મેરાન્યૂઝ નેટવર્ક.મનીલાઃ આશિયાન સમિટમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલીપીન્સ પહોંચ્યા છે. ત્રણ દિવસની મુલાકાત લેશે અને આશિયન (ASEAN)ની 50મી એનિવર્સરીમાં ગાલા ડિનર રાખવામાં આવ્યો હતો. મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત વિશ્વના ઘણા અગ્રગણીય નેતાઓ અહીં હાજર છે ત્યારે ચીનના પ્રમીયર લી કેકિંયાગ, જાપાનના પીએમ શિંજો આબે, રશિયન પીએમ દિમિત્રી મેદવેદેવ સહિતના અગ્રણી પણ સામેલ છે. દરમ્યાન મોદીએ લોસ બાનોસમાં રાઈસ રિસર્ચ ઈન્સટિટ્યુટની મુલાકાત લીધી હતી અને રાઈસ ફિલ્ડ લેબનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ નરેન્દ્ર મોદી અને ટ્રમ એક બીજાને મળ્યા હતા. બીજી તરફ નરેન્દ્ર મોદીના આમંત્રણને પગલે ટ્રમ્પની દીકરી ઈવાન્કા પણ ભારતમાં આગામી 28થી 30 નવેમ્બર સુધી યોજાનારી ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં ભાગ લેવાની છે.