મેરાન્યૂઝ નેટવર્કગાંધીનગર: પાંચ રાજ્યો માટે બહાર આવેલા એક્ઝિટ પોલના પરિણામો ભાજપ માટે ચિંતાજનક પરિણામ રહે એવી આગાહી થઇ રહી છે જેમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના એક્ઝિટ પોલ્સના અંદાજ પ્રમાણે બહુમતી મળવી મુશ્કેલ જણાઈ રહી છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં 2018ની વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન પૂરું થતાં ચૂંટણી પંચે એક્સીટ પોલની મંજૂરી આપી દીધી છે. 

ન્યુઝ ચેનલ્સમાં ચાલી રહેલા એક્સીટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી શકે છે, જ્યારે અન્ય બે રાજ્યો મધ્યપ્રદેશ અને છતીસગઢમાં , જ્યાં બીજેપી ત્રણ વખતના સતત શાસનથી સરકાર બનાવી  સત્તા ધરાવે છે, ત્યાં પણ વિપરીત ચુકાદો આવી શકે  છે.  કોંગ્રેસ માટે પોતાના શાસિત એવા મિઝોરમમાં સત્તા ગુમાવવાનો વારો આવશે અને કે ચંદ્રશેખર રાવ તેલંગાનામાં સત્તા જાળવી રાખશે, કારણ કે તેલંગામાં હવે વિકાસના મુદ્દે કે ચંદ્રશેખર રાવે પ્રચાર કર્યો છે.

રાજસ્થાનની પ્રજાએ છેલ્લાં 20 વર્ષમાં એક જ પક્ષને સતત બીજી વાર સત્તા નથી સોંપી અને સમય પ્રજા કોંગ્રેસને પસંદ કરશે જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે અને 200 સભ્યોની વિધાનસભામાં, ભાજપ 78 બેઠકો જીતશે અને કોંગ્રેસના 112 બેઠકો લઈને સરકાર બનાવશે.

મધ્યપ્રદેશ માટે એક્ઝિટ પોલ્સની એવી ધારણા છે કે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે રસાકસી થશે અને 230 સભ્યોની વિધાનસભામાં જે તે પક્ષની બહુમતીથી ઓછી હશે અને સરકાર બનશે આ રાજ્યમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીને 2 બેઠકો મળવાની શક્યતાઓ છે.

છત્તીસગઢમાં પણ, જો એક્ઝિટ પોલ્સને સાચા  માનવામાં આવે તો ભાજપને  અહિયાંના પરિણામો ચિંતામાં મૂકી શકે છે અને  મુખ્યમંત્રી રમન સિંહની આગેવાનીવાળી ભાજપને ૪૦ બેઠકો મળશે અને કોંગ્રેસ 43 બેઠક પર જીત કાયમ કરશે. જ્યારે અજિત જૉગી-માયાવતી ગઠબંધનને 5 બેઠકો મળશે, જેમાં  બહુમતી માટે ૯૦ બેઠકોમાંથી 46 બેઠકની જરૂર છે.

તેલંગાના મતદાનમાં રાષ્ટ્ર સમિતિના વડા કે. ચંદ્રશેખર રાવે રાજ્ય વિધાનસભાને સમય કરતાં વહેલી વિખેરી નાંખી આઠ મહિના પહેલા ચૂંટણી લાવી દીધી હતી અને TRSને રાજ્યની 119 વિધાનસભાની બેઠકોમાંથી 64 બેઠકો મળી રહેશે એમ એક્ઝિટ પોલ્સ બતાવી રહ્યા છે અને ત્યાં કૉંગ્રેસ-ચંદ્રબાબુ નાયડુની ગઠબંધનને  41 બેઠક અને ભાજપને માત્ર ૫ બેઠકો મળશે.

એક્ઝિટ પોલ્સ પ્રમાણે મિઝોરમમાં કોંગ્રેસ હજુ પણ સત્તામાં છે,  એક્ઝિટ પોલ્સમાં કુલ 40 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને ફક્ત 16 બેઠક મળવાની આગાહી છે અને MNFને  18 બેઠકો મળશે. ભાજપ આ રાજ્યમાં  ખાતું પણ નહી ખોલે  એવું એક્ઝિટ પોલ્સ બતાવી રહ્યા છે.