મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ગત રવિવાર એટલે કે તા. 31ના રોજ દક્ષિણ ગુજરાતની બારડોલી, ચલથાણ, ગણદેવી, કામરેજ, મહુવા, મઢી, સાયણ, નર્મદા અને પંડવાઈ સુગર ફેક્ટરીની મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરાયા હતા. દક્ષિણ ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગે આ વર્ષે રૂ. 2401થી રૂ.3035 જાહેર કર્યાં છે. જે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રૂ. 70થી રૂ. 110 ઓછા ભાવ જાહેર કરાયા છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે ખાંડ ઉદ્યોગનો ભાવ ઉંચો ન ગચો હોવાથી ખેડૂતોને પ્રતિ ટન રૂ. 893થી લઈને રૂ. 1336નો ફટકો પડ્યો હતો. આ વર્ષે જાહેર કરાયેલા શેરડીના ભાવ ગયા વર્ષ કરતાં નીચા હોવાને કારણે ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે.

સુગર ફેક્ટરીઓએ જાહેર કરેલા શેરડીના ટન દીઠનો ભાવ નીચે મુજબ છે

ક્રમ           સુગર                ગયા વર્ષનો ભાવ            આ વર્ષનો ભાવ       તફાવત

1           બારડોલી               રૂ. 2832                   રૂ. 2753              રૂ. 79 (ઓછા)

2           મઢી                    રૂ. 2611                   રૂ. 2501              રૂ. 110 (ઓછા)

3           મહુવા                  રૂ. 2451                   રૂ. 2505              રૂ. 54 (વધારે)

4           ગણદેવી               રૂ. 3105                   રૂ. 3035              રૂ. 70 (ઓછા)

5           ચલથાણ              રૂ. 2736                   રૂ. 2626              રૂ. 110 (ઓછા)

6           સાયણ                રૂ. 2741                   રૂ. 2676              રૂ. 65 (ઓછા)

7           કામરેજ               રૂ. 2406                   રૂ. 2376              રૂ. 30 (ઓછા)