પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-53) જુહાપુરાની મોબાઈલની દુકાન ચલાવતા પરવેઝની વાત સાચી નિકળી હતી, ચાંદ જ તેની પાસેથી સીમકાર્ડ લઈ ગયો હતો, ડીસીપીનો માર અને લોકઅપમાં ટી બનાવી ઉભો રાખવા છતાં ચાંદ કઈ બોલ્યા ન્હોતો પણ અંબર ટાવરની મસ્જિદની સીસી ટીવી જોયા પછી તેની પાસે સાચુ બોલવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો, ચાંદ પોપટની જેમ બધુ બોલી ગયો હતો, ચાંદ તેના બાકીના પાંચ સાથીઓથી અલગ હતો, તેના કારણે તેના સાથીઓને ખબર ન્હોતી કે ચાંદે વટાણા વેરી નાખ્યા છે, ચાંદ અલગ બેરેકમાં હતો, હમણાં તેને તેના સાથીઓ સાથે મુકવાનો પણ ન્હોતો, ચાંદે જ માહિતી આપી હતી કે બ્લાસ્ટ કરવા માટે સાયકલોની જરૂર હતી, તે કામ દાનીશને સોંપવામાં આવ્યુ હતું, સાયકલ ખરીદવા તો દાનીશ જ ગયો હતો, પણ ચાંદને આછુ પાતળુ યાદ હતું કે દરિયાપુરમાંથી તેણે સાયકલો ખરીદી હોવાનું દાનીશે એક વખત કહ્યુ હતું, ચાંદની માહિતી પ્રમાણે દરિયાપુરમાં હોય તે બધા જ સાયકલવાળાને લાવવાના હતા, કારણ કઈ દુકાનેથી સાયકલ ખરીદી તેની હજી ક્રાઈમ બ્રાન્ચને ખબર ન્હોતી, પણ બ્લાસ્ટ સાઈટ ઉપર જઈ આવેલા ડીસીપીને એટલી તો ખબર હતી કે જુની સાયકલોનો ઉપયોગ થયો હતો, એટલે માત્ર સાયકલો વેંચતી દુકાન ઉપર જવાને બદલે સાયકલ રીપેરીંગ કરતી દુકાન ઉપર જવાનું નક્કી થયુ હતું જેના ભાગ રૂપે જાડેજા યુસુફને લઈ આવ્યા હતા. સાયકલ વેંચનારને બ્લાસ્ટ સાથે કોઈ નીસ્બત હોઈ શકે નહીં પણ છતાં આખી તપાસની સાયકલ પુરી થાય તે જરૂરી હતી. સિન્હા તેના સંદર્ભમાં જ યુસુફની પુછપરછ કરી રહ્યા હતા. 

કોઈએ તારી દુકાનમાંથી એક સાથે વધારે સાયકલ લીધી હતી, તેવા પ્રશ્નનો ઉત્તર માટે તે વિચાર કરતો હતો, તેને કઈક યાદ આવ્યુ હોય તેમ તેણે કહ્યુ સર એક માણસ બે મહિના પહેલા સાયકલ લેવા આવ્યો હતો, પણ ત્યારે મારી પાસે સાયકલ ન્હોતી, તેણે કહ્યુ તેને જુની સાયકલો જોઈએ છે, ગરીબ બાળકોને તે આપવા માગે છે, મેં કહ્યુ નંબર આપતા જાવ, આવશે તો તમને ફોન કરીશ, તેમણે મને નંબર તો ના આપ્યો પણ એક હજાર રૂપિયા એડવાન્સ આપી ગયા, પછી તે છેક દોઢ મહિના પછી પાછા આવ્યા, ત્યારે મારી પાસે બાર સાયકલો ભેગી થઈ હતી, તેમણે