પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-55): ડીસીપી માટે સૌથી મોટો સવાલ હતો કે અમદાવાદમાં બ્લાસ્ટ કરવા માટે બોમ્બ કયાંથી આવ્યા હતા, જ્યારે ડીસીપીએ દાનીશને આ સવાલ પુછયો ત્યારે દાનીશે કહ્યું સર હમે આખીર તક પુરા પ્લાના માલુમ નહી થા, જબ મુઝે કામ સોંપા ગયા કે સાયકલો કા ઈંતઝામ કરો, તબ ભી મુઝે સાયકલ્સ ક્યું ચોહીયે યહ બતાયા નહીં થા, મેને મેજર કો પુછા થા, સાયકલ્સ કા કયા કરના હૈ, તબ વહ હસને લગે ઔર કહા હમ સાયકલ રેસ કરને વાલે હૈ, મહંમદભાઈને મુઝે એક બાર બોલ દીયા થા, જીસકો જીતના જાનના જરૂરી હો, ઉતની હી બાત ઉસકો જાનની ચાહીયે, સર મતલબ સાફ થા કી મુઝે જ્યાદા સવાલ પુછને નહીં ચાહીયે. હમ જબ એક હપ્તે પહેલે અહમદાવાદ આયે થે તબ મહંમદભાઈ હમ સભી કો યાકુબનગર લેકે ગયે, હમારે ખાને કા ઈંતઝામ બહાર હો જાતા થા, સિન્હા અકળાયા તેમણે પુછ્યું અરે બોમ્બ કહા સે આયે યહ બતાઓ, દાનીશે કહ્યું સર વહી બાત બતાને જા રહા થા, બ્લાસ્ટ કે તીન દિન પહેલે યાકુબનગરમે તીન લોગ આયે થે... પછી યાદ કરી કહ્યું એક નામ નરૂ, દુસરે કા નામ સલીમ ઔર તીસરા હાફીઝ થા. યહ તીનો દો કાર લેકે આયે થે, કાર છોડકર નુરૂ ઓર સલીમ ચલે ગયે થે. હાફીઝ હમારે સાથ થા, ઉસકે સાથ બડા થેલા લેકર આયા થા, હાફીઝ હમસે બાત નહીં કરતા થા, વહ સીર્ફ મેજર સે બાત કરતા થા, આને કે બાદ હાફીઝને આપના કામ શરૂ કીયા ઉસકે થેલે મેં લકડે બોકસ, વાયર, છરે, ખીલ્લીયા, ઘડી ઔર કોઈ કાલા પાવડર થા, હાફીઝ દો દિન તક બોકસ મેં હર ચીજ ફીટ કર રહા થા, હમે સમજમે નહીં આ રહા થા કી હાફીઝ ક્યા કર રહા હૈ. હાફીઝ ઘર કે બહાર ભી નહીં જાતા થા, મેજર ઉસકા ખાના રૂમ પે લેકર આતે થે.

બ્લાસ્ટ કે એક દિન પહલે મેજર હમ સબકો લેકર બહાર નીકલે હાફીઝ ભી હમારે સાથ થા, હમ નદી પે ગયે મુઝે ઉસકા નામ યાદ નહીં લેકીન કાફી સુમસામ જગાહ થી, હમ સબકો કિનારે ખડે રખકર હાફીઝ દુર તક ગયા ઔર વાપીસ આકર ખડા રહા, પાંચ મિનિટ કે બાદ બડા ધમાકા હુવા હાફીજ ઔર મહંમદ બડે ખુશ હુએ. મેજરને તબ હમે બતાયા કી બોમ્બ તૈયાર હૈ, કલ હમ બ્લાસ્ટ કરેંગે, દુસરે દિન સુબહ નુરૂ ઔર સલીમ આયે ઉનકે પાસ ગેસ કે છોટે સીલીન્ડર થે, હાફીઝને દોનો સીલેન્ડર ઔર બોમ્બ કા બોકસ વો લાયે થે વહ કાર કિ ડીક્કી મેં ફીટ કિયા ઔર ઉનકો કહા અબ તુમ રવાના હો જાઓ. મુઝે પતા નહીં વો કહા ગયે, ઉસી દિન સુબહ હાફીઝ ભી સામાન મેજર કો સોંપકર ચલા ગયા. દોપહર કો હમ સબ શહર જાને કે લીયે નીકલે રિક્ષા મેં કાલુપુર પહોંચે વહા હમને સાઈકલે રખી થી. સાયકલો કે કેરિયર મે હમને કપડે કિ એક થેલીમે એક એક બોમ્બ રખા, ઔર સાયકલ્સ કો લેકર હમ અલગ અલગ જગાહ પે રખ આયે, મેજર ને બતાયા થા પાંચ બજે તક કામ ખતમ હો જાના ચાહીયે વરના આપ ભી જન્નતનશીન હો જાઓગે. સાયકલ છોડને કે બાદ હમે મેજર કો ફોન કરના થા, ઉસ દિન કે લીયે મેજરને હમે એક નયા સીમકાર્ડ દિયા થા, પાંચ બજે તક હમને હમારા કામ પુરા કિયા, હમને જબ સાયકલે છોડ દી ઔર મેજર કો ફોન કરકે બતાયા કી કામ હો ગયા તો, ઉન્હોને કહા અબ સીધે અહમદાવાદ રેલવે સ્ટેશન આ જાઓ, હમે અહમદાબાદ છોડના હૈ, કહાં જાના હૈ યહ પતા નહીં થા, હમ રેલવે સ્ટેશન પહોંચે, મેજર વહા હમારી ટીકીટ લેકે ખડે થે, ઉન્હોને કહા હમ યહા સે નીકલ જાતે હૈ, હમ ટ્રેન મે બેંઠને વાલેથે તભી હમને સ્ટેશન કે ટીવી પે દેખા કે અહમદાબાદ મેં સિરિયલ બ્લાસ્ટ હુવે... દાનીશ કોઈ ફિલ્મની કહાની કહેતો હોય એટલી સ્વસ્થતાથી આખી વાત કરી રહ્યો હતો. સિન્હાએ જોયું કે જ્યારે દાનીશે પોતાની વાત પુરી કરી ત્યારે તેમણે પોતાના મનમાં ચાલી રહેલા સવાલને તેની સામે મુકતા કહ્યું દાનીશ યહ બતાઓ આપ પાંચ લોગ સાઈકલ રખને ગયે, લેકીન સાયકલ તો બીસથી પાંચ લોગોને હીં સભી સાઈકલે રખી, દાનીશ હસવા લાગ્યો તેણે કહ્યું નહીં સાબ હમ સુપરમેન નહીં હૈ, સિટી મેં સાયકલ છોડને મે ગયા થા મેને તો તીન સાઈકલે બારી બારી રખી, બાકી કે એરીયા મેં જાને કે લીયે ટેમ્પો કા ઈંતઝામ થા, વહ કીસને કિયા મુઝે પતા નહીં. 

