મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક અને ટ્વીટર ચૂંટણી દરમિયાન ફેક ન્યૂઝને રોકવામાં ચૂંટણી પંચની મદદ કરશે. આ જાણકારી મુખ્ય ચૂંટણી અધિકારી ઓપી રાવતે આપી છે. તેમણે કહ્યું કે ફેસબુક અને ટ્વીટરએ આશ્વાસન આપ્યું છે કે પ્રચાર દરમિયાન ચૂંટણના નિયમોને અસર કરતી તમામ બાબતોને તે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કરવા દેશે નહીં.

રાવતે કહ્યું કે કર્ણાટક ચૂંટણી દરમિયાન તેનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ત્યારે નાની પાયલટ પ્રોજેક્ટને અંતર્ગત તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, હવે લોકસભા ચૂંટણીઓ પહેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢ અને મિઝોરમમાં વૃહદ સ્તર પર તેનો ઉપયોગ કરવામાં આવશે. આ ચારેય રાજ્યોમાં આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી થવાની છે.

રાવતે કહ્યું કે વરિષ્ઠ ઉપ ચૂંટણી અધિકારી ઉમેશ સિન્હાના નેતૃત્વમાં એક સમિતિએ ગુગલ, ફેસબુક અને ટ્વીટરના ક્ષેત્રીય અને સ્થાનીક પ્રમુખોને બોલાવ્યા હતા. સમિતિએ તેમને પુછ્યું હતું કે ફેક ન્યૂઝના પ્રતિકૂળ પ્રભાવોને રોકવા અને મતદાતાઓને ભ્રમિત કરી નાખવા માટે અપાયેલા સંદેશાઓથી બચવા સાથે ભારતીય ચૂંટણી શુચિતાને માટે તે શું કરી શકે છે.

તેમણે કહ્યું, તે તમામે પ્રતિબદ્ધતા દર્શાવી છે કે પ્રચાર સમય દરમિયાન અને મતદાન સમાપ્ત થયા બાદથી પહેલા 48 કલાક દરમિયાને તે એવી કોઈ પણ બાબત થવા નહીં દે જે આ પ્લેટફોર્મ પર સમાન સમયે આપવામાં આવનારી પ્રક્રિયાથી વિપરીત અસર આપી શકે છે. તેમણે વચન આપ્યું કે ચૂંટણીથી જોડાયેલ કાંઈ પણ તેમના પ્લેટફોર્મ્સ પર આપનારને મંજુરી નહીં આપવામાં આવે.

મુખ્ય ચૂંટણી પંચે કહ્યું કે તે કંપનીઓએ પંચને આ વિશ્વાસ અપાવ્યો છે કે રાજનૈતિક જાહેરાતો સાથે તે પર ખર્ચની રકમનો અંદાજ પણ થશે જેથી પ્રચાર સમય દરમિયાનના વ્યયનો હિસાબ લગાવી શકાશે.