મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ માલદીવમાં ચીન ઝડપથી પગપેસારો કરી રહ્યું છે. તેના કારણે વધતી દખલને પગલે અમિરકાની ઉંઘ ઉડી ગઈ છે. માલદીવમાં ચીનની દખલ ભારત માટે ચિંતાનો વિષય છે. થોડા સમય પહેલા માલદીવના એક પૂર્વ મંત્રીએ ચીન પર માલદીવમાં જમીન પડાવી લેવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે જો આ સ્થિતિ પર કાબુ ન મેળવાયો તો ભારત અને અમેરિકા બંને માટે મોટો ભય ઊભો થઈ શકે છે. આ આરોપોની વચ્ચે પેંટાગોનએ શનિવારે કહ્યું કે તે અમેરિકાના માટે ચિંતાનું કારણ છે.

પેન્ટાગોનના અધિકારી જોઈ ફેલ્ટરે કહ્યું કે, અમેરિકા એક સ્વતંત્ર અને ખુલ્લા ભારત-પેસિફિક નિયમો માટે પ્રતિબદ્ધ છે. પણ જ્યાં સુધી ચીની પ્રભાવની વાત છે, માલદીવમાં ચિંતિત કરનારી ગતિવિધિઓ જોવા મળી છે. અધિકારીઓએ વધુમાં કહ્યું કે, આ સ્થિતિ ભારત માટે ચિંતાજનક છે અને આપણા માટે પણ આ ચિંતાનો વિષય છે. હવે ફક્ત એ જોવાનું છે કે તેનાથી કેવી રીતે લડવું તે અમારી પ્રાથમિકતાઓમાં સામેલ છે.

માલદીવમાં ચીનનો હસ્તક્ષેપ અમેરિકાની સાથે સાથે ભારત માટે પણ ચિંતાનો વિષય છે તેથી કારણ કે ચીન ભારત વચ્ચે સમય સમય પર વિવાદો રહ્યા છે. માલદીવ સાથે પણ ભારતના સબંધોમાં તે વખતે તણાવ આવ્યો હતો. જ્યારે ત્યાં રાષ્ટ્રપતિએ ફેબ્રુઆરીમાં માલદીવમાં ઈમર્જન્સી ઘોષિત કરી દીધી હતી. તેવામાં ચીનની માલદીવ સાથેની નિકટતા ભારત માટે પરસેવો છોડાવનારી છે.