મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સામાન્યૂ ચૂંટણીઓના પહેલા ચરણના મતદાનના થોડા જ દિવસો બચ્યા છે ત્યારે તે દરમિયાનમાં ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા 687 પેજને ઓપન પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. સોમવારે સોશ્યલ મીડિયા કંપનીએ કહ્યું કે, અપ્રમાણિત વ્યવહારને કારણે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી સાથે જોડાયેલા આ પેજીસને રિમુવ કરવામાં આવ્યા છે. ફેસબુકે સંભવતઃ પહેલી વાર આ પ્રકારની એક્શનની ભૂમિકા ભજવી છે, જ્યારે કોઈપણ મોટી રાજનૈતિક પાર્ટી સાથે જોડાયેલા પેજીસને હટાવ્યા હોય. ફેસબુકે સાફ કહ્યું કે આ પેજીમાં તેમને પ્રકાશીત કરાયેલી સામગ્રીને બદલે તેમને અન ઓથેન્ટીક બિહેવિયર એટલે કે અપ્રામાણિક જાણકારીને કારણે હટાવાયા છે.

ભારતમાં દુનિયાના સૌથી વધુ 30 કરોડ ફેસબુક યુઝર્સ છે. ફેસબુકે કહ્ કે તેણે પોતાની તપાસમાં જાણ્યું કે લોકોને ફેક એકાઉન્ટ્સ બનાવ્યા છે અને અલગ અલગ ગ્રુપ્સથી જોડાયેલા કોન્ટેન્ટને ફેલાવ્યા છે અને લોકો વચ્ચે સંપર્ક વધારવાનો કામ કર્યું છે. ફેસબુકે કહ્યું કે આ ફેક પેજીસમાં લોકલ ન્યૂઝ ઉપરાંત મુખ્ય દળ ભાજપ અને પીએમ મોદીની આલોચનાઓ કરવામાં આવતી હતી.

ફેસબુકના સાઈબર સિક્યૂરિટી પૉલીસીના હેડ નાથનેલ ગ્લેચિયરે કહ્યું, લોકોને પોતાની ઓળખ છૂપાવીને આ કામ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ અમે પોતાની તપાસમાં મેળવ્યું કે આવા પેજીસ કોંગ્રેસની આઈટી સેલથી લોકો સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે આ એકાઉન્ટ્સનું કન્ટેન્ટ નહીં પરંતુ અપ્રામાણિક વ્યવહારને પગલે હટાવાયા છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં 11 એપ્રિલથી 19 મે સુધી 7 ચરણોમાં સામાન્ય ચૂંટણીઓનું મતદાન થવાનું છે અને 23 મેના રોજ તેનું પરિણામ જાહેર થવાનું છે. ફેસપુક દ્વારા હટાવાયેલા આ પેજીસના તેણે સેમ્પલ્સ પણ જાહેર કર્યા છે. જેમાં વડાપ્રધાન મોદીના પ્રયત્નોની આલોચના કરાઈ છે અને કોંગ્રેસ તથા તેમના અધ્યક્ષ રાહુલ ગાંધીને સમર્થન કરવાની અપીલ કરવામાં આવી છે.

સોશ્યલ મીડિયાની આ કંપનીએ કહ્યું કે, તેમણે પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ સાથે જોડાયેલા 103 પેજીસને પણ રિમુવ કરવાનો નિર્ણય કર્યો છે. તેનું સંચાલન પાકિસ્તાનથી જ થતું હતું. દુનિયાભરની ઘણી ઓથોરિટીઝ ફેસબુક પર રાજનૈતિક લાભ માટે નકલી માહિતીઓ ફેલાવવા ફેક એકાઉન્ટ્સ પર એક્શન લેવા માટે દબાણ બનાવાયું હતું.