પ્રશાંત દયાળ (દીવાલ ભાગ-54): ચાંદ પછી માનસીક રીતે દાનીશ પણ તુટી ગયો હતો, યુસુફે તેને ઓળખી બતાડયો અને બોમ્બ પ્લાન્ટ કરવા માટે તમામા સાયકલોની વ્યવસ્થા દાનીશે જ કરી હોવાની તેણે કબુલાત કરી લીધી હતી. ડીસીપી સિન્હાએ યુસુફને પાછો જાડેજાની ઓફિસમાં મોકલી દીધો, હવે ડીસીપી સિન્હાની ઓફિસમાં અને દાનીશ જમીન ઉપર પલાઠી વાળી બેઠો હતો અને તેની બન્ને તરફ ખુરશી નાખી સિન્હા અને જાડેજા બેઠા હતા. સિન્હાના હાથમાં નાની લાકડી હતી, સિન્હાએ તેને તમાચો એટલો કચકચાવી માર્યો કે તેના મોંઢામાંથી લોહી નિકળી ગયું હતું. તેને મોંઢુ સાફ કરાવી બેસાડયો, તેની પુછપરછ કરતા પહેલા સિન્હાએ ત્રણ કોફી મંગાવી, દાનીશ ના પાડતો હતો છતાં તેને કોફી પીવડાવી પછી સિન્હાએ પુછપરછનો દૌર શરૂ કર્યો હતો. દાનીશને કહ્યું સાબ મેં હૈદરાબાદ મે એસ્ટેટ બ્રોકર કા કામ કરતા હું, ઘર મેં બીબી, ચાર બચ્ચે ઔર માં હૈ, જમાત કે કામ કે લીયે આના જાના હોતા થા, મેં પીછલે પાંચ સાલ સે નસીરૂદ્દીન સાહબ કો જાનતા હું, વો ઈસ્લામ પઢાતે થે, ઉન્હોને ઉસકે પહેલી કભી ઈસ્લામ કે સિવા કોઈ બાત નહીં કી લેકીન છહ મહિને પહેલે ઉન્હોને હમે બુલાયા થા, તબ મેં પહેલીબાર મહંમદભાઈ ઔર યુનુસભાઈ કો મીલા થા... સિન્હાએ તેને અટકાવતા પોતાના ટેબલ ઉપરથી ડાયરી પેન લીધા, અને કઈક નોંધ કર્યા પછી પુછ્યું મિટિંગ મેં કૌન કૌન થા સર પહેલી બાર મિટિંગ હુઈ તબ તો હમ તીન લોગ હી થે. ઈસ મિટિંગ મેં નસીરૂદીન સાહબને બોલા ગુજરાત મેં 2002 હમારે ભાઈઓ કો કાફી સહના પડા થા, હમારી કોમ પે જુલ્મ હુવા થા, હમે હમારી કોમ કે લીયે કુછ કરના પડેગા. મેં માનતા થા કે નસીરૂદ્દીન સાહબ હમારી કોમ કે લોગો કે લીયે ચંદા ઈકઠ્ઠા કરના ચાહતે હૈ, મેંને કહા, આપ હુકુમ કરો. હાંલાકી ઉસ દિન ઉન્હોને જ્યાદા કોઈ બાત કી નહીં, પંદરા દિન કે બાદ હમે ફીર બુલાયા તબ મેં, મહંમદભાઈ ઔર યુનુસ તો થે લેકીન ચાંદ કે સાથ અબુ-રીયાઝ ભી આયે થે, સાહબને ઉસ દિન ફીર સે ગુજરાત દંગો કી બાત કી ઉન્હોને હમે બતાયા કી આજ ભી હમારે કોમ કો કાફી સહને પડતા હૈ, ધંધા ભી નહીં કર શકતે ઔર સરકારી નોકરી ભી નહીં મીલતી. સિન્હાએ જાડેજા સામે જોયું અને