પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-79): ડીઆઈજી હરીશ સિન્હાને પ્રમોશન મળી ગયું હતું, તેઓ હવે એસપીમાંથી ડીઆઈજી થઈ ગયા હતા, તેમનું પોસ્ટીંગ ગુજરાત ઈન્ટેલીઝન્સ બ્યૂરોના ડીઆઈજી તરીકે થઈ ગયું હતું, જો કે સમયની સાથે ઘણુ બદલાયુ હતુ, પણ તેમની સીગરેટ પીવાની આદતમાં કોઈ ફેરફાર થયો ન્હોતો. તેમને મુડ ના હોય તો પણ સીગરેટ પીવે અને મુડ હોય તો પણ સીગરેટ પીવી પડતી હતી. આમ તેમને સીગરેટ પીવા માટે કોઈક બહાનું જોઈતુ હતું. સિન્હાની દીકરી પણ હવે મોટી થઈ ગઈ હતી, તે પણ પોતાના પપ્પાને સીગરેટ પીતા જુવે એટલે ટોકતી હતી. દીકરી જ્યારે તેમને વઢતી ત્યારે તેમને મનમાં તો સારૂ લાગતુ હતું. છતાં સીગરેટ છૂટતી ન્હોતી. હવે સિન્હાને વાંચવાના નંબર પણ આવી ગયા હતા અને માથામાં હવે ધોળા વાળ દર્શન આપી રહ્યા હતા. લાંબા સમયથી જિલ્લામાં ડીએસપી અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રહ્યા હતા જેના કારણે ખુબ દોડધામ રહેતી હવે પ્રમોશન પછી આઈબીમાં પોસ્ટીંગ મળ્યુ તેના કારણે જીંદગી દસથી છના ટકોરે ચાલતી હતી. તે દિવસે પણ જમણા હાથમાં સળગતી સીગરેટ હતી અને આંખ ઉપર ચશ્મા લગાવી, સિન્હા પોતાના ટેબલ ઉપર પડેલી ફાઈલ વાંચી રહ્યા હતા, આખા રાજ્યમાંથી આવતા ઈનપુટ ઉપર એક નજર કરી લેવી જરૂરી હતી.

ઈનપુટમાં ખાસ કાંઈ ન્હોતુ, સરકાર સામેના આંદોલન અને ધરણા સહિત વિવિધ વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાણકારી હતી, છતાં તમામ ઈનપુટ વાંચી ફાઈલ ઉપર નોંધ કરવી જરૂરી હતી.

