મેરાન્યૂઝ નેટવર્ક, ધોરાજી: ધોરાજીમાં ચાર વર્ષ પહેલા એક શખ્સ પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ ના તોડ બાબતે એસીબીની ફરિયાદના આધારે સેશન્સ કોર્ટે કોન્સ્ટેબલ તથા એક કથિત પત્રકારને સજા ફટકારતા ચકચાર મચી ગઈ છે.

તા.૨૦-૦૩-૨૦૧૪ ના રોજ ધોરાજીના એક શખ્શને એક યુવતી સાથે ચંદ્રકાંત ભારતી નામના હેડ કોન્સ્ટેબલે પકડ્યા હતા. પોલીસ હેડ કોન્સ્ટેબલ એક રૂમમાંથી આ યુવાન તથા યુવતીને પકડીને બહાર કાઢ્યા એ દરમિયાન દુષ્યંત ભટ્ટ નામના કથિત પત્રકારે શુટીંગ કરી લીધું હતું. આ બાબતે ગુનો દાખલ ન કરવા માટે ચંદ્રકાંત ભારતી દ્વારા ૨૦ હજારની માંગ કરવામાં આવી હતી રકજકનાં અંતે ૧૦ હજારમાં નક્કી થયું હતું. આ અંગે ઝડપાયેલા યુવાને એસીબીને જાણ કરતા એસીબીએ હેડ કોન્સ્ટેબલ તથા કથિત પત્રકારને ઝડપી લીધા હતા. આ અંગે સેસન્સ કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ભારતીને ૨૦ હજાર દંડ તથા ચાર વર્ષની કેદ, જ્યારે કથિત પત્રકાર દુષ્યંત હિમંતભાઈ ભટ્ટને ૧૦ હજાર રૂપિયા દંડ તથા ચાર વર્ષની સજા ફટકારી છે.