મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બ્લૂ રંગની વેગેનાર કાર આજે ગુરુવારે દિલ્હી સચિવાલયની બહારથી ચોરાઇ ગઇ છે. રાજકારણમાં આવ્યા પહેલા કેજરીવાલ આ કારનો ઉપયોગ કરતા હતાં. 

કેજરીવાલની કાર ચોરાવા મામલે દિલ્હીના આઇપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કારનો ઉપયોગ હવે કેજરીવાલ નહીં પણ આમ આદમી પાર્ટીનાના મીડિયા સંયોજક વંદના સિંહ કરતા હતાં. વંદના સિંહે આ કાર ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. એવી પણ ચર્ચા છે કે આ કાર આમ આદમી પાર્ટીના કાર્યકર કુંદન શર્માએ અરવિંદ કેજરીવાલને ભેટમાં આપી હતી.