પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-51) રાતના સાડા બાર થઈ રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચમાં સન્નાટો હતો. મોટાભાગના ઈન્સપેક્ટર્સ અને તેમના સ્ટાફને ઘરે જતા રહેવાની ડીસીપીએ સુચના આપી હતી. ક્રાઈમ બ્રાન્ચની બહાર એસઆરપીના જવાનો પોતાની શિફ્ટ પ્રમાણે નોકરી ઉપર હાજર હતા. ડીસીપી સિન્હાની ઓફિસની બહાર તેમનો કમાન્ડો, વાયરલેસ ઓપરેટર અને ડ્રાઈવર ગપ્પા મારી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચમાં નાઈટ ડ્યુટી સ્ટાફ સિવાય કોઈ ન્હોતુ પણ ડીસીપી સિન્હા અને ઈન્સપેક્ટર જાડેજા હજી કંઈક કામ કરી રહ્યા હતા. જાડેજા ડીસીપીની ચેમ્બરમાંથી બહાર નિકળ્યા અને કમાન્ડોને કહ્યુ લોકઅપમાંથી ચાંદને લઈ આવવાનું કહો, કમાન્ડો દોડતો લોકઅપ તરફ ગયો, ત્યા રહેલા કોન્સ્ટેબલોને પણ ઉંઘ આવવાની શરૂઆત થઈ હતી. તેમની આંખો પણ મિંચાઈ જતી હતી, જયારે તેમની આંખ ખુલે ત્યારે ચાંદ ઉભો છે કે નહીં અને તેની આંખો ખુલ્લી છે કે તે જોઈ લેતા હતા. કમાન્ડોએ તેમને સુચના આપી કે ડીસીપી સાહેબ પાસે ચાંદને લઈ આવો. પોલીસવાળા ચાંદને લઈ ડીસીપીની ચેમ્બરમાં દાખલ થયા. ડીસીપી સિન્હા ઉભા ઉભા સિગરેટ પી રહ્યા હતા. ચાંદને જોતા સિન્હાના ચહેરા ઉપર એક લુચ્ચુ હાસ્ય આવ્યુ, ચાંદ આવીને ઉભો રહ્યો, સિન્હાએ આંખના ઈશારે પોલીસવાળોને બહાર જવાની સુચના આપી. પોલીસવાળા બહાર જતા રહ્યા, ચાંદ ટેબલની સામે એકલો જ ઉભો હતો. જાડેજા ખુરશીમાં બેઠા હતા, તે ઉંઘુ ફરી ચાંદને જોઈ રહ્યા હતા, ડીસીપીએ ઉભા ઉભા એસ્ટ્રેમાં સિગરેટ ઓલવી, તે ચાંદની પાસે આવ્યા, તેમણે તેની જાંગ પાસે હાથ લાવી જાંગને જોરથી દબાવી. ચાંદના મોઢામાંથી ચીસ નિકળી. સિન્હાએ પુછ્યુ દર્દ હોતા હૈ? ચાંદે માથુ હલાવી હા પાડી. સિન્હાએ ચાંદની આસપાસ ગોળ ફર્યા અને તેના ચહેરાની સામે આવી પુછ્યુ ચાંદ જો જાનતે હો વહ અભી બતાદો, તુમ્હે ભી પરેશાન હોતી હોગી ઔર હમે ભી પરેશાન કરતે હો. ચાંદની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, ડીસીપી તેની સામે જોવા લાગ્યા, પણ કંઈ બોલ્યા નહીં. ચાંદે પોતાના શર્ટની બાયથી આંખો સાફ કરતા કહ્યુ સર સચ બોલ રહા હું મે કુછ જાનતા હી નહીં તો ક્યા બતાઉ, ડીસીપીએ જાડેજા સામે જોયુ અને કહ્યુ જાડેજા આનો ચહેરો જોઈ કોઈ પણ થાપ ખાઈ જાય, ફેસવેલ્યુ પ્રમાણે તો આપણે આને છોડી દેવો જોઈએ, સારો એક્ટર છે. 

