મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: એરસેલ-મેક્સિસ કેસમાં યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી.ચિદમ્બરમ વધુ ભીંસમાં મુકાયા છે. આજે ગુરૂવારે તેમના વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. આ મામલામાં પી.ચિદમ્બરમનું નામ ટોચમાં રાખી કુલ ૯ આરોપીઓ સામે આ ચાર્જશીટ કરવામાં આવી છે.

પટિયાલા હાઉસ કોર્ટ ધ્વારા આ સાથે જ આ મામલામાં સુનાવણીની તારીખ પણ નક્કી કરી દેવામાં આવી છે. જેમાં આ ચાર્જશીટ અંગે ૨૬ નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બીજીતરફ આજે સવારે પી.ચિદમ્બરમને આઇએનએક્ષ મીડિયા કેસમાં દિલહી હાઈકોર્ટથી થોડી રાહત મળી છે. જેમાં હાઇકોર્ટ ધ્વારા પી.ચિદમ્બરમની વચગાળાના જમીનની મુદત ૨૯ નવેમ્બર સુધી કરી દીધી છે.

જ્યારે કોંગ્રેસ ધ્વારા પી.ચિદમ્બરમને જાણી જોઇને આ કેસમાં ફસાવવા આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા હરીશ રાવતે કહ્યું કે ઇડી, સરકારના કબજામાં છે અને જે પણ સરકાર વિરુદ્ધ બોલે તેની સામે કેસ ઠોકી દેવામાં આવે છે.

પૂર્વ નાના મંત્રીના પુત્ર કાર્તી ચિદમ્બરમ ધ્વારા વર્ષ ૨૦૦૬માં કરાયેલા એરસેલ-મેક્સિસ ડીલ અંતર્ગત એફઆઈપીબીની મંજુરી મળવાના મામલાની તપાસ સીબીઆઈ અને ઇડી કરી રહી છે. આ ડીલ વખતે પી.ચિદમ્બરમ નાણા મંત્રી હતા. તેમના ઉપર આરોપ છે કે, તેમણે એરસેલ-મેક્સિસને એફ.ડી.આઈ.ની ભલામણો માટે આર્થિક બાબતોની કેબીનેટ કમિટીને નજરઅંદાજ કરી હતી.ઇડીના જણાવ્યા પ્રમાણે એરસેલ-મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણા મંત્રી પી. ચિદમ્બરમ ધ્વારા કેબીનેટ કમિટીની પરવાનગી વગર જ મંજુરી આપી દીધી હતી. જેમાં આ ડીલ ૩૫૦૦ કરોડ રૂપિયાની હતી.