સિન્હાએ પુછ્યું ઠીક ફિર કયા હુવા, દાનીશે કહ્યું સર મેં ઔર ચાંદ મુંબઈ હોકર હૈદરાબાદ ગયે, મેજર અને યુનુસ ભોપલા ચલે ગયે, રિયાઝ-અબુ ભી કેરળ પહોંચ ગયે. મેજરને હમે કહા થા, અબ હમ કીસી સે ફોન પે બાત નહીં કરેંગે ઈસીલીયે હમને કીસી સે બાત કી નહીં સચ પુછો તો હમારે પાસ ચાંદ કો છોડકર કીસી કા નંબરથી ભી નહીં થા. મેજર સાબ કા ભી નહીં, સિન્હાએ પુછ્યું આપ કો કભી ડર લગા કી પકડે જાયેંગે. તરત જ દાનીશે કહ્યું નહીં સર હમે મેજર પે ભરોસા થા, મેજરને બતાયા કે હિન્દુસ્તાન કી નહીં, ફોરેન કી પુલીસ ભી ભારત આ જાયે તો ભી હમારે તક પહુંચ નહીં પાયેગી. સિન્હા હસ્યા અને મનોમન બબડયા, સભી એકયુઝ યહી માનતે હૈ, સિન્હા અને જાડેજા ચાર કલાકથી દાનીશને સાંભળી રહ્યા હતા. તેમનું મન સુન્ન થઈ ગયુ હતુ, દાનીશ આપકો કભી પછતાવા હુવા સિન્હાએ પુછ્યું, દાનીશ વિચાર કરવા લાગ્યો અને કહ્યુ સચ બતાઉ, શાયદ 2002 કે દંગો કા વીડિયો નહીં દેખા હોતા તો પછતાવા હોતા, લેકીન આજ ભી મેં માનતા હું કિ હમને જેહાદ કે લીયે જો ભી કિયા વહ સહી કિયા.

સિન્હાએ થોડા આગળ વળી પુછ્યું લેકીન અબ તુમ્હારા કયાં હોગા ઉસકે બારે મેં સોચા હૈ. દાનિશ હસવા લાગ્યો, દાનીશને હસતો જોઈ જાડેજાને ગુસ્સો આવ્યો તેણે તેની પીઢમાં જોરથી એક મુક્કો મારી દીધો. જાડેજાના આવા વર્તનથી સિન્હાને પણ આશ્ચર્ય થયું, તેમણે જાડેજાનો હાથ પકડી લેતા માથુ હલાવી રોકયા. દાનીશને કળ વળી એટલે તે સીધો થયો, તેણે કહ્યું મેજર સાહબ વકિલ હૈ, ઉન્હોને બતાયા થા કી અબ હમે ફાંસી સે કમ કુછ નહીં હો શકતા. દાનીશે સિન્હાની આંખોમાં જોયું અને કહ્યું સર આપ અપના કામ કીજીયે, આપ સે હમારી કોઈ નારાજગી નહીં. આપ સરકારી અફસર હૈ, આપ કી સરકાર બોલેગી વહીં આપ કરોંગે, કભી હમારે નઝરીયે સે આપ નહીં દેખોગે, અગર 2002 મેં હમારે કોમ કો બચાને કી આપકી પુલીસને કોશીશ ભી કી હોતી તો આજ હમ આપકે સામને નહીં હોતે. દાનીશના ચહેરા ઉપર ત્યારે પહેલી વખત અફસોસ દેખાયો... સિન્હા વિચાર કરવા લાગ્યા, આ બધા માત્ર ધાર્મિક ઝનુની નથી, પણ તેમણે જે કર્યું છે તે સમજી વિચારી અને માનસીક સ્પષ્ટતા સાથે કર્યું છે.

(ક્રમશ:)

દીવાલ ભાગ-54: આતંકીઓની પહેલી મિટિંગ હૈદરાબાદમાં થઈ જ્યાં તેમને ગુજરાતના 2002ના રમખાણોનો વીડિયો બતાવાયો