મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જીજ્ઞેસ મેવાણી જે વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે તેના ચાંગા ગામના બૂથ નંબર 3 માં ઇવીએમ બ્લૂટૂથથી કનેક્ટ થતુ હોવાની અને વાઇફાઇ કનેક્ટિવીટીમાં સમસ્યાઓની મોટી ફરિયાદ સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડગામ વિધાનસભા બેઠકના ચાંગા ગામમાં પહેલા ઇવીએમમાં વાઇફાઇ કનેક્ટિવીટી સમસ્યા હોવાથી ઇવીએમ બંધ થયુ ગયુ હતું. જ્યાર બાદ ફરી મતદાન શરુ થયુ તો ઇવીએમ બ્લૂટૂથ સાથે કનેક્ટ થતુ હોવાનો હંગામો મચાવ્યો હતો. જ્યાર બાદ બૂથ નંબર ત્રણ પર મતદાન અટકી જતા સ્થાનિકોએ મીડિયા સમક્ષ હંગામો મચાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે જાણી જોઈને આવા ઇવીએમ અપાયા છે કારણ કે અહીં જીજ્ઞેસ મેવાણીને સમર્થન મળી રહ્યું છે. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે અમે મોદીને નહીં પણ કોંગ્રેસને મત આપવા માગીએ છીએ. ચૂંટણી અધિકારીઓ કહી રહ્યાં છે કે હવે આવતીકાલે મતદાન થશે.