સિન્હા ફાઈલ વાંચી રહ્યા હતા ત્યારે જ તેમના મોબાઈલ ફોન ઉપર રીંગ વાગી, તેમનો ફોન તેમના ટેબલ ઉપર પડયો હતો, ફોનની સ્ક્રીન તેમની આંખ સામે હતો તેના કારણે તેમણે રિંગ વાગતા સ્ક્રીન ઉપર નજર કરી સ્ક્રીન ઉપર વસાવા નામ બ્લીન્ક થયું, તેઓ વિચાર કરવા લાગ્યા કોણ વસાવા હશે, જો કે યાદ આવ્યુ નહીં, તેમણે પોતાની હાથમાં રહેલી સળગતી સીગરેટ એશટ્રેની કોર્નર ઉપર મુકી જમણાં હાથે ફોન લીધો. ફોન ઉપાડતા સામેથી અવાજ સંભાળાયો જયહિન્દ સર સાબરમતી જેલથી સુપ્રીટેન્ડન્ટ વસાવા બોલુ છું, સિન્હાએ તેમને જયહિન્દ કહેતા વસાવા કહ્યું સર એક ગરબડ થઈ છે, સિન્હાએ ગરબડ સાંભળતા તેમની આંખની ભવરો સંકોચાઈ, સિન્હા પુછ્યું શું થયું વસાવા અને ત્યાર પછી વસાવા શું બન્યુ તે કહેતા ગયા અને સિન્હા પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. તેમનો ફોન ચાલુ હતો ત્યારે એશટ્રેના કોર્નર ઉપર સળગી રહેલી સીગરેટ ઓલવી નાખી હતી, તેમણે બેલ માર્યો અને વાત સાંભળતા સાંભળતા રૂમમાં આવેલા પોલીસવાળાને કહ્યું ગાડી લગાવો. સિન્હાએ વસાવાને કહ્યું હું તરત નિકળી છું, આવું છું, સાબરમતી જેલ ઉપર, સિન્હા ઝડપભેર પોતાની ઓફિસની બહાર નિકળ્યા, તેમની ઓફિસ ગાંધીનગર પોલીસ ભવનમાં હતી, તેમને અમદાવાદ સાબરમતી જેલ જવાનું હતું, તે પોતાના પાંચમાં માળની ઓફિસમાંથી નીકળી લીફટ લેવા માટે લીફટ પાસે આવ્યા, તેમણે લીફટ કોલીંગ બટન દબાવ્યું પણ લીફટ હજી ગ્રાઉન્ડ ફલોર ઉપર ઉભી હતી, એક ક્ષણ વિચાર કર્યો અને તેઓ સીડી તરફ જઈ નીચે જવા માટે સીડી ઉતરવા લાગ્યા, તેમની પાછળ રહેલા કમાન્ડોને આશ્ચર્ય થયું, તેમને ખબર ન્હોતી કે શું બન્યું છે, સાહેબ કેમ સીડીઓ ઉતરી જઈ રહ્યા છે. સિન્હા નીચે આવ્યા ત્યારે તેમની કાર પોર્ચમાં લાગી ગઈ હતી, કમાન્ડો દોડી દરવાજો ખોલે તે પહેલા સિન્હાએ જાતે જ દરવાજો ખોલ્યો અને કારમાં બેસતા ડ્રાઈવરને કહ્યું સાબરમતી જેલ લઈ લો, કમાન્ડો ડ્રાઈવરની બાજુની સીટમાં બેસી ગયો, કાર ગાંધીનગરની બહાર નિકળવા માટે દોડવા લાગી, સિન્હા નવ વર્ષ પહેલાની ઘટના યાદ કરી રહ્યા હતા, નવ વર્ષ પહેલા તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હતા ત્યારે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને તેમણે કેસને ડીટેકટ કર્યો હતો, પછી તો અનેક વખત તેઓ જેલમાં ચાલતી ખાસ કોર્ટમાં કેસની મુદ્દતમાં પણ જતા હતા, ત્યારે તેઓ મહંમદ અને બીજા કેદીઓ મળતા હતા, સિન્હા વિચારી રહ્યા હતા કે જ્યારે કોર્ટમાં બ્લાસ્ટના આરોપી મળતા ત્યારે તેમને તેવું લાગતું ન્હોતું કે તેઓ સુરંગ ખોદવા સુધીનું કામ કરી શકે તેમ છે, સાબરમતી જેલમાં સુરંગ કેવી રીતે ખોદાઈ હશે અને સુરંગ ખોદાઈ તો પણ જેલના અધિકારીઓને કેમ ખબર પડી નહીં તે તેમને સમજાતુ ન્હોતુ, તેમની કાર હવે ઈન્દ્રોડા સર્કલ વટાવી હાઈવે ઉપર દોડી રહી હતી, ડ્રાઈવરને કારણ ખબર ન્હોતી, પણ સાહેબ ઉતાવળમાં છે એટલી તેને ખબર હતી જેના કારણે કારની સ્પીડ એકસો દસની હતી, પણ કારની સ્પીડ કરતા સિન્હાના વિચારો બમણાવેગથી દોડી રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે રોજ તો અમદાવાદ તરત આવી જાય છે, પણ જાણે આજે ગાંધીનગરથી અમદાવાદનો રસ્તો લાંબો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું. 