મને કહ્યુ કુલ 20 છોકરાઓ છે, કઈ પણ કરી સાયકલની વ્યવસ્થા કરી આપ, મેં આજુબાજુવાળાની દુકાનેથી તેમને વ્યવસ્થા કરી આપી હતી, સિન્હાના ચહેરા ઉપર ચમક આવી ગઈ, સાયકલ વેંચનારની તેમની શોધ પહેલા પ્રયત્નમાં જ ફળી હતી,  પણ જે રીતે ચાંદે કબુલ કર્યુ તેમ દાનીશ પાસે કબુલ કરાવવાનું બાકી હતું હવે એક એક પગલુ સમજી વિચારી ભરવાનું હતું દેશીઢબની પોલીસને જેમ નહીં પણ સ્માર્ટ પોલીસને જેમ કરવાનું હતું, દેશી પોલીસની સ્ટાઈલમાં તેમણે મારઝુડ કરી લીધી હતી, પણ તેનું કોઈ પરિણામ આવ્યુ ન્હોતુ, સિન્હાએ યુસુફને પુછયુ બેટા તુ વો આદમી તો પહેચાન શકતા હૈ, યુસુફે કહ્યુ સાબ ઈતને બડે ગ્રાહકો કૈસે કોઈ દુકાનવાલા ભુલ શકતા હૈ, સિન્હા હસ્યા તેમણે પુછયુ બેટા ખાના ખાય, યુસુફે હા પાડી, તેમણે બેલ વગાડી પોલીસવાળો અંદર આવ્યો તેમણે તેને કહ્યુ યુસુફને જાડેજાની રૂમમાં બેસાડજો, ચ્હા પાણી અને જમાવાનું ધ્યાન રાખજો, તેના ઘરેથી કોઈ આવે તો મળવા દેજો, તેમણે યુસુફ સામે જોતા કહ્યુ બેટા હમારી મદદ કે લીયે શુક્રીયા, લેકીન કુછ વક્ત હમારે સાથ રહેના હોગા, ચીંતા મત કરના

યુસુફ ગયા પછી તેમણે જાડેજાને બોલાવ્યા અને યુસુફ સાથે થયેલી વાત કરી તે બહુ ખુશ થયા, સિન્હાએ દાનીશને લઈ આવવાનુંવ કહ્યુ, દાનીશ પુરા બે દિવસ પછી લોકઅપની બહાર નિકળ્યો હતો તે રાતે તેને માર પડયો, ત્યાર પછી તેને બહાર કાઢયો જ ન્હોતો, જો કે મારની અસર હજી તેની ચાલ ઉપર વર્તાઈ રહી હતી, ડીસીપીની ચેમ્બરમાં આવતા તેણે હાથ જોડી નમસ્તે કહ્યુ ડીસીપીએ પુછયુ દાનીશ ખાના ખા લીયા, દાનીશને બહુ આશ્ચર્ય થયુ બે દિવસ રહેલા રાક્ષસની જેમ મારી રહેલા સિન્હા આજે જમ્યો કે નહીં પુછી રહ્યા હતા, તેણે હા પાડી ડીસીપી ખુરશીમાં બેઠા, તેમણે પુછયુ કયા ખાયા, દાનીશે કહ્યુ સર આલુ કી શબ્જી પુડી.. ડીસીપી જાણે મઝાકના મુડમાં હોય તેમ પુછયુ કૈસી અચ્છી થી, જાડેજાને લાગ્યુ કે સાહેબ વળી આ બધી વાતો કયા કરે છે, સિન્હાએ પછી મુળ વાત ઉપર આવતા કહ્યુ દાનીશ તુમ પહેલી બાર અમદાવાદ કબ આયે થે, પ્રશ્ન સાંભળતા જ દાનીશે કહ્યુ સર આપ હમે પકડકે લેકે આયે તભી આયે, ઈસકે પહેલે હમ અમદાવાદ કભી નહીં આયે, સિન્હા જાણે દાનીશની વાત સાથે સંમત્ત હોય તેવો