મેરાન્યૂઝ નેટવર્ક. દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના ખેડૂતોએ મગફળીના ટેકાના ભાવની માંગણી, મગફળી ખરીદીમાં ધાંધિયા અને પેમેન્ટ ધાંધિયા સહિતના મુદે નારાજ ખેડૂતોના ત્રણ દિવસીય આંદોલનના આજે બીજા દિવસે ખેડૂતોએ રસ્તા પર ભીખ માંગી હતી અને એકત્ર રૂપિયા સરકારને મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરવમાં આવી ત્યારથી આ યોજના લાગવગ સગવાદ ભ્રષ્ટચારનો ભોગ બની છે તે બાબતે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સરકારને આવેદનપત્ર, રજૂઆતો કરી અનેક વખત ધ્યાન દોરવા છતાં સરકાર દ્વારા કોઈ જ નિર્ણય ન લેવાતા ખેડૂતોએ ગત તા. ૦૭ ના રોજ ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરને આપેલી ૮ દિવસની મુદત પુરી થતા મંજૂરી લઈ ૨૦ માર્ચથી  વિવિધ ૦૬ મુદ્દાઓ જેવા કે મગફળી વેચાઈ ગઈ છે પણ રૂપિયા આવ્યા નથી, 5 માર્ચ થી 9 માર્ચ વચ્ચે સરકારે ખેડૂતોને મેસેજ મોકલ્યા પણ મગફળી ખરીદી નહીં. મગફળી ચાર ચાર મહીનાથી ટેકાના કેન્દ્રોમાં ધૂળ ખાય છે પણ કોઈ ખરીદદાર નથી. ટેકાના કેન્દ્રો વાળાએ ટોકન આપ્યા છે પણ મગફળી ખરીદતા નથી, જમીન માપણી ના ગોટાળા સુધારવાની જગ્યાઓ બગાડે છે અને કપાસનો પાકવીમો હજુ જાહેર નથી થયો વગેરે માંગ લઈ ગઈકાલથી ખેડૂત હીત રક્ષક સમિતિના પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ દેવભૂમિ દ્રારકા જિલ્લાના ખેડૂતો 72 કલાકના ઉપવાસ આંદોલન પર બેઠા છે. જેનો આજે બીજો દિવસ છે જોકે કૃષિમંત્રી બોલીને ફરી જાય છે, તો સરકાર પાસે તાયફા કરવાના રૂપિયા છે પરંતુ ખેડૂતોને આપવાના નથી. તેવા પ્રહારો કરીને આજે ખેડૂતોએ રસ્તા પર ભીખ માંગી હતી. વિવિધ માર્ગો પર ખેડૂતોએ ભીખ માંગી રૂપિયા એકત્ર કર્યા હતા. જે જીલ્લા કલેકટર મારફત સરકારને મોકલવામાં આવશે અને ખેડૂત માટે સરકાર પાસે રૂપિયા ના હોય જેથી ખેડૂતો ભીખ માંગી રૂપિયા ઉઘરાવી રહ્યા હોવાનું પણ રોષભેર જણાવ્યું હતું. એક તરફ પરસેવો રેડી અનાજ ઉગાડી લોકોની ભુખ શાંત કરે છે તો એ જ ખેડૂતને આપવા સરકાર પાસે રૂપિયા નથી. જેથી ખેડૂતો રસ્તા પર આવી ગયા છે અને ભીખ માંગવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે જે સરકાર અને સમાજ માટે શરમજનક ઘટના ગણી શકાય.