નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, તાજેતરમાં ટીવી પર દર્શાવાયેલ એક વાર્તાલાપમાં ગેરમાર્ગે દોરતો દાવો કર્યો હતો કે એક “સ્વાયત્ત એજન્સી”ને જાણવા મળ્યું છેકે ૧૮ થી ૨૫ વર્ષના વયજુથવાળી, ૭૦ લાખ વ્યક્તિઓએ પબ્લિક પ્રોવિડંડ ફંડ એકાઉન્ટ ખોલાવેલ છે. તેમણે આ કહેતી વખતે એ કહેવાની પણ તસ્દી દાખવી નહોતીકે આ વધારાના રોજગાર ક્યા સમયગાળા દરમ્યાન પુરા પાડવામાં આવ્યા હતા. તેમણે પૂછ્યું હતું, “શું આ નવા રોજગાર નથી દર્શાવતું?” એ સ્પષ્ટ છે કે આ દાવો, નીતિ આયોગને  સોંપવામાં આવેલ એક અભ્યાસ પરથી કરવામાં આવ્યો હતો જેનો હેતુ ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ પુરા થતા નાણાકીય વર્ષ માટે રોજગારના અંદાજો દર્શાવવાનો હતો. જ્યારે રોજગાર ઉભા કરવા પર મળતા સાક્ષ્ય (અને સંલગ્ન આર્થિક સૂચકો)એ બાબતને નકારે છે કે ૨૦૧૭-૧૮ દરમ્યાન તેના અગાઉના વર્ષ કરતા વધુ રોજગાર ઉભા થવાની કોઈ શક્યતા છે.

નીતિ આયોગ સમક્ષ રજુ કરાયેલ અભ્યાસ, “ભારતમાં પગાર પત્રકોના દસ્તાવેજીકરણની દિશામાં”(જેની વિગતો ઓનલાઈન ઉપલબ્ધ છે), ચોક્કસપણે સરકારની થીંક ટેન્ક દ્વારા ભારતમાં રોજગારને માપવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિને ધરમૂળથી બદલવા માટે આગળ કરાયેલ એક પગલું છે. આ પદ્ધતિ બદલવા માટેનો તર્ક, કેટલાક રોજગાર અર્થ્શાશ્ત્રીઓના જણાવ્યા મુજબ એ છે કે ભારતમાં રોજગાર આકવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિમાં, નાની સેમ્પલ સાઈઝ, લાંબા ગાળે થતા સર્વે અને ડેટા બહાર પાડવામાં થતા વિલંબ જેવી કેટલીક ખામીઓ છે. ઘણા લાંબા સમયથી માંગ છે કે ઝડપી અને સમય સૂચક સુચકાંકો સાથેના વિસ્તૃત સર્વે હાથ ધરાવવા જોઈએ. રોજગાર બજાર અંગે માહિતી મેળવવા માટે, “રોજગાર ડેટામાં સુધારા માટેના ટાસ્કફોર્સનો રીપોર્ટ”, અન્ય સંભવિત પદ્ધતિઓની સાથેજ એમ્પ્લોયી પ્રોવિડંડ ફંડ, કર્મચારી રાજ્ય વીમા યોજના અને રાષ્ટ્રીય વીમા યોજના જેવા પ્રશાસનિક ડેટાસેટોના ઉપયોગને દર્શાવે છે. આ ડેટાસેટોના ઉપયોગ દ્વારા રોજગાર ઉત્પાદનના અંદાજો આપતા જણાવાયું છેકે  ચાલુ વર્ષે “પગારપત્રકોમાં”, દર મહીને ૫.૯ લાખ નોકરીઓ ઉમેરાશે. એ સ્પષ્ટ છે કે આ અભ્યાસ સામાજિક સુરક્ષામાં થઇ રહેલ નવા દાખલાઓને, નવા રોજગાર સાથે ગુંચવે છે. આમપણ બધા કર્મચારીઓના બહુ થોડા પ્રમાણમાં કર્મચારીઓ, પ્રશાસનિક ડેટાસેટોમાં આવરી લેવાયેલ છે. આથીજ, બૃહદ રોજગાર બજારના અન્ય આંકડાઓને ગણતરીમાં લીધા વિના નવા રોજગારના આંકડા અંગે દાવો કરવા વ્યર્થ છે. બહુબહુતો આ આંકડાઓ, કામદારોમાંથી કેટલીક સામાજિક સુરક્ષા યોજનાઓમાં થઇ રહેલ રોકાણો, જે એક પ્રકારે ઔપચારિકતા દર્શાવે છે, નહીકે રોજગારનું સૃજન.

