મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો શાંતિપુર્ણ રહ્યો નથી. ઘણી જગ્યાઓ પર મારા-મારી, ઝપાઝપી સહિતના બનાવો બન્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે બુથ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ મતદાન કર્યું હતું તે જ બુથની બહાર ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા હતા.

વાત ત્યાં સુધી વણસી હતી કે ભાજપ-કોંગ્રેસના નેતાઓ રીતસર એક બીજા સાથે ગલીના ગુંડાઓની જેમ ઝપાઝપી કરતા જોવા મળ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે બોગસ પોલીંગને મુદ્દે આ મામલો ઉગ્ર બન્યો હતો. રૂપિયા આપી બોગસ પોલીંગ કરાવવાના મુદ્દે બંને પક્ષોના નેતાઓ એક બીજા સાથે બોલાચાલી બાદ ઝપાઝપી કરવા લાગ્યા હતા.