મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં 53 વર્ષીય ફેશન ડિઝાઈનર માલા લખાની ને તેના સહાયકની બુધવાર રાત્રે ચાકુ મારીને હત્યા કરી દેવાઈ હતી. મૃતકોની ઓળખ ફેશન ડિઝાઈનર માલા લખાની અને સહાયક બહાદુરના રુપે થઈ છે. આ કેસની માહિતી આપતાં જોઈન્ટ સીપી અજય ચૌધરીએ પત્રકારોને કહ્યું કે, આ ઘટના બુધવારે મોડી રાત્રે 10થી 12 વાગ્યાના સુમારે બની હતી. તેમણે કહ્યું કે કેસમાં આરોપી દરજીએ ખુદ સામે આવીને પોતનો ગુનો કબૂલ કર્યો છે અને મામલામાં કેટલાક ચૌંકાવનારા ખુલાસા કર્યા છે.

જોઈન્ટ સીપી અજય ચૌધરીએ કહ્યું કે ફેશન ડિઝાઈનરના દરજી રાહુલે જાતે પોલીસ મથકે આવીને પોતાનો ગુનો કબુલ્યો છે. તેમણે કહ્યું કે આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે રાત્રે 2.45 કલાકે દરજી રાહુલ પોલીસ મથકે પહોંચ્યો હતો. રાહુલે પોલીસને કહ્યું કે તેણે માલા અને તેના નોકર બહાદુરની ચાકુથી હત્યા કરી દધી છે. રાહુલે પોલીસ મથકમાં એવું પણ કહ્યું કે આ ઘટનાને તેણે પોતાના સબંધીઓ સાથે મળીને અંજામ આપ્યો છે.

જોઈન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરીએ માહિતી આપી કે રાહુલ માલા લખાનીના ત્યાં ગત સાડા ત્રણ વર્ષથી કામ કરી રહ્યો છે. તેણે આ ઘટનાને લૂંટના ઈરાદે અંજામ આપ્યો હતો. તેના માટે તેણે પહેલા જ યોજના બનાવી રાખી હતી.

દરજી રાહુલે એક કપડું તૈયાર રાખ્યું હતું જેને બતાવવાના બહાને તેણે માલાને બોલાવી અને ચાકુ ઘૂસેડીને તેની હત્યા કરી દીધી, પરંતુ તે દરમિયાન તેનો નોકર બહાદુર પણ આવી પહોંચ્યો. બહાદુર તે અંગે કાંઈ કહી ન દે તે કારણે તે ત્રણેયએ બહાદુરની પણ હત્યા કરી દીધી. તે પછી રાહુલ અને તેના સાથીઓએ ઘરમાં લૂંટ કરી અને માલા લખાનીની હ્યુંડાઈ કાર પણ લૂંટીને લઈ ગયા.

બાદમાં તેઓએ કાર લઈને લૂંટેલા સામાનને એક જગ્યાએ સંતાડી દીધો. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે પોલીસથી હવે બચી નહીં શકાય તો ડરીને તેમણે ખુદને પોલીસના સામે મુકી ગુનો કબૂલ્યો હતો. રાહુલ અને તેના સાથીઓએ પોલીસને તમામ ઘટનાની જાણકારી આપી અને તેમની આપેલી માહિતી પ્રમાણે પોલીસે માલાના ઘરેથી લૂંટાયેલી વસ્તુઓ અને તેની કાર શોધીને જપ્ત કરી.

જોઈન્ટ સીપી ચૌધરીએ કહ્યું કે હવે પોલીસ જ્વેલરીના ઉપરાંત કિંમતી સામાન હતા તેમને શોધવાના પ્રયત્નો કરી રહી છે. તે સાથે જ પોલીસને હજુ સુધી તે ચાકુ પણ નથી મળ્યું જેનાથી આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે, આ ઘટનાની યોજના 10 દિવસ પહેલા બનાવવામાં આવી હતી અને બુધવારે રાત્રે તેને અંજામ આપવામાં આવ્યો હતો. માલાની બહેનને આ માહિતી મળતા જ તે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તે રડી રડીને બેહાલ બની ગઈ હતી. તેનું કહેવું હતું કે જો ચોરી જ કરવી હતી તો કરીને જતાં રહેતા, પણ મારી બહેનને કેમ મારી.

અમને Facebook અને Twitter પર ફોલો કરો.