ટાસ્કફોર્સનો રીપોર્ટ પ્રશાસનિક ડેટાસેટોના ઉપયોગના કેટલાક ગેરલાભો પણ દર્શાવે છે. આ ડેટાસેટોનું ચોક્કસપણું તેમને ગેરમાર્ગે દોરવતી અવેજી બનાવે છે.સરકારની બદલાતી રહેતી નીતિઓના કારણે આ ડેટાસેટોમાં ભેદભાવ દાખલ થઇ જાય છે. એને લાગુ કરવા માટેની ઈચ્છાશક્તિ અને તત્પરતા, વર્ષ દર વર્ષ બદલાતી રહી શકે છે. આ યોજનાઓમાં કામદારોને દાખલ કરવા માટેના સરકારી દબાણને કારણે જો આ ડેટાસેટોનો ઉપયોગ રોજગારને માપવા માટે કરવામાં આવે તો હકીકત કરતા વધુ અંદાજો આવવાની સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને, હાલમાં કર્મચારી પેન્શન ફંડ ઓફીસ વધુ સક્રિય છે અને તેણે સરકારના વિવિધ વિભાગોને તેમના કોન્ટ્રાકટરોના કર્મચારીઓને પણ પેન્શન અને પ્રોવિડંડ સ્કીમોમાં સામેલ કરવા માટે આદેશ કર્યા છે(આ આદેશ, ૨૦૧૭ની શરૂઆતમાં કર્મચારીઓના દાખલા માટે હાથ ધરાયેલ અભિયાનની ઉપરાંત છે). જ્યારે એક બિનકાયમી કર્મચારી કાયમી બને છે ત્યારે તે, રોજગારમાં વધારો થયા વિના પણ પગારપત્રકમાં વધારો કરે છે. રિપોર્ટમાં,(કર્મચારી વીમા યોજના, કર્મચારી પ્રોવિડંડ ફંડ, રાષ્ટ્રીય પેન્શન યોજના ઈત્યાદી જેવી) વિવિધ યોજનાઓના ડુપ્લીકેશનની શંકા પણ દર્શાવવામાં આવી છે કેમકે તેમાં એક ની એક એન્ટ્રીના ડુપ્લીકેશનને ખાળવા માટે જરૂરી કોમન ઓળખાણકર્તાનો અભાવ છે. જો ડુપ્લીકેશનને ખાળવામાટેના પ્રયાસ કરવામાં આવે તો પણ ડેટા ભુલરહિત હોય એ શક્ય નથી.     

૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮, આ બંને વર્ષ અર્થતંત્ર માટે અસામાન્ય વર્ષ હતા. નોટબંધી અને જીએસટી જેવા બે દીર્ઘકાલીન પગલા ને કારણે રાષ્ટ્રમાં અનૌપચારિક આર્થીક ગતિવિધિઓ ઘટી ગઈ. આને કારણે અનૌપચારિક સેક્ટરમાં ઘણાબધા લોકો પાસે વધુને વધુ રાજ્યના નિયંત્રણો, ઘણીવાર એવી શરતો પર જે તેમના ઉદ્યમ માટે બોજારૂપ હોય તેમને પણ અપનાવવા સિવાય કોઈ ચારો રહ્યો નહિ. આ થોપી દેવાયેલ ઔપચારિકકરણને કારણે કદાચ સામાજિક સુરક્ષા યોજનામાં નામાન્કાનો ટો વધશે પણ એનો અર્થ એવો નથી કે રોજગારની તકોમાં પણ વધારો થશે. આથીજ આ યોજનાઓમાં નામાંકનના આંકડા રોજગારની આકારની કરવા માટે નબળો અવેજ પૂરો પાડે છે.