ડીસીપી સિન્હા પોતાની ખુરશીમાં જઈ બેઠા, ચાંદ સામે જોયુ, પછી કહ્યુ ચલ તુ કુછ નહીં જાનતા હૈ, માન લેતા હું, લેકીન હમ ક્યા ક્યા જાનતે હૈ, વો તુમ્હે બતાદે, તુમ્હે લગતા હૈ હમ તુમ્હારે બારે મેં કુછ નહીં જાનતે. ચાંદ કંઈ બોલ્યો નહીં, તેના પગ દુખી રહ્યા હતા માટે તે થોડી થોડી વારે શરીરનું વજન એક પગ ઉપરથી બીજા પગ ઉપર છોડી રહ્યો હતા. ડીસીપીએ તેના પગ સામે જોયુ અને કહ્યુ પૈરો મેં દર્દ હોતા હૈના.. ચાંદે માથુ હલાવી હા પાડી. ડીસીપીએ કહ્યુ એક કામ કરો નીચે બેઠ જાઓ, ચાંદ મુંઝાઈ ગયો. સિન્હાએ ફરી કહ્યુ કોઈ બાત નહીં બેઠ જાઓ, ચાંદ જમીન ઉપર પલાઠીવાળી બેઠો. ડીસીપી હસ્યા અને કહ્યુ ચાંદ અબ હમ તુમ્હે એક અચ્છી ફિલ્મ દિખાતે હૈ, ફિલ્મ દેખને કે બાદ તુમ બતાના કૈસી રહી ફિલ્મ.. જાડેજા હજી ચાંદ સામે જોઈ રહ્યા હતા તે ચાંદના હાવભાવ જોઈ રહ્યા હતા. ડીસીપીએ પોતાનું પીસી ચાલુ કર્યુ અને તેનું મોનીટર ચાંદ સ્ક્રીન જોઈ શકે તેવી રીતે ફેરવ્યુ. ડીસીપીએ સ્ટાર્ટ આપી, તે પોતાની ખુરશીમાંથી ઉઠી સામેની તરફ આવી ગયા. ચાંદ સ્ક્રીન સામે જોવા લાગ્યો, તેના ચહેરા ઉપરનું નુર ઉડવા લાગ્યુ, તેનો ચહેરો જોઈ ડીસીપી અને જાડેજા એકબીજા સામે જોઈ હસી રહ્યા હતા. ચાંદ જે જોઈ રહ્યો હતો તે જુહાપુરા અંબર ટાવરની મસ્જિદ બહાર લાગેલા સીસીટીવીના ફુટેજ હતા, જેમાં ચાંદ અને પરવેઝ મસ્જિદમાં સાથે જતા સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. અડધો કલાક પછી પરવેઝ અને ચાંદ સાથે બહાર નિકળે છે અને ત્યાં પરવેઝને ગળે મળી તેનાથી છુટો પડે છે. ડીસીપીની સિન્હાની એરકંડીશન ઓફિસમાં ચાંદને રીતસર પરસેવો થવા લાગ્યો હતો. ફુટેજ પુરા થતાં ડીસીપીએ એક ખુરશી ખેંચી અને ચાંદની બાજુમાં ખુરશી નાખી બેઠા. તેમણે ચાંદના ખભે હાથ મુકતા કહ્યુ ચાંદ બતાઓ ફિલ્મ કૈસી થી, ચાંદ જમીન તરફ જોવા લાગ્યો. પરવેઝે જે નિવેદન આપ્યુ હતું તે સાચુ હતું ચાંદ સીમકાર્ડ લેવા પરવેઝની દુકાને ગયો હતો અને ત્યાંથી તેઓ નમાઝ પઢવા પણ સાથે ગયા હતા. ચાંદનું કહેવુ હતું કે પરવેઝની કોઈ ગેરસમજ થાય છે કારણ તે તો અમદાવાદ ક્યારેય આવ્યો જ નથી. 

