુડ સ્તબ્ધ થઈ ગયુ છે, પ્રીટીજીન્ટાએ ટવીટ કરતા કહ્યુ કે હું સ્તબ્ધ છુ અને મારી ઓલ ટાઈમ ફેવરીટ અભીનેત્રી શ્રીદેવી હવે આ દુનિયામાંથી નથી તે હું માની શકતી નથી.

13 ઓગષ્ટ 1963માં જન્મેલા શ્રીદેવી પોતાના ચાર વર્ષની ઉમંરથી ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી, પહેલી તામીલ ફિલ્મ કંધનકરૂણાઈ માં તેમણે ભુમીકા અદા કરી હતી, 1979માં સોલવા સાલ નામની હિન્દી ફિલ્મથી તેમણે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો પરંતુ 1990નો દાયકો શ્રીદેવીના નામનો થઈ ગયો હતો, હિમ્મતવાલા, તહોફા અને મીસ્ટર ઈન્ડીયા જેવી હિટ ફિલ્મોને કારણે તેમને તેમના ચાહકો લેડી અભિતાભના નામે ઓળખવા લાગ્યા હતા.
 

પણ 1997માં તેમણે જુદાઈ ફિલ્મ પછી ફિલ્મોને અલવીદા કહી દીધુ હતું, પણ 2012માં ઈગ્લીશ વિગ્લીશ ફિલ્મથી પુનરાગમન કર્યુ હતું, 2017માં તેમણે મોમ નામની ફિલ્મ કરી તે તેમની 300મી ફિલ્મ હતી.2013માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનીત કર્યા હતા, શ્રીદેવીના નિધન બાદ ટવીટ કરી શોક વ્યકત કરવામાં અદનાનશામી, અક્ષયકુમાર અને પ્રિયકાં ચોપરા  સહિત અનેત નામી લોકોએ તેમને શ્રધ્ધાજલિ આપી છે.