પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-81) મહંમદે યુસુફ અને પરવેઝના નામનો ઉલ્લેખ કરતા ડીઆઈજીએ સિન્હાએ મહંમદની પાછળ બેઠેલા યુસુફ અને પરવેઝના ચહેરા જોવા માટે પોતની ડોક સહેજ ઉંચી કરી તેમની સામે જોયુ, પરવેઝ નીચે જોઈ ગયો, પણ યુસુફ સિન્હા સામે જ જોઈ રહ્યા હતો. નવ વર્ષ પહેલા જયારે યુસુફ ક્રાઈમ બ્રાન્ચ આવ્યો ત્યારે તેની આંખોમાં ડર અને નરમાશ હતી તે જેલના નવ વર્ષ બાદ જરા પણ રહી ન્હોતી. સિન્હાને તેની નજરમાં રહેલી અકડાઈ ખટકી તેમણે જમણા હાથમી પહેલી આંગળીના ઈશારે યુસુફને આગળ આવવવા કહ્યુ, યુસુફ પલાઠીવાળી બેઠો હતો, તેણે ઉભા થઈ આગળ આવવાને બદલે પોતાના હાથમાં બંન્ને પંજા જમીન તરફ દબાવી પોતાની શરીરને ઉપર કર્યુ અને તે આગળ તરફ ખસ્યો તે હવે મહંમદની લાઈનમાં આવી બેઠો, સિન્હાએ બેરેકના દરવાજાની બહાર ઉભા રહેલા પોલીસવાળા છે કે નહીં તેની ખાતરી કરી દરવાજા તરફ જીણી આંખો કરી જોયુ અને પછી યુસુફ સામે જોતા કહ્યુ બોલ યુસુફ તે એવી તો કઈ વાત કરી કે તમે સુરંગ ખોદ્યા પછી ભાગવાનો પ્લાન પડતો મુક્યો. યુસુફે પોતાના પગના અંગુઠા તરફ જોયુ અને જમણા હાથથી પગના અંગુઠાને સ્પર્શ કર્યો અને પછી એકદમ સિન્હા તરફ જોતા ગુસ્સામાં કહ્યુ સર મેં જેલ સે બહાર નિકલ જાતા તો બહાર આકે સબસે પહેલે આપકી મર્ડર કરનેવાલા થાં, સિન્હા પોતાની ખુરશીમાં એકદમ પાછા ખસી ગયા, એક ક્ષણ માટે તેમને ડર લાગી ગયો કે કયાંક આ આઠે મળી બેરેકમાં જ તેમનું ગળુ દબાવી દેશો તો.. તેમણે તમામની આંખોમાં જોયુ પણ તે બધા યુસુફ સામે જોઈ રહ્યા હતા, પણ ખુન કરવાની વાત કરનાર યુસુફની આંખમાં એકદમ ઝળઝળીયા આવી ગયા, તેણે પોતાના શર્ટની બાયથી આંખોના આંસુ લુંછયા, તેણે સિન્હાની આંખોમાં જોતા પુછ્યુ સાહબ આપ કો ભી એક બેટી હૈના.. સિન્હા અંદરથી હલી ગયા, તેમને સમજાયુ નહીં કે યુસુફ  કેમ પુછી રહ્યો છે, પણ સિન્હા જવાબ આપે તેની પરવા કર્યા વગર યુસુફે પોતાની વાત કહેતા કહ્યુ સર મેરી ભી એક બેટી હૈ, આપને મુઝે પકડા તભી વો પૈદા હુઈથી, ફરી તેની આંખ ભીની થઈ.

પોતાની આંખો સાફ કરતા તેણે પાછા વળી પરવેઝ તરફ જોયુ અને સિન્હાને પુછ્યુ સર તમને ખબર છે આ પરવેઝની ઘરની હાલત શુ છે, સિન્હા જાણે કોર્ટના પાંજરામાં ઉભા થાય તેવુ લાગ્યુ, પરવેઝની આંખમાં દડદડ આંસુ પડયા, યુસુફે કહ્યુ તે જેલમાં હતો ત્યારે તેની નાની બહેનના લગ્ન થઈ ગયા, તેની મા પાસે દિકરીના લગ્ન માટે પૈસા ન્હોતા, તેણે પોતાનું ઘર ગીરવે મુકી દેવુ પડ્યુ. યુસુફે બાજુમા બેઠાલા મહંમદના ખભે હાથ મુકતા કહ્યુ સર તમારા માટે અને તમારી સરકાર માટે આ માણસ આતંકવાદી હોઈ શકે છે, પણ તેમણે મારા અને પરવેઝ માટે જે કઈ કર્યુ તેવુ તો સગોભાઈ પણ કરી શકે નહીં, સર તમને ખબર છે કે મહંમદભાઈ અને તેમના આ સાથીઓ આજ સુધી એક પણ વખત જામીન અરજી મુકી નથી, પણ મહંમદભાઈએ મારી અને પરવેઝ માટે સુપ્રીમ કોર્ટ સુધી જામીન મુકયા, પણ તમારી કોર્ટો પણ તમારા જેવી બંધ મગજની છે, અમારી કોઈ વાત જ સાંભળા તૈયાર નથી, મહંમદે યુસુફનો ગુસ્સો શાંત કરવા તેના પગ ઉપર હાથ મુકયો, યુસુફે મહંમદના હાથ ઉપર હાથ ઉપર હાથ મુકતા કહ્યુ મેજર આજે તમે મને બોલવા દો, મે નવ નવ વર્ષથી મારો ગુસ્સો દબાવી રાખ્યો હતો, સાહેબ એક વખત તમે મારી અને પરવેઝની આંખોમાં આંખ મીલાવી કહો, અમદાવાદમાં બ્લાસ્ટ થયા તેમાં અમારો કોઈ વાંક ગુનો હતો.

