મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપુરામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. આ સાથે જ મેઘાલયમાં INC- 21, others- 19, NPP- 17 અને BJPને માત્ર 2 જ સીટ મળી છે જ્યારે નાગાલેન્ડમાં ભાજપને 30, NPF- 26, Other- 4 અને ત્રિપુરામાં ભાજપને 43, CPMને 16 બેઠકો મળી હતી.

ઉલ્લેખનીય છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપની જીતને વધાવી હતી. ભાજપ દ્વારા ખુબ સારું પર્ફોમન્સ આપામાં આવ્યું હોવાનું તેમણે ઉલ્લેખ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, વિકાસનો મંત્ર લોકોએ સ્વિકાર્યો છે. ત્રિપુરાની જનતાનો પણ ભારે આભાર માન્યો હતો.

અસમમાં પુર્વોત્તરની પોતાની પહેલી સરકાર બનાવનાર ભાજપ અંગે ત્રણ વર્ષ પહેલા કોઈ તે કહી શકે તેમ ન હતું કે ત્રિપુરામાં પણ ભાજપ જીતી શકે. ત્રિપુરામાં 2013માં 1.5 ટકા વોટ મેળવવા અને પોતાનું ખાતુ પણ ખોલી ન શકતું ભાજપ આ એક ચોંકાવનારા પરિણામ સાથે જીત્યું છે. 25 વર્ષના કિલાને ધ્વસ્ત કર્યો છે.

નાગાલેન્ડમાં ભાજપને ભારે ટક્કર મળી છે. મેઘાલયમાં પણ કોંગ્રેસ અને એસપીપીમાં ઘણી ટક્કર ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતને કારણે ગદગદીત થઈ ગયા હતા. તેમણે ત્રિપુરામાં જીત્યા બાદ ટ્વીટ કરતાં તમામ કાર્યકરોને શુભકામનાઓ આપી હતી. તેમણે લખ્યું હતું કે ત્રિપુરામાં જે આ વખતે થયું છે તે ઐતિહાસિક છે. અમારી પાર્ટી ત્રિપુરાને આગળ વધરાવા માટેના તમામ પ્રયત્નો કરશે. પીએમ મોદીએ લખ્યું કે, પાર્ટીએ ત્રિપુરામાં શૂન્યથી શિખર સુધીનો સફર કર્યો છે. તેમણે લખ્યું કે અમારી સરકાર રાજ્યમાં ગુડ ગવર્નન્સ આપવામાં સફળ રહેશે.