મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે દ્વારા આજે બુધવારે  CBIના રજા પર ઉતારી દેવામાં આવેલા ડાયરેક્ટર આલોક વર્મા અને એ.કે. શર્માને રાકેશ અસ્થાના કેસની કેસ ડાયરી તપાસવા અને કેસની તપાસ કરવાની મંજૂરી આપી દીધી છે.

દિલ્હી હાઈકોર્ટ CBIના ડાયરેક્ટર આલોક વર્મા અને જોઈન્ટ ડાયરેક્ટર એ. કે. શર્માને દ્વારા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ઑફિસમાં તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં CBIના સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામે FIR કરવા માટે કેસ ફાઇલ થયેલો છે.

CBIના જોઈન્ટ ડિરેક્ટર એ.કે. શર્માના વકીલે આની પેહલાની સુનાવણીમાં રાકેશ અસ્થાના કેસના પુરાવા અને દસ્તાવેજોને સીલબંધ કવરમાં દિલ્હી હાઇકોર્ટમાં રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે અમને ડર છે કે આ પુરાવાઓ  ક્યાંક ગુમ થવાની સંભાવના છે.

આજે હાઇકોર્ટના જસ્ટીસ નજમી વાજિરીએ ગુરુવારે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ઑફિસમાં જવા માટે  વર્માને પણ પૂછ્યું હતું કે અસ્થાના દ્વારા કરવામાં આવેલ અરજીમાં તેમના વિરુદ્ધ  આક્ષેપ છે.  કોર્ટે આ સંદર્ભે શુક્રવારે ફાઇલોની તપાસ કરવા માટે શર્માને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની  ઑફિસમાં જવાની મંજૂરી આપી હતી.  એ.કે. શર્માએ આપેલ  સીલ કરેલ કવરમાં અસ્થાના, પ્રસાદ, ગોયલ અને દોવલ વચ્ચે વાતચીતની વિગતો પણ મુકવામાં આવી છે.

અસ્થાના કેસમાં જેમાં અસ્થાનાએ પોતાની સામે FIR રદ્દ કરવા માટે પીટીશન દાખલ કરેલી છે તેમાં 7મી ડીસેમ્બર સુધી કવો સ્ટેટસ જાળવી રાખવા માટે કોર્ટે આદેશ પણ કર્યા છે. આજે કોર્ટે અસ્થાના , કુમાર અને મધ્યસ્થી મનોજ પ્રસાદ દ્વારા કરવામાં આવેલી જુદી જુદી અરજીઓ સાંભળી હતી, જેમાં તેમના  વિરુદ્ધ કરવામાં આવેલી FIR રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે.

ઓગસ્ટ 2017 માં સ્ટર્લિંગ બાયોટેકને લગતા કરોડો રૂપિયાની  લાંચના કેસમાં FIR દાખલ કરવામાં આવી હતી.  જેમાં CBI દ્વારા તપાસ દરમિયાન, રાકેશ અસ્થાનાનું નામ આવ્યું હતું. CBI ના ડિરેક્ટર અલોક વર્માએ સ્ટર્લિંગ બાયોટેક લાંચના કેસમાં કથિત સંડોવણીના સંદર્ભમાં CBI ના સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે અસ્થાનાની નિમણૂંકનો વિરોધ કર્યો હતો.