જાડેજાને પુછયું હમારી ક્રાઈમ બ્રાન્ચ મેં કીતને મુસ્લિમ નોકરી કરતે હૈ, જાડેજાએ યાદ કરી કહ્યું સર પાંચ-સાત કોન્સટેબલ હૈ, ઔર દો સબઈન્સપેકટર હૈ. સિન્હાએ દાનીશ સામે જોતા કહ્યું હા ફીર આગે બતાઓ, દાનીશને લાગ્યું કે ડીસીપીને ખરાબ લાગ્યું એટલે તેણે સ્પષ્ટતા કરતા કહ્યું સર યહ તો નસીરૂદ્દીન સાહબને બતાયા થા, ડીસીપીએ તેને આગળ બોલવાનો ઈશારો કર્યો, સર ઉસ મિટિંગ મેં હમારે કિસીકા માઈન્ડ કલીયર નહીં થાં, સાહબ કયાં કરના ચાહતે હૈ, ઉન્હોને હમે ઠીક સે બતાયા નહીં થા, લેકીન બાદ મેં ઉન્હોને હમે અપને કોમ્પ્યુટર પે એક વીડિયો દિખાયા. સિન્હાએ ફરી જાડેજા સામે ત્રાંસી આંખો જોયું, સર વો વીડિયો ગુજરાત કે 2002 કે દંગો કા થા, હમારી કોમ કે લોગો કે ઘર-દુકાને જલાયે ગયે, ઔરતો ઔર બચ્ચે કો કાટ દીયા ગયા, કુછ વીડિયો રીલીફ સેન્ટર કે થે, હમને વીકટીમો કે ઈન્ટરવ્યું ભી દેખે... પછી થોડીક ક્ષણો માટે દાનીશ શાંત થઈ ગયો, પછી શ્વાસ ભરતા કહ્યું સર વીડિયો દેખકર હમારા ખુન ખૌલ ઉંઠા, સર ભારત ઔર પાકિસ્તાન અલગ હોકર ઈતને સાલ હો ગયે ફીર આપ હમે ઈન્ડીયન માનને કો તૈયાર નહીં. ડીસીપીએ દાનીશની આંખોમાં જોયું, તે સમજી ગયો તેણે કહ્યું સર મેં આપકી બાત નહીં કરતા યહ હિન્દુ સેના વાલે લોગ હૈ ઉનકી બાત કરતા હું.

ડીસીપીએ ડાયરીમાં કઈક નોંધ્યુ દાનીશની વાત ચાલુ જ હતી, વહ વીડિયો દેખને કે બાદ હમે લગા કી કુછ કરના ચાહીયે, લેકીન કયાં કર શકતે થે, હમે પતા નહીં થા, નસીરૂદ્દીન સાહબને કહા હમે જેહાદ કરની હોગી, કોમ કે લીયે જો ભી કામ કરતા હૈ, વહ જેહાદી હોતા હૈ. હમ જેહાદ કે લીયે તૈયાર થે, સર હમારે બીચ મેં કોઈ પઢા લીખા ઔર સમજદાર થા તો વહ હમારે મેજર મહંમદભાઈ થે, ઉન્હોને પુરા પ્લાનીંગ કીયા. હમે કુછ લોકલ લડકો કી જરૂર થી, ઈસીલીયે મેં  મહંમદભાઈ કે સાથ દો મહિને પહેલે અહમદાબાદ આયા થા, હમારે સે પહલે નસીરૂદ્દીન સાહબ ભી આયે છે, નસીરૂદ્દીન સાહબ કા રૂતબા થા, લેકીન હમ ગલત સાબીત હુવે ઈસ શહર સે હમારે સાથ જેહાદ કે કામ મેં આને કો એક ભી લડકા તૈયાર હુવા નહીં. આખરી મેં તય હુવા હમે છહસે હી કામ કો અંજામ દેંગે, સિન્હાએ તેને વચ્ચે રોકતા પુછ્યું