મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રક્ષા મંત્રાલયની વેબસાઈટને કોઈએ હેક કરી લીધી છે. વેબસાઈટના હોમ પેજ પર ચીની અક્ષર દેખાઈ રહ્યો છે. વેબસાઈટને ઓપન કરતા અંગ્રેજીમાં મિનિસ્ટ્રી ઓફ ડીફેન્સ અને હિન્દીમાં રક્ષા મંત્રાલય લખેલું દેખાય છે. પેજ ખોલવામાં પણ ઘણો સમય લાગી રહ્યો છે. જોકે પેજ ખુલતા જ એરર આવે છે અને તેની સાથે એક મેસેજ ફણ આવે છે કે મહેરબાની કરી થોડી વાર પછી ફરી પ્રયાસ કરો.

આપને જણાવી દઈએ કે, ભારતીય રક્ષા મંત્રાલયની વેબસાઈટ https://mod.gov.in છે. શુક્રવારે સાંજે અંદાજીત 4.30 કલાકે રક્ષા મંત્રાલયની વેબસાઈટ હેક થવાના સમાચાર સામે આવ્યા છે. એએઆઈની રિપોર્ટ આધારે વેબસાઈટ પર ચીની કેરેક્ટર દેખાઈ રહ્યા છે. તેવામાં અલગ અલગ આશંકાઓ ચર્ચાઈ રહી છે. જોકે હજુ સુધી તે સાફ નથી થઈ શક્યું કે તેની પાછળ કોણ જવાબદાર છે.

દરમિયાન, રક્ષા મંત્રી નિર્મલા સીતારામનએ ટ્વીટ કરીને કહ્યું કે એમઓડી વેબસાઈટના મામલા અંગે લખ્યું કે યોગ્ય કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.