દેખાવ કર્યો, અચ્છા તુમ અમદાવાદ કભી નહીં આયે, લેકીન કોઈ દોસ્ત રીસ્તેદાર  યહા રહતા હૈ, દાનીશે તરત ના પાડી, દાનીશ તૈયાર થઈને આવ્યો હતો, મહંમદની ટ્રેનીંગ હમણાં સુધી તો બરાબર કામ કરી રહી હતી સિન્હા ઉભા થયા અને તેમની સ્ટાઈલમાં ચાલતા ચાલતા વાત શરૂ કરી અને પુછયુ લેકીન અમદાવાદ મેં કોઈ જાનતા હૈ,, દાનીશને કહ્યુ નહીં સર કોઈ ભી નહીં જાનતા, સિન્હાએ તેની સામે ધારી જોયુ, દાનીશ સમજી ગયો તેણે કહ્યુ સચ સાબ કોઈ નહીં જાનતા, સિન્હાએ જાડેજા સામે જોયુ તે ઉભા થઈ બહાર ગયા, ચેમ્બરમાં સિન્હા અને દાનીશ બંન્ને હતા, તેમના વચ્ચે કોઈ સંવાદ ન્હોતો જેના કારણે દાનીશને બહુ ડર લાગી રહ્યો હતો. જાડેજા પાછા આવ્યા તેમની સાથે યુસુફ હતો, હજી યુસુફને ખબર ન્હોતી કે તેને કેમ બોલાવ્યો, તે ચેમ્બરમાં આવ્યો તો ખરો પણ દાનીશની પાછળ ઉભો હતો. 

સિન્હાએ યુસુફને કહ્યુ બેટા મેરે પાસ આઓ, યુસુફ તેમની પાસે આવ્યો એટલે ડીસીપીએ તેને ખભાથી પકડી દાનીશ તરફ તેનો ચહેરો કર્યો,યુસુફને જોતા જ દાનીશનો ચહેરો જાણે લીલો પડી ગયો હોય તેવુ થયુ, યુસુફ પહેલા તો દાનીશનો ચહેરો જોતો રહ્યો પછી તે એકદમ ડીસીપી તરફ ફર્યો અને કહ્યુ સાબ યહી ભાઈને મેરે પાસ સાયકલ ખરીદને આયે થે, ડીસીપીએ જાડેજા સામે જોયુ પછી દાનીશ સામે જોયુ, દાનીશ જમીન તરફ જોવા લાગ્યો, સિન્હાએ વધુ ખાતરી કરતા કહ્યુ બેટા  યહી તુમ્હારે પાસ સે સાયકલ ખરીદ કે લે ગયે થે બરાબર યાદ હૈ, યુસુફે પોતે સાચો છે તેની ખાતરી આપતા કહ્યુ સાબ મેને પહેલેહી બતાયા કી 20 સાયકલ ખરીદને વાલે કો કોઈ ભુલ શકતા નહીં, દુસરી બાત સાબ જાને વક્ત ઈન્હોને મુઝે પાંચ સો રૂપિયે કા બક્ષીશ ભી દિયા થાં, સિન્હા ત્રાંસી નજર કરી હસ્યા, દાનીશ નીચે જ જોઈ રહ્યો, સિન્હાએ યુસુફના ખભે હાથ મુકતા કહ્યુ ઈન્હોને આપ કો બતાયા કી સાયકલ ગરીબ બચ્ચો કે દેની હૈ, લેકીન જાનતે હો સાયકલ ખરીદને કા બાદ ક્યા કીયા, સિન્હા યુસુફ પાસેથી દુર જઈ દાનીશ પાસે ગયા અને દાનીશને મોંઢા ઉપર કચકચાવીને એક લાફો મારી દેતા કહ્યુ માદર... સાયકલ પે બોમ્બ રખકર ખુનકી નદીયા બહાઈ (ક્રમશ:)

દીવાલ ભાગ 52: યુસુફ DCP સિન્હાની ચેમ્બરમાં આવ્યો ત્યારે DCPએ તેને બેટા કહી સંબોધ્યો, પછી...