મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ આજે ગાંધીનગરના મેયર પ્રવીણ પટેલ અને ડેપ્યૂટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડાએ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સેક્ટર ૨૦, ૨૧, ૨૮ અને ૨૯ તથા ૩૦ના  જાહેર શૌચાલયની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં સામે ગંભીર બાબત ધ્યાનમાં આવી. સામે એ આવ્યું કે જે જાહેર શૌચાલય લોકોના સ્વાસ્થની કાળજી માટે હોય છે ત્યાં તાળાં મારેલા જોવા મળ્યા અને ત્યાં લોકો માટે બંધ કરેલી સુવિધાઓ ધ્યાનમાં આવી.

આ જાહેર શૌચાલયમાં મેયરની મુલાકાતમાં ગંભીર બાબતો ધ્યાનમાં આવી અને કેટલીય જગ્યાએ કેર ટેકર પણ હાજર ન હતા અને સેક્ટર ૨૦ તથા ચરેડીમાં જાહેર શૌચાલયને તાળા મારવામાં આવ્યા હતા. આવી જગ્યાએ જ્યારે કેરટેકર જ ન હોય ત્યાં મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન પણ સામે આવ્યો. આ જગ્યાએ મેયરની મુલાકાત સમયે જ સ્વચ્છતા અભિયાનને પડકારે એવી ગંદી અને આગ લાગેલી અવસ્થા વાળી કચરાપેટી અને તેની બાજુ કુતરા સહીત મરણ પામેલા પશુઓ પણ જોવા મળ્યા.

આ ઘટના બાદ મેયર પ્રવીણ પટેલે સમયસર કચરાનો નિકાલ કરીને જવાબદાર અધિકારી અને કર્મચારી સામે કાર્યવાહી કરવા આદેશ સૂચના આપી છે.

મેયરની મુલાકાતથી એ મુદ્દો પણ સામે આવ્યો કે જો મંત્રી નિવાસ ધરાવતાં અને અક્ષરધામ જેવા પ્રવાસીઓના સ્થાન એવા પાટનગરના સેક્ટર ૨૦માં આવી સ્થિતિ હોઈ તો અન્ય સ્થળોએ કેવી હાલત હશે એ પણ ગંભીર વિષય છે.