મેરાન્યૂઝ.મેક્સિકોઃ મેક્સિકોમાં બુધવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભારે તબાહી મચી છે. આ ભૂકંપમાં કુલ 138 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકાંક હજુ પણ વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે કારણ કે હજુ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની શંકા છે.
આ તીવ્ર ભૂકંપમાં અંદાજીત 44 જેટલી ઈમારતો ધરાશાયી થઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બે અઠવાડિયા પહેલ પણ ભૂકંપ આવ્યો હતો જેમાં 90 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલ આવેલા ભૂકંપને અહીં વર્ષ 1985 પછી આવેલા ભૂકંપો પૈકી સૌથી વધુ ભયાનક ભૂકંપ માનવામાં આવે છે. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પડોશી પ્યૂબ્લા પ્રાંતમાં ચિયાઉતલા ડિ તાપિયાથી 7 કિલોમીટર પશ્ચિમમાં હતું.