સિન્હા સ્તબ્ધ થઈ ગયા તેઓ જયારે મુંઝાઈ જાય ત્યારે તેઓ પોતાના હાથના અંગુઠાને આંગળી ઉપર ફેરવવા લાગે, આજે તેવુ જ કરી રહ્યા હતા, સિન્હાએ ફરી વખત બેરેકના દરવાજા તરફ જોયુ, તેમને લાગ્યુ કે યુસુફ જે બોલી રહ્યો છે તે કોઈ સાંભળે નહીં તો સારૂ. મહંમદે યુસુફના ખભે હાથ મુકયો અને સિન્હા સામે જોતા કહ્યુ સર યુસુફ અને પરવેઝ કે લીયે હીં હમને ભાગને કા પ્લાન બનાયા થાં, જીસ દિન હમ પકડે ગયા તભી હમે માલુમ થાં કી હમે ફાંસી સે કમ કોહી સજા હો નહીં શકતી, હમને જો કીયા વો ગુનાહ ભી કમ નહીં થાં, લેકીન આજ ભી હમ માનતે હૈ કી હમને જો કીયા વહ સહી થા, પછી તેણે એક શ્વાસ લીધો અને પરવેઝ અને યુસુફ સામે જોતા કહ્યુ સર યહ દો બચ્ચે કા કયા કસુર થા, ક્યો આપને ઉન્હે હમારે સાથે જેલ મેં ડાલ દીયા, સિન્હાને લાગ્યુ કે તે પોતાની નજર નીચી કરશે તો તેને અર્થ અલગ કાઢવામાં આવશે, તે પણ મહંમદની આંખોમાં જોઈ રહ્યા હતા, તેમને આજે મહંમદની આંખમાં જોવા માટે હિમંત જાળવી રાખવી પડતી હતી. મહંમદે કહ્યુ સર જબ પહેલી દિન મૈને યહ બચ્ચો કો દેખા મેરા સીના રોને લગા, હમારી સજા આપને ઈન માસુમો કો દેદી, એકબાર ઈનકી જમાનત હો જાતી, તો ઠીક થાં લેકીન મેં ઉનકે લીયે વો ભી નહી કર પાયા.. મહંમદના ચહેરા ઉપર અફસોસનો ભાવ આવ્યા, તે થોડી વખત નીચી નજર સાથે બેઠો અને પછી પોતાના સાથીઓ સામે જોતા કહ્યુ દેખો સાબ હમારે મેસે કોઈ થકા નહીં કોઈ હારા નહીં, હમ ભાગને વાલો મેંસે નહીં હૈ, હમ તો મારને-મરને વાલે હે, હમ તો જૈહાદી હૈ, સિન્હાને મહંમદ અને તેના સાથીઓના ગજબના આત્મવિશ્વાસનો પહેલી વખત ડર લાગી રહ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ કરતા એકમદ ઉલટો સીન હતો ક્રાઈમ બ્રાન્ચમાં સિન્હા બોલતા હતા બાકીના સાંભળતા હતા આજે જેલમાં કેદીઓ બોલી રહ્યા હતા અને સિન્હા સાંભળી રહ્યા હતા. મહંમદે એકદમ ધીમા અવાજે કહ્યુ સર મેં જબ કોર્ટે મેં હાર ગયા અને યુસુફ અને પરવેઝ કો બહાર નહીં નિકલા પાયા તબ મેને જીંદગી મેં પહેલી બાર અપને આપકો કમજોર પાયા, મેં પ્રેકટીસીંગ લોયર થાં, કઈ કેસ જીતા કઈ હારા , લેકીન મેં પહેલી બાર અપને ખુદ કા કેસ હાર રહા થાં, હાર મુઝે મંજુર નહીં થી, જેલ સે બહાર નિકલને કા પુરા પ્લાન મેરા હી થા, સુરંગ ખોદ કે હમ ભાગ શકે ઈસીલીયે સભી ઈતઝામ મેંને હીં કીયા , હમે જેલ કે બહાર નિકલના થા, સીર્ફ ઔર સીર્ફ પરવેઝ ઔર યુસુફ કે લીયે પછી ઉંડો શ્વાસ છોડતા કહ્યુ સર કુછ કમજોર દીખને વાલે ઈન્સાન અંદર સે કીતને તાકાતવર હોતે હે આપકા કભી ભી સમજ મેં નહીં આયેગા, મહંમદે પરવેઝને આગળ બોલાવ્યો, મહંમદની જમણી તરફ યુસુફ અને ડાબી તરફ પરવેઝ હતો, તેણે બંન્નેના ખભે હાથ મુકતા કહ્યા, સર યહ બચ્ચે બડે બહાદુર ઔર નેક ઈન્સાન હૈ, લેકીન આપ ઉન્હે પહેચાન નહીં પાયે સુરંગ કે હમ બહાર નિકલ જાતે તો આપ ક્યા આપકી સીબીઆઈ ભી હમે ઢુંઢ નહીં પાતી, લેકીન આજ હમ આપકે સામને સિર્ફ ઈન્કે કારણ હૈ, સિન્હાએ પરવેઝ અને યુસુફ સામે જોયુ.  (ક્રમશ:)

દીવાલ ભાગ 80: બેરેકમાં DIG સિન્હા ખુરશી નાખી બેઠા, તેમની સામે મહંમદ જમીન ઉપર બેઠો હતો

(આવતીકાલ સોમવારે પ્રસ્તુત થશે ‘દીવાલ’ શ્રેણીનો છેલ્લો ભાગ)