મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણીના હાથે હાલમાં જ એક જેકપોટ લાગ્યો છે. જી હાં, દિશા સલમાન ખાનની સાથે અપકમિંગ ફિલ્મ ભારતમાં નજરે પડશે. ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ જફરે તેનું એલાન સોશ્યલ મીડિયામાં કર્યું છે. કેરિયરના રીતે દિશા માટે નિશ્ચિત પણે આ મોટી જંપ છે. અલીએ ઈન્સ્ટાગ્રામ પર દિશાની ફોટો શેર કરીને લખ્યું કે, ભારત ફિલ્મના સફરમાં તમારું સ્વાગત છે દિશા પટણી.

જાણકારી મુજબ ફિલ્મમાં દિશાનું કિરદાર 60ના દશકની સર્કસ કલાકાર પર દર્શાવવામાં આવશે. અલીએ દિશાની ખુબસુરતી અને એથલેટિક ફિજીકને કારણે તેને આ રોલ માટે નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે સલમાન સાથે દિશાની આ પહેલી જોડી હશે.

તેણે બોલીવુડમાં ડેબ્યૂ નિરજ પાંડેની ફિલ્મ એમએસ ધોની-દ અનટોલ્ડ સ્ટોરીથી કર્યું હતું. આ ફિલ્મમાં દિશા ધોનીની ગર્લફ્રેન્ડના કિરદારમાં નજરે પડી હતી. તે બાદ દિશા પોતાના કથિત બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે બાગી-2માં એક વાર ફરી હિંદી સિનેમાના પડદા પર નજર પડી, જે 2018ની સુપરહીટ ફિલ્મોમાં શામેલ થઈ ગઈ છે.

2017માં દિશા ઈંડો-ચાઈનીઝ ફિલ્મ કુંગફૂ યોગામાં પણ ફિમેલ લીડ રોલ જેકી ચાન સાથે નિભાવી ચુકી છે. આ ફિલ્મમાં જેકી ચાન ઉપરાંત સોનુ સુદ અને અમાયરા દસ્તૂરે પણ મહત્વના કિરદાર નિભાવ્યા હતા. ફિલ્મની વાત કરીએ તો ભારત ફિલ્મ આગલા વર્ષે ઈદ દરમિયાન રિલીઝ માટે નિર્ધારિત છે અને સલમાનની એક્સપેરિમેંટલ ફિલ્મ અંતર્ગત તેને જોવામાં આવશે. ભારતને સલમાનનો બ્રધર-ઈન-લૉ અતુલ અગ્નીહોત્રી પ્રોડ્યૂસ કરી રહ્યો છે.