ડીસીપી ચાંદના માથાના વાળ પકડી હલાવી નાખતા કહ્યુ તુમ કભી અમદાવાદ નહી આયા થા અને ચાંદના ચહેરા  ઉપર એક તમાચો ઠોકી દેતા કહ્યુ સાલે ક્યારે ગરીબો કો માર તે હો ઈસ્લામ કે નામ પે.. ચાંદ ધ્રસુકે ધ્રસકે રડવા લાગ્યો. ડીસીપી ઉભા થઈ સિગરેટ લઈ બારીમાં ગયા અને સીગરેટ પીવા લાગ્યા, તે ખુબ ગુસ્સામાં હતા. અડધી સિગરેટ પુરી થઈ એટલે તેમણે જાડેજાને ચાંદ તરફ ઈશારો કરતા કહ્યુ જાડેજા તમે પેલા સાથે વાત કરો મારા હાથે તેનુ મર્ડર થઈ જશે. જાડેજાએ પોતાની ખુરશી ચાંદ પાસે લીધી અને પુછ્યુ તુને વીડિયો દેખા, અબ બતાઓ તુમ અમદાવાદ કબ આયે થે? ચાંદ પાસે હવે સાચુ બોલવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો, તેણે માંડીને વાત શરૂ કરતા કહ્યુ મેં યુનુસ કે સાથે દો મહિને પહેલા અમદાવાદ આયે થે, હમ પહેલીબાર મેજર સાબ કો અમદાવાદ મેં મીલે, મેજર શબ્દ કાને પડતા ડીસીપીએ તરત ચાંદ સામે જોયુ. ચાંદ સમજી ગયો કે મેજર શબ્દ આ બધા માટે અજાણ્યો છે, ચાંદે ફોડ પાડતા કહ્યુ હમ મહંમદભાઈ કો મેજર બોલતે હૈ, હમ એક  સપ્તાહ શહર મેં રહે થે, હમ હમારે કામ મેં અમદાવાદ કે ગુજરાતી છોકરો કે લેના ચાહતે થૈ, લેકીન કોઈ ઢંગકા છોકરા હમે નહીં મીલા જો કામ કરને કો તૈયાર હો, વો હમે પસંદ નહીં આયે, હમે અમદાવાદ મે નસીરૂદ્દીન સાહબને ઘુમાયા થા, ઉનકો યહા લોગ ઈજ્જત સે દેખતે હૈ, નસીરૂદ્દીન સાહબને બતાયા કી યહા કી હર ચીજ કા ઈંતઝામ વો કર દેગેં, એક હપ્તે કે બાદ હમ હૈદરાબાદ ચલે ગયે ઔર મેજર ઔર યુનુસ ભોપાલ ચલે ગયે. મેજરને બતાયા થા કી ગુજરાત કે લડકો કે સાથ હમે કામ નહીં કરના હૈ. ગુજરાતી કમજોર હોતે હે, 2002 કે દંગો મેં ઈતની માર ખાને કે બાદ ભી વો લડને કો તૈયાર નહીં હુવે. મેજરને કહા આદમીઓ કા ઈંતઝામ વો કર દેગે, અબ દુસરા હુકમ હોગા તબ તુ અમદાવાદ આ જાના, બ્લાસ્ટ કે એક હપ્તે પહેલે મેજર કા ફોન આયા ઔર કહા હૈદરાબાદ કા દાનીશ નામ કા એક લડકા હૈ, ઉસકે સાથ તુમ અમદાવાદ આ જાઓ, ઔર મેં દાનીશ કે સાથે અમદાવાદ આ ગયા, મેં દાનીશ કો પહેલે મીલા નહીં થાં, લેકીન યહાં આને કે બાદ પતા ચલા કી દાનીશ પહેલે કોઈ કામ કે સીલસીલે અમદાવાદ આતા જાતા થાં, વો નસીરૂદ્દીન સાહબ તો અચ્છી તરહ જાનતા હૈ. (ક્રમશ:)

દીવાલ ભાગ 50: DCP સિન્હા અને ઈન્સપેકટર જાડેજા પોતાની ચેમ્બરમાં CCTV ફુટેઝ જોતા અચાનક ઊભા થઈ ગયા