મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ચૂંટણી પંચએ દેશમાં પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ પાંચ રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢ, મિજોરમ અને તેલંગાનાનો સમાવેશ થાય છે પરંતુ ચૂંટણી પંચે પોતાના એક નિર્ણયથી તમામને ચોંકાવી દિધા છે. ચૂંટણી પંચે આ ચૂંટણીઓ સાથે જ કર્ણાટકની ત્રણ લોકસભા સીટો માટે પેટા ચૂંટણી કરાવવાની જાહેરાત કરી દીધી છે. આ ત્રણ લોકસભા સીટો બેલ્લારી, શિમોગા અને માંડ્યા છે. કર્ણાટકની ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ખાલી થઈ હતી. ત્રણમાંથી બે સીટો ભાજપના બીએસ યેદીયુરપ્પા અને શ્રીરામુલુના કારણે અને એક સીટ જેડીએસના પુત્તારાજાના વિધાનસભામાં જવાના કારણે ખાલી થઈ હતી.

આ સીટોના ખાલી થવાના કારણે આશા કરાઈ રહી હતી કે આના પર ચૂંટણી લોકસભા ચૂંટણી સમયે જ થશે, પરંતુ ચૂંટણી પંચે આ ત્રણેયની ચૂંટણી પણ જાહેર કરી દીધી છે. આ ચૂંટણીના પરિણામ નંવેમ્બરમાં આવશે. તેના બે મહિના બાદ જ લોકસભા ચૂંટણી  શરૂ થઈ જશે. એવામાં આ ત્રણ સીટો પર ઘણી જલ્દી ચૂંટણી થશે. ત્યાં રામનગરા અને જામખંડી વિધાનસભા સીટો છે. આ સીટો માટે ત્રણ નવેમ્બરે વોટિંગ થશે તે પછી ત્રણ દિવસ બાદ પરિણામ જાહેર થશે. જોકે પાર્ટીઓએ વિધાનસભા ચૂંટણી માટે ઘોષણમાનું સ્વાગત કર્યું છે.

જામખંડી સીટ કોંગ્રેસના નેતાના મોત બાદ ખાલી થઈ ગઈ છે. ત્યાં રામનગરા સીટ કુમારાસ્વામીના છોડવાના કારણે ખાલી થઈ છે. તે બે સીટોથી ચૂંટણી લડ્યા હતા. હવે આ સીટથી તેમની પત્ની અનીતા કુમારાસ્વામી ચૂંટણી લડી શકે છે. તેની પૃષ્ટી ખુદ અનીતાએ કરી છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ દિનેશ ગુંડું રાવએ કહ્યું કે, વિધાનસભાના માટે પેટા ચૂંટણી જરૂરી હતી, પણ લોકસભા ચૂંટણી થશે. તેવામાં આ ચૂંટણીઓની જરૂર સમજવામાં નથી આવતી. નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરે કહ્યું, અમે આ નિર્ણયથી ચકીત છીએ. ત્યાં જ યેદિયુરપ્પાએ કહ્યું, આ ચૂંટણીઓની કોઈ પાર્ટીને જરૂર ન હતી.