મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો છે ત્યારે થોડા અંશે ધ્રાંગધ્રા સીટી પીઆઇ તરીકે એન. કે. વ્યાસ મુકાયા ત્યારે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રાના રાજકમલ ચોક પાસે "વાડીલાલ આઈસ્ક્રીમ"ની દુકાન આવેલી છે જ્યાં સાંજના સમયે "દિપેશસિહ ઝાલા" નામનો શખ્સ વાડીલાલ આઈસ્ક્રીમની દુકાને આવી ને ઉધાર માંગ્યુ હતું ત્યારે દુકાનદારે ઉધાર આપવાની ના પાડતા ધોકા વડે દુકાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.

હાલ આ મામલે વાડીલાલ આઈસ્ક્રીમ દુકાનના માલિકે ધ્રાંગધ્રા સીટી પોલીસને જાણ કરી હતી તાત્કાલિક  પી.એસ.આઇ સહિતનો  પોલીસ કાફલો ઘટનાસ્થળે  દોડી ગયો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે ત્યારે વધુમાં દુકાનદાર દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે અને આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે  આરોપી દ્વારા દુકાનના કાઉન્ટર ઉપર મારી નુકસાન પહોંચાડી રહ્યો છે પોલીસ દ્વારા ઘટનાના બે થી ત્રણ કલાકમાં આરોપીને ઝડપી લેવાયો હતો હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ સીટી પોલીસ ચલાવી રહી છે.