મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની પેટા કેનાલમાં ગાબડુ પડતા અનેક ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ પાસે નર્મદાની પેટા કેનાલ પસાર થાય છે તે કેનાલમાં ગાબડું પડતાં કપાસ સહિતના પાકમાં આજુબાજુના ખેતરોમાં પાણી ભરાયા હતા. ત્યારે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં જે કેનાલ બનાવવામાં આવી હતી તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે આ કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો હતો. ત્યારે પેટા કેનાલમાં ગાબડું પડતાં આજુબાજુના ખેતરમાં લાખો રૂપિયાના પાકને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢી શકાય. હાલ આ કૈનાલ મા ગાબડું પડવાનુ કારણ કેનાલ બનાવતી વખતે ભષ્ટાચાર થયું હોય તેવી લોક રાવ ઉઠવા પામી છે. ત્યારે ગ્રામજનો દ્વારા આ બાબતે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોના કપાસના પાકમાં ફૂલ બેઠા છે અને જીંડવા બેસીને રૂ આવે તે પહેલા જ પાણી ઘુસી જતા વ્યાપક નુકશાન થઇ શકે છે.