મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ નાના વરાછા વિસ્તારમાં  રહેતા હીરાના વેપારીને ઠગબાજાએ કોન  બનેગા કરોડપતિમાં રૂ. ૨૫ લાખનું  લકી ડ્રો ઈનામ લાગ્યું હોવાની લાલચ  આપી યેનકેન પ્રકારે અલગ અલગ  આઠ ખાતામાં રૂ. ૪.૧૬ લાખ જમા  કરાવ્યા બાદ ઉપાડી લઈ ઠગાઈ કરી હતી. 

નાના વરાછા સરિતાસંગમ સોસાયટીમાં રહેતા મયૂરભાઈ ચંદુભાઈ દેસાઈ હીરાના ધંધા સાથે   સંકળાયેલા છે તેમને ગત તારીખ  ૨૬મી જૂનના રોજ ફોન આવ્યો હતો  ફોન કરનારે મયૂરભાઈને કોન બનેગા  કરોડપતિમાં રૂ. ૨૫ લાખનું લકી ડ્રો  ઈનામ લાગ્યું હોવાની લાલચ આપી  વિશ્વાસમાં લીધો હતો અને ડ્રોના પૈસા આપવાને બહાને અલગ અલગ આઠ  બેન્કનાં ખાતામાં રૂ. ૪,૧૬,૭૦૦ જમા કરવાની વાત કરી હતી. લાલચમાં આવી ગયેલા મયૂરભાઈ દેસાઈએ ઠગબાજની વાતમાં આવી કાપોદ્રા અને  સરથાણા જકાતનાકા ખાતે આવેલી  એસબીઆઈ બેન્કમાં આપેલા ખાતામાં  પૈસા જમા કરાવ્યા હતા. પૈસા જમા  થવાની સાથે ઠગબાજે પૈસા ઉપાડી  લીધા હતા. અઠવાડિયું થવા છતાંયે ડ્રોના પૈસા ન મળતા મયૂરભાઈએ મોબાઈલ નંબર પર ફોન કરી પરત પોતાના પૈસાની માંગણી કરતા ઠગબાજે તારાથી થાય તે કરી લે તેવી ધમકી આપી હતી.