મેરાન્યૂઝ નેટવર્ક.ધોરાજીઃ ધોરાજીના મોટી પરબડી ગામ ખાતે ધોરાજી તાલુકા યુવા ભાજપના અગ્રણી અને ગ્રામ પંચાયતના સભ્ય પ્રદિપસિંહ વાળાની હત્યા કરી નાખવામાં આવી છે. પ્રદિપસિંહની ધોલેરા બાવળા નજીકથી લાશ મળી આવી હતી. તેમની લાશ મળી આવવાની વાત મળતા જ પરિવારજનો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

બનાવને પગલે પોલીસે પ્રારંભીક તપાસમાં જ ધ્યાને લીધું કે તેમના શરીર પર તિક્ષ્ણ હથિયારથી ઘા મારવામાં આવ્યા હોય તેવું જણાય છે. પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.