આશ્ચર્યજનક છે કે નીતિ આયોગને સોંપાયેલ અભ્યાસના લેખકો એવું પણ કહી રહ્યા છે કે તેમની આ પદ્ધતિ, અમેરિકામાં ત્યાના, લેબર સ્ટેટીસ્ટીક બ્યુરો દ્વારા બહાર પડાતા માસિક બિન કૃષિ પગારપત્રકોના રીપોર્ટ જેવી વ્યવસ્થા સ્થાપવામાં મદદરૂપ થશે. જોકે લેબર સ્ટેટીસ્ટીક બ્યુરો તેના બિન કૃષિ પગારપત્રકોના રીપોર્ટ માટે મોટાપાયે, ઉદ્યમોના ત્વરિત સર્વે તેમજ તેની પુરવણી તરીકે ઘરઘથ્થુ વસ્તુઓના સર્વે પર આધાર રાખે છે. તેની સેમ્પલ સંખ્યા ઘણી વિશાળ છે અને બિન કૃષિ રોજગારના એક તૃતીયાંશ કરતા પણ વધુ લોકોને આવરી લે છે. આ બધા સર્વે ભારતના લેબર બ્યુરોના સર્વે જેવાજ હોય છે પરંતુ ઘણા મોટા પાયા પર, રેગ્યુલર ધોરણે અને ત્વરિત માહિતી મેળવી શકાય તેવી પદ્ધતિ સાથે હાથ ધરવામાં આવે છે.સ્પષ્ટપણે કહીએ તો, ચોક્કસ હેતુઓ માટે તૈય્યાર કરાયેલ પ્રશાસનિક ડેટા ઘરઘથ્થુ અને ઉદ્યમના સર્વેનું સ્થાન લઇ શકે નહિ. રોજગારમાં થયેલ વધારાની માપણી લેબર માર્કેટનો અભ્યાસ કરવા માટેનું માત્ર એક પરિબળ હોય શકે. કામના પ્રકાર અને પરિસ્થિતિઓનો અભ્યાસ પણ તેનો એક ભાગ છે.અગત્યનું છે કે અમેરિકા, મોટાપાયે ઔપચારિક અર્થતંત્ર હોવા છતાં લેબર માર્કેટનો વાસ્તવિક મુખ્ય સૂચક સેવે આધારિત છે.

આ અર્થમાં, પ્રશાસનિક ડેટાબેઝ વાળો પ્રયોગ, અભ્યાસ માટે રસપ્રદ અને ઓર્ગનાઈઝ સેક્ટરના કામદારોના વિભાગમાં ઔપચારિકતા માપવા માટે ઉપયોગી હોય શકે પણ તે સર્વેનું સ્થાન લઇ શકે નહિ. નેશનલ સેમ્પલ સર્વે ઓફીસ અને લેબર બ્યુરોના રોજગાર સર્વેને વધુ સમૃધ્ધ પરત્વે ધ્યાન અપાવું જોઈએ. આટલા વર્ષોમાં તેણે ભારતીય પરિસ્થિતિઓ અનુસાર તેણે વધુ સારી રીતે સમજવા માટેની પદ્ધતિઓ વિકસાવી છે. ઉદાહરણ તરીકે અહીં, ઔપચારિક ક્ષેત્રમાં અનૌપચારિક કામને માપવા માટેની, અનૌપચારિક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના કાર્યોની, તેના સીઝન આધારિત રોજગાર તેમજ બેરોજગારીને માપવા માટેની કોશિશ કરવામાં આવી છે.

આ અભ્યાસ અંગેનું નિરાશાજનક પાસું એ પણ છે કે આ સંપૂર્ણ અભ્યાસપત્ર કે તે માટે ઉપયોગમાં લેવાયેલ પ્રશાસનિક ડેટા જાહેરમાં ઉપલભ્ધ નથી. આ વણ પરખાયેલ અને નવા ડેટાના કોઇપણ સમકાલીન રીવ્યુ વિના, તેના તારણોને રાજકીય ઉપયોગ કરવા માટે જાણીતા કરવામાં આવી રહ્યા છે તે બાબત દુઃખદ છે.

આર્ટિકલ epw.in માંથી સાભાર લેવામાં આવ્યો છે.