સિન્હાની કાર કોબાથી હાઈવેથી વિસત પેટ્રોલ પંપથી ડાબી તરફ સાબરમતી તરફ અમદાવાદ શહેરમાં પ્રવેશી હતી, અમદાવાદ શહેરમાં તમે ગમે ત્યારે પ્રવેશ કરો ટ્રાફિક તો નડતો જ હતો, કારની સ્પીડ ઓછી થતાં સિન્હાએ કારના કાચની બહાર જોયું, ટ્રાફિક જોતા તેમને ચીડ આવી, તેમણે ડ્રાઈવરને કહ્યું સાયરન સ્ટાર્ટ કરો, ડ્રાઈવરને આશ્ચર્ય થયું કારણ સિન્હા સાહેબે આ પહેલા ગમે એટલો ટ્રાફિક હોય તો પણ સાયરન ચાલુ કરવાનું કહ્યું ન્હોતું, ડ્રાઈવરે સાયરન ચાલુ કરી, એટલે તરત તેમની કાર આગળના વાહનો ડાબી તરફ હટવા લાગ્યા, સિન્હાએ કારના આગળના કાચમાંથી જોઈ રહ્યા હતા, તેમણે એકાદ બે સિનિયર પોલીસ અધિકારીઓને પણ જેલમાં સુરંગની ઘટના થઈ હોવાની જાણકારી આપી હતી, કાર ચિમનભાઈ પટેલ બ્રીજ ઉપરથી નિકળી સુભાષબ્રીજ સર્કલથી ડાબી તરફ વળી, જેલમાં અધિકારીઓ ડાબી તરફ એક ખાસ ગેટ હતો, કારની સાયરન ચાલુ હોવાને કારણે ગેટ ઉપર રહેલો જમાદાર સાવધાન થઈ ગયો, જેવી સિન્હાની કાર પસાર થઈ તેની સાથે તેણે સલામી આપી અને એકાદ મિનિટમાં સિન્હાની કાર સાબરમતી જેલના મુખ્યદરવાજા ઉપર આવી ઊભી રહી. 

સિન્હા સાહેબ આવે છે તેવી જાણકારી હોવાને કારણે તેમને લેવા માટે જેલર પંડયા બહાર જ ઊભા હતા, સિન્હા કારમાંથી ઉતરતા જ જેલર પંડયાએ સલામ કરી, પંડયાના ચહેરા ઉપર ચિંતા હતી, સિન્હાએ પંડયા સાથે વાત કરવા માટે તેમની નેઈમ પ્લેટ વાંચી, પંડયાએ સલામ કરતા જેલના ગેટ ઉપર રહેલા સીપાઈએ સિન્હા અને પંડયા માટે ગેટ ખોલી નાખ્યો, સિન્હાએ પુછ્યું પંડયા આપણને ક્યારે ખબર પડી કે સુરંગ ખોદાઈ છે, સિન્હા ચાલતા ચાલતા પંડયાને બધા સવાલ પુછી રહ્યા હતા. સિન્હાની ચાલવાની ઝડપ એટલી હતી કે પંડયાને રીતસર દોડવુ પડતું હતું, જેલમાં દાખલ થયા પછી પંડયા તેમને જ્યાં બ્લાસ્ટ એકયુઝ હતા તે બેરેક તરફ ગયા હતા, સિન્હા ત્યાં આવી પહોંચતા ત્યાં હાજર બધા અધિકારીઓએ તેમને સલામ કરી, સિન્હાએ બેરેકમાં જઈ જોયું તો મહંમદ સહિત તેના બધા સાથીઓના હાથમાં હાથકડી બાંધી દેવામાં આવી હતી બધા જમીન ઉપર બેઠા હતા, સિન્હાનું માથુ ગુસ્સાથી ફાટી રહ્યું હતું. તેમણે સુપ્રીટેન્ડન્ટ વસાવા સામે જોયું, વસાવાએ કહ્યું સર બેરેકની પાછળ સુરંગ ખોદાઈ છે, સિન્હાએ મહંમદ સામે જોયું તેણે નજર નીચી કરી લીધી, નવ વર્ષ પહેલા પણ મહંમદ પકડાયો ત્યારે તેણે સિન્હા સામે નજર નીચી ન્હોતી કરી, વસાવાએ મહંમદ તરફ ઈશારો કરતા કહ્યું સર તે કહે છે કે હું વાત કરીશ તો સિન્હા સાહેબ સાથે જ કરીશ માટે મેં તમને બોલાવ્યા...

(ક્રમશ:)

દીવાલઃ ભાગ-78: વસાવા એકમદ બરાડ્યા તમારા બાપ આવ્યા છે, તમીઝ પણ નથી ઉભા થવાની? ઉભા થાવ