મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાજીને દલિત ગણાવ્યા બાદથી વિવાદો થઇ રહ્યાં છે. દેશભરમાં હનુમાનજીની જાતિને લઇને રાજકારણ ગરમાયું છે.  જો કે આ મામલે મોરારીબાપુ ગુસ્સે થયા હતા અને આક્રમક શબ્દોમાં જાતિવાદના આ રાજકારણની નિંદા કરતા કહ્યું હતું કે, બધા હનુમાનજીની જાતિ શોધવા નિકળ્યા છો, આ જાતિવાદનું રાજકારણ બંધ કરો...

ચિત્રકુટધામ ટ્રસ્ટ દ્વારા આયોજીત એક કથા દરમિયાન મોરારીબાપુ આક્રમક મૂડમાં આવી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, ભગવાની જાતિ-પાતિ પર સવાલ કરી રહ્યાં છો, બંધ કરો, તમારા ફાયદા માટે કેટલાક પ્રસંગો માટે તમે મન પડે એવા નિવેદનો કરી રહ્યાં છો, જેનાથી હિન્દુસ્તાનને નુકશાન થઇ રહ્યું છે.

અમે જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને તમે તોડવાની રાજનીતિ કરી રહ્યાં છો. બાદ આવો, બધા હનુમાનજીની જાતિ શોધવા નિકળ્યા છે. હનુમાન પવન છે, વાયુ છે, હનુમાન બધાના છે, કોણ માયનો લાલ કહે છે હનુમાન અમારા છે, હનુમાન પ્રાણ હેં. કથા દરમિયાન મોરારી બાપુનું આ સ્વરૂપ જોઇ સૌ-કોઇ દંગ રહી ગયા હતા અને આ પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.