મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક ગેરકાયદે આવતા પ્રવાસીઓની તુલના જાનવર સાથે કરી છે. તેમણે અમેરિકાના પ્રવાસી કાયદાને બેકાર કહેતા તેમની આલોચના કરી છે અને કહ્યું કે, ફક્ત યોગ્યતાના આધાર પર લોકોને અમેરિકામાં શરણ આપવી જોઈએ. મેક્સિકો અને કેલિફોર્નિયાના અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરતાં ટ્રમ્પે અમેરિકાની પાંગળી કાનૂન વ્યવસ્થાને મજબૂત કરવા આહવાહન કર્યું હતું.

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કેલિફોર્નિયા સેક્ચૂરી સ્ટેટ રાઉંડટેબલ દરમ્યાન કહ્યું, આપમા દેશમાં લોકો આવી રહ્યા છે એટલે કે પ્રયત્નો કરી રહ્યા છે. આપણે તેમાંથી ઘણા બધાને રોકી શકીએ છીએ. તમે વિશ્વાસ નહીં કરો કે આ લોકો કેટલા ખરાબ છે, આ માણસ નહીં પણ જાનવર છે. આપણે તે લોકોને એક સ્તર સુધી દેશથી બહાર લઈ જઈ રહ્યા છીએ અને આટલી સંખ્યામાં બહાર લઈ જઈ રહ્યા છે જે પહેલા ક્યારેય નથી થયું. આ ઢીલા કાયદાઓને કારણે તે ઝડપભેર દેશમાં પ્રવેશી રહ્યા છે. આપણે તેમને છોડી રહ્યા છીએ અને તેઓ ફરી આવી રહ્યા છે. તે યોગ્ય નથી...

અમેરિકાના કાયદાઓ પર ઉઠાવ્યા સવાલ

ટ્રમ્પે દેશમાં મોટી સંખ્યામાં ગેરકાયદે પ્રવાસિઓના આવવા માટે દેશના બેકાર કાયદાઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે હાલના મહિનામાં કોંગ્રેસથી વારંવાર અપીલ કરી છે કે તે મેક્સિકોની સીમા પાસ કરીને અમેરિકામાં આવનારા પ્રવાસિઓની સંખ્યા રોકવા માટે કડક કાયદા ઘડે. તેમણે કહ્યું કે કેલિફોર્નિયાના કાયદા ગેરકાયદે પ્રવાસીઓ, ગુનેગારો, ડ્રગ ડિલર્સ, ગેંગના સભ્યો અને હિંસલ લૂંટારૂઓના સમુદાયો છોડી દેવા માટે મજબુર કરે છે.

ટ્રમ્પે કહ્યું, કેલિફોર્નિયાના કાયદા ધરતી પર સૌથી કુખ્યાત અને હિંસક અપરાધિઓ જેવા કે એમએસ-13 ગુનાઓના ગેંગ સદસ્યોને આસરો આપે છે જેમાં નિર્દોષ પુરુષ, મહિલાઓ અને બાળકોને આ નિર્દયી અપરાધીઓના રહેમ નજર નીચે છોડી દેવામાં આવે છે. ટ્રમ્પે કહ્યું કે તે ઈચ્છે છે કે લોકોને યોગ્યતાના આધારે કાયદાકીય રીતે અમેરિકામાં પ્રવેશ મળે.