મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: ટીવી સિરિયલ ‘નાગિન-3- ટૂંક સમયમાં શરુ થવા જઇ રહી છે. આ વખતે આ સિરિયલમાં નાગીન બદલાઇ છે અને નાગીનના રૂપમાં ત્રણ એક્ટ્રેસ નજર આવશે. જેમાં પ્રથમ નાગિનનો લુક એકતા કપૂરે જારી કર્યો છે.

એક્ટ્રેસ કરિશ્મા તન્નાનું વેલકમ કરતા એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી છે જેમાં તેનો લુક કેવો હશે તે નજરે પડે છે. તેમાં ટ્રેડિશનલ આઉટફિટ અને અનોખી જ્વેલરી પહેરેલી કરિશ્મા તન્ના સ્ટનિંગ નજર આવી રહી છે. ફોટો શેર કરતા એકતા કપૂરે લખ્યુ છે કે પ્રથમ નાગિન આવી ગઇ છે! નાગિન 3 માં કરિશ્માનું સ્વાગત છે. અત્રે ઉલ્લેખનીય છે કે કરિશ્મા તન્ના ‘ક્યુ કી સાસ ભી કભી બહુ થી’ ‘દેશ મે નિકલા હોગા ચાંદ’, ‘કહીં તો મિલેંગે’ જેવી ટીવી સિરિયલમાં અભિનય કરી ચુકી છે.  

એવી ચર્ચા છે કે કરિશ્મા સહિત ‘કુબૂલ હૈ’ ની એક્ટ્રેસ સુરભિ જ્યોતિ અને ‘યે હે મોહબ્બતે’ ની એક્ટ્રેસ અનીતા હસનંદાની પણ નાગિનના રૂપમાં નજર આવશે. સુરભિ આ પહેલા ટીવી એક્ટર શોએબ ઇબ્રાહિમ સાથે ‘કોઈ લોટ કે આયા હૈ’ માં નજર આવી હતી.

નાગિન-3 માં એક્ટર પર્લ પુરી હશે. આ પહેલા તેણે ‘નાગાર્જુન-એક યોદ્ધા’ ટીવી સિરિયલમાં માનવ સાપનું પાત્ર ભજવ્યુ હતું.