મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વારાણસી પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે, જે પછી ભારે ઉહાપોહ મચ્યો છે. નરેન્દ્ર મોદી સોમવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોં સાથે વારાણસી આવ્યા હતા. તેમના આ પ્રવાસના મીનિટ ટૂ મીનિટનો કાર્યક્રમ સોશ્યલ મીડિયા પર જાહેર કરાયો હતો જે એસપીજીને ગંભીરતાથી લઈ તેને સુરક્ષામાં ચૂક માની છે.

જેને લઈને એસપીજી તરફથી લેખિતમાં ફરિયાદ મંગળવારે જિલ્લા તંત્રને મળી છે. જે પછી મામલાની ગંભીરતા જોતા વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશ પર કૈંટ પોલીસ સ્ટેશનમાં ઓફિસિયલ સિક્રેટ એક્ટના સેક્સન 5 અંતર્ગત ફરિયાદ કરાઈ છે. આ યુવકે પીએમ મોદી સાથે હાથ મિલાવતા સાથે ફેસબુક પર તસવીર પણ અપલોડ કરી રાખી છે. ડીજીપીના નિર્દેશ પર યુવક અનુપમ કુમાર પાંડેયના સામે મંગળવારે રાત્રે ફરિયાદ કરાઈ હતી. જે પછી પોલીસે તેને ઝડપી લીધો હતો. મોડી રાત સુધી તેની પુછપરછ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના શહેરમાં આગમનના આગલા દિવસ એટલે કે રવિવારે તેમના પ્રવાસનો મીનિટ ટૂ મીનિટનો કાર્યક્રમ સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ કરી દેવામાં આવ્યો હતો. કહેવાય છે કે ધરપકડ કરાયેલા યુવકના પિતા જૈનપુરમાં આયુર્વેદના ચિકિત્સાધિકારીના પદથી સેવાનિવૃત્ત થયા છે. પુછપરછ દરમ્યાન પરિવારજનોએ દાવો કર્યો હતો કે અનુપમ બે વર્ષ પૂર્વે પ્રધાનમંત્રી કાર્યાલય દિલ્હી સાથે જોડાયેલો હતો. તબીયત ખરાબ હોવાના કારણે તે વારાણસી આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ટ્વીટર પર ફક્ત 1932 લોકોને ફોલો કરે છે જેમાં અનુપમ પાંડેયનો પણ સમાવેશ થાય છે. અનુપમ પાંડેયનું એકાઉન્ટ ટ્વીટર પર વેરિફાઈડ છે. અનુપમને ટ્વીટર પર 28 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

અનુપમે વર્ષ 2015માં 2 જુલાઈએ પીએમ સાથે એક હાથ મિલાવતી એક તસવીર પણ પોસ્ટ કરી હતી. જે ફોટોમાં પીએમ અનુપમ સાથે હસીને હાથ મિલાવતા નજરે પડ્યા હતા. આ ફોટોને 1 હજાર લોકોએ લાઈક અને 543 લોકોએ રિટ્વીટ કર્યો હતો.

પ્રધાનમંત્રીના પ્રવાસ પુર્વે ગત શુક્રવારે સવારે સીએમ યોગી આદિત્યનાથએ વારાણસીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન સીએમએ કહ્યું હતું કે મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિની સુરક્ષામાં જો કોઈ ચૂક થશે તો તે માટેના જવાબદાર અધિકારીઓ પર સખ્ત કાર્યવાહી થશે. જોકે તેમ છતાં ચૂક થવાને કારણે તેને બેજવાબદારી માનવામાં આવી રહી છે.