કામ કીસને તય કીયા થાં, સર મેં વહ જાનતા નહીં, ક્યો કિ બાદ મેં હમે કયા કરનાર હૈ, કીસ સે મીલના હૈ, યહ સબ કુછ મહંમદભાઈ હી તય કરતે થે. મેને એક બાર મેજર કો પુછા થાં, સીર્ફ છે લોગ કૈસે કામ કરેગે, તો ઉન્હોને બતાયા કી નસીરૂદ્દીન સાહબ બહાર સે લડકો કા ઈંતઝામ કર દેંગે. સિન્હાએ પુછયુ તુમ્હે પતા થાં કયાં કામ કરના હૈ, દાનીશે પોતાના ગળા ઉપર હાથ મુકતા કહ્યું સર બદલા લેના હૈ યહ તય થા લેકીન કીસકો મારના હૈ કૈસે મારના હૈ, યહ હમ મેં સે કીસકો પતા નહી થાં, પછી તરત કહ્યું મહંમદભાઈ સબકુછ જાનતે થે, હમ માનતે થે, કે હિન્દુ સેના કે લીડર કો હમે ઉડાના હૈ, હિન્દુ સેનાનો ઉલ્લેખ કરતા દાનીશની આંખોમાં લોહી દોડી આવ્યું, સિન્હાએ તેની નોંધ કરી, દાનીશે કહ્યું સર વીડિયો મે હમને દેખા થા, વો હિન્દુ સેના વાલે ખુલ્લી તલવાર લેકે રાસ્તો પે ઉતરે થે, ઉન્હોને હમારે લોકો કો જીંદા જલા દિયા.

ગુજરાતમાં 2002ના તોફાન થયા ત્યારે સિન્હા ઈન્ડીયન પોલીસ સર્વિસમાં જોડાયા ન્હોતા, પણ તેમણે તોફાન કેટલા વિકરાળ હતા તેની જાણકારી મેળવી હતી. દાનીશે કહ્યું સર મેરી ઈચ્છા ઔર પ્લાનીંગ તો કોઈ લીડર કો ટપકાના થાં, લેકીન મહંમદભાઈને મુઝે બતાયા કી નસીરૂદ્દીન સાહબ કા માનના હૈ, જીસ તરફ ઉન્હોને હમારે કોમ કો મારા ઉસી પ્રકાર હમ હિન્દુઓ કો મારેગેં, દેખતે હૈ ઉનકી હિન્દુ પુલીસ ઉનકો કૈસે બચાતી હૈ,.હિન્દુ પુલીસ શબ્દ સાંભળી સિન્હા અને જાડેજાએ એકબીજા સામે જોયુ, દાનીશ સમજી ગયો, તેણે કહ્યું સાહબ મેંને વીડિયો મેં દેખા થાં, પુલીસ હાજીર થી, તબ ઉનકે સામને હી હમારી કોમ પે હમલે હોતે રહે લેકીન પુલીસને કુછ કિયા નહીં. સિન્હાએ માથુ હલાવ્યું જાણે દાનીશની વાત સાથે સંમત્ત હોય તેમ લાગ્યું. દાનીશે કહ્યું ફીર હમને તય કીયા ઈસ શહર કે હમ બરબાદ કર દેંગે જીન્હોને હમારી કોમ કો ખતમ કરને કી સોંગદ ખાઈ ઉન્હે હમ ખતમ કર દેંગે, ડીસીપીએ પુછ્યું દાનીશ યહ બતાઓ આપ કે પાસ બોમ્બ કહા સે આયે, દાનીશએ જવાબ આપતા પહેલા ઉંડો શ્વાસ લીધો અને કહ્યું...

(ક્રમશ:)

દીવાલ ભાગ 54-: સિન્હાએ દાનીશને કચકચાવીને લાફો મારી કહ્યુ માદર... સાયકલ પે બોમ્બ રખકર ખુનકી નદીયા બહાઈ