મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ હેડક્વાર્ટરના દસમા માળેથી રહસ્યમય રીતે નીચે પડીને એસીપી સ્તરના પોલીસ અધિકારીનું મોત થયું છે. પ્રથમ નજરે તેને આત્મહત્યા હોવાનું કહેવાય છે.

પોલીસ પીઆરઓ અનિલ મિત્તલે સવારે સાન્ધ્ય ટાઈમ્સને કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં ખબર પડી છે કે, તેમની ડિપ્રેશનની સારવાર ચાલી રહી હતી. તે ગભગ 28 દિવસ સુધી જીટીબી હોસ્પિટલમાં દાખલ હતા. તેમનું નામ પ્રેમ વલ્લભ હતું અને ઉંમર 55 વર્ષની હતી. તે દિલ્હી પોલીસના ક્રાઈમ એન્ડ ટ્રાફિક સેક્શનમાં તૈનાત હતા. તપાસ કરાઈ રહી છે કે આત્મહત્યાનું શું કારણ છે? સ્થળ પરથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી.

પોલીસ સૂત્રો અનુસાર, પ્રેમ વલ્લભની ઓફીસ પીએચયૂના દસમા માળે હતી. સવારે 10 વાગે તે ઓફી આવ્યા અને થોડી વાર પછી ઓફીસની બારીમાંથી નીચે કુદી ગયા. ઓફીસમાં હાજર તેમનો સ્ટાફ એકાએક બનેલી ઘટનાને કારણે કાંઈ સમજી શક્યો નહીં. ત્યાં પીએચયૂના મેન ગેટથી જે ગેલરી પાર્કીં તરફ જઈ રહી છે, ત્યાં વલ્લભ પડ્યા અને તેમનું મોત થઈ ગયું. સવારે ઘણા લોકો ઓફીસ પહોંચી રહ્યા હતા તો ઘણા પાર્કીંગમાં મોટી સંખ્યામાં હાજર હતા. વલ્લભનો મૃતદેહ જોઈને તમામ લોકો અવાક બની ગયા હતા. બનાવની જાણકારી પીસીઆરને આપવામાં આવી હતી. આઈપી એસ્ટેટ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

પોલીસના અનુસાર, પ્રેમ વલ્લભ મિનિસ્ટીરિયલ કેડરમાં હેડ કોન્સ્ટેબલ પદ પર દિલ્હી પોલીસમાં ભર્તી થયા હતા. 2016માં તે એસીપી રેન્ક પર પ્રમોટ થયા હતા. સ્પેશ્યલ સીપી આર્મ્ડ પોલીસની ઓફીસમાં પીએ તરીકે ભરતી રહી ચુક્યા હતા. પોલીસનું કહેવું છે કે હાલ કેસની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે આત્મહત્યા કેમ કરી, તે હજુ તપાસનો વિષય છે. તણાવનું કારણ પારિવારીક છે કે વિભાગીય, તે પર હજુ તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતીઓ મુજબ સવારે અંદાજીત 9.30 કલાકે એસીપી દિલ્હી પોલીસ મુખ્ય ઓફીસ પર પહોંચ્યા હતા અને અંદાજીત 10 વાગ્યે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યાને કારણે પોલીસ બેડો હચમચી ગયો છે.