મેરાન્યૂઝ નેટવર્ક.પ્લેમાઉથઃ પ્લેમાઉથ ખાતે ભારે પવન સાથે એમ્મા ત્રાટકતા ભયનો માહોલ છવાયો છે. એમ્મા ચક્રવાતની લપેટમાં રોયલ નેવી યુધ્ધ જહાજ પણ આવી ગયું છે. ઇસ્ટ તરફથી આવી રહેલા એમ્મા ચક્રવાતમાં આ યુદ્ધ જહાજ કેવી રીતે ફસાયું તેના ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે.

રોયલ ફ્લિટ ઓક્ઝિલરી ટાઇડસ્પ્રિંગ જે બ્રિટનના સૌથી પાવરફૂલ યુધ્ધ જહાજ એચએમએસ ક્વિન એલિઝાબેથને કિ સપોર્ટ પુરાં પાડે છે. આ જહાજ ગમે તેવા મજબૂત મોજા અને તાપમાનમાં પણ અડીખમ ઊભું રહી શકે છે. પોતાના ઘર ડેવોન તરફ પરત ફરી રહેલા આ યુધ્ધ જહાજ પર બરફ અને સૈનિકોના ફૂટપ્રિન્ટ્સ જોઇ શકાય છે. ફોટોગ્રાફ્સને રોયલ નેવીના ટ્વીટર પેજ પર શૅર કર્યા છે. બ્રિટનમાં ઇલેક્ટ્રિસિટી, ગેસ યુટિલિટી કંપની નેશનલ ગ્રીડે આજે પણ રાજ્યોમાં ગેસની અછત સર્જાવાની આગાહી કરી છે. 
સબ-ઝીરો તાપમાન, આઇસ બ્લાસ્ટ્સ અને ભારેથી અતિભારે બરફવર્ષાની સ્થિતિના કારણે છેલ્લાં 24 કલાકથી રોડ પર પોતાના વાહનોમાં વાહનચાલકો અને એરપોર્ટ પર પેસેન્જર્સ ફસાયા છે. બ્રિટિશરોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સ્ટોર્મ એમ્મા ગઇકાલ કરતા વધારે તારાજી સર્જી શકે છે. છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. જે આજે શુક્રવારે સાત વર્ષની બાળકીનું મોત થયું છે. પૂર, બ્લેક આઇસ અને ભારે બરફવર્ષાની આગાહી ઉપરાંત ગેસની અછતના કારણે દેશમાં પરિસ્થિતિ વધુ વણસી જશે.

હેમ્પશાયર પોલીસે ગુરૂવારને સૌથી ઠંડો માર્ચ દિવસ જાહેર કર્યો છે. ગઇકાલે અહીં 5.9 ડિગ્રી સેલ્શિયસ તાપમાન હતું. આજે આ મુસીબતમાં બે ગણી ઝડપથી વધારે થશે કારણ કે, એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે. જેનો અર્થ થાય છે લોકોએ આગામી કલાકોમાં પોતાને સુરક્ષિત રાખવાની તજવીજ હાથ ધરવી જોઇએ. એન્વાયમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, હમ્બર ઇસ્ટ્યુઅરી, વ્હીટલી બે અને ધ ટાઇન ઇસ્ટ્યુઅરી સહિત કોર્નવૉલના 3 લોકેશન પર ફ્લડ આવવાની શક્યતાઓ છે. ભારે પવનના કારણે વધુ સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાઓને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. એમ્માના કારણે અંદાજીત ૧૦ જેટલા વ્યક્તિના મોત થયાના અહેવાલ છે.