મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની સંપત્તિ ગત 4 વર્ષમાં ઘટી છે. જેટલીની સંપત્તિમાં અંદાજીત 1.61 કરોડ જેટલો ઘટાડો થયો છે. રાજ્યસભાના નામાંકન દરમ્યાન ફાઈલ કરવામાં આવેલી એફીડેવીટ અનુસાર નાણા મંત્રી અને તેમની પત્ની સંગીતા જેટલીની કુલ ચલ-અચલ સંપત્તિ અંદાજીત 111.40 કરોડ રૂપિયા છે. 2014માં તેમની કુલ સંપત્તિ અંદાજીત 113 કરોડ રૂપિયા હતીય શપથ પત્ર મુજબ અરુણ જેટલી પાસે 32.70 કરોડની ચલ સંપત્તિ છે અને 35.60 કરોડ અચલ, સંગીતા જેટલી પાસે 1.41 કરોડ ચલ અને 41.70 કરોડ અચલ સંપત્તિ છે.

નાણા મંત્રી પાસે ચાર બેન્ક ખાતા છે જેમાં એક સ્ટેટબેન્ક અને ત્રણ એચડીએફસી બેન્કમાં છે. બેન્કમાં 1.30 કરોડ રૂપિયા જમા છે. અરૂણ જેટલી પર અંદાજીત 42.22 લાખનું દેવું છે અને તેમની પત્ની પર 9.13 કરોડનું દેવું છે. જેમાં અંદાજીત 8.67 કરોડની લોન છે. નાણા મંત્રી પાસે બે મર્સિડીઝ અને એક ફોર્ચ્યુનર કાર છે.