મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: જસદણના બસ સ્ટેન્ડ પાસે રોડ પર ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં લસણના ઘટતા ભાવોને લઈને મોટી સંખ્યામાં લસણના ખેડૂતો એકઠા થયા હતા અને લોકોને લસણનું મફત વેચાણ કર્યું હતું.

આ ઉપરાંત છાવણીમાં ભાજપના પ્રધાનને એક ગુણી અને ભાજપના ધારાસભ્યને એક મણ લસણ તેમજ જિલ્લા પંચાયતના ભાજપના સભ્યને 10  કિલો ઉપરાંત તાલુકા પંચાયતના સભ્યને 5 કિલો લસણ મફતના બેનર આ છાવણીમાં જોવા મળ્યા હતા. તેમજ ખેડૂતોએ આ માટેના નારા પણ લગાવ્યા હતા. આ તકે મફત લસણ લેવા તેમજ આ દ્રશ્યો જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેનો વીડિયો અહીં પ્રસ્તુત છે.