પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-41): અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સામાન્ય રીતે ધમધમતી હતી. ચોર-લુંટારૂ અને અન્ય પ્રકારના ગુનેગારોને લઈ પોલીસની અવરજવર ચાલતી રહેતી હતી પણ ક્રાઈમ બ્રાન્ચના દરવાજે બેઠેલા સંત્રીને પણ બે દિવસથી ક્રાઈમ બ્રાન્ચનો જે માહોલ હતો તે બહુ અજીબ લાગી રહ્યો હતો. નાના કર્મચારીઓ અને અધિકારીઓ તો ઠીક પણ મોટા સાહેબો પણ બે દિવસથી ક્રાઈમ બ્રાન્ચ આવ્યા ન્હોતા. ખરેખર તો ડીસીપી સિન્હાએ હાલ પુરતી પોતાની ઓફિસ બદલી હતી, ક્રાઈમ બ્રાન્ચમાં પણ બહુ ઓછા અધિકારીઓને ખબર હતી. ક્રાઈમ બ્રાન્ચની એક ઓફિસ શાહીબાગ ડફનાળા ખાતે બંગલા નંબર 15 હતી. ક્રાઈમ બ્રાન્ચની આ ઓફિસ આમ તો જાહેર હતી પણ તે ઓફિસની આસપાસ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ રહેતા હોવાને કારણે આ ઓફિસમાં નીરવ શાંતિ રહેતી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચને પોતાના ખાનગી કામ બધા જ બંગલા નંબર 15માંથી થતાં હતા. સિન્હા વહેલી સવારે બંગલા નંબર-15માં આવી જતા હતા અને મોડી રાત સુધી ફોન અને લેપટોપ ઉપર કામ કરતા હતા. તેઓ પોતાના કમાન્ડોને પણ બહુ ઓછી વખત ચેમ્બરમાં બોલાવી કંઈક સુચના આપતા હતા. બે દિવસથી તેઓ ટિફિન પણ ઓફિસ જ મંગાવી લેતા હતા, વચ્ચે ડીસીપી સિન્હા ક્યાંક એકાદ કલાક માટે જઈ આવતા હતા. ક્રાઈમ બ્રાન્ચમાં જ્યારે નીરવ શાંતિ હોય ત્યારે કોઈ મોટી ઘટના આવશે તેવા એંધાણ મળી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ખાતે આવતા પત્રકારો પણ સાહેબ નથી તેવુ પુછી નિકળી જતા હતા, તેમને પણ શંકા ગઈ હતી કે કંઈક ગરબડ છે અને ક્રાઈમ બ્રાન્ચ કોઈક ઓપરેશનમાં રોકાયેલી છે, પણ હાલમાં ક્યુ ઓપરેશન હાથ ઉપર છે તે કોઈ બોલવા તૈયાર ન્હોતુ. પત્રકારો જ્યારે ડીસીપી સિન્હાને ફોન કરતા ત્યારે તેઓ કહેતા ભાઈ દો દિન સે તબિયત ઠીક નહીં હૈ ઘર પે આરામ કરતા હું. પત્રકારો પાસે સિન્હાની વાત ઉપર ભરોસો કરવા સિવાય કોઈ રસ્તો ન્હોતો.

ત્રણ અલગ અલગ ટીમો કેરળ, મધ્યપ્રદેશ અને હૈદરાબાદ પહોંચી ગઈ હતી. ત્રણે ટીમના અધિકારીઓ નાનામાં નાની ઘટનાની જાણકારી સિન્હાને ફોન ઉપર આપી રહ્યા હતા. મધ્યપ્રદેશ પહોંચેલી ટીમ ભોપાલની મધ્યમાં ભાસ્કર મોલની સામે રોકાઈ હતી. સિન્હાની સુચના હતી કે લોકલ પોલીસને તમે ભોપાલમાં છો તેની જાણકારી મળવી જોઈએ નહીં અને આખુ ઓપરેશન સ્થાનિક પોલીસની જાણ બહાર એકલા હાથે કરવાનું છે. ભોપાલ ગયેલી ટીમ પાસે જે જાણકારી હતી તે પ્રમાણે મહંમદ ભોપાલનો જાણિતો ક્રિમીનલ લોયર હતો. જ્યારે ભોપાલની ટીમે જ્યારે જાણકારી આપી કે મહંમદ તો વકીલ છે ત્યારે સિન્હા એક ક્ષણ માટે મુંઝવણમાં મુકાઈ ગયા, તેઓ વકીલોને સારી રીતે ઓળખતા હતા. જો વકીલ ઉપર હાથ નાખ્યો તો બાર એસોસિએશનવાળા પોલીસ ઉપર ચઢી બેસશે અને જો મહંમદને સમન્સ આપી અમદાવાદ બોલાવવામાં આવે તો તે ઘણા પુરાવાઓનો નાશ કરી નાખશે તેવો પણ ડર લાગતો હતો. સિન્હાએ ભોપાલની ટીમને કહ્યુ થોડી રાહ જુઓ, હમણાં ઉતાવળ કરશો નહીં, હું જેસીપી સાહેબ સાથે વાત કરી  લઉ. જ્યારે કોન્સ્ટેબલ ગોવીંદે જાણકારી આપી ત્યારે ભોપાલના મહંમદનું નામ સામે આવ્યુ હતું પણ મહંમદ વકીલ હશે તેવી જરા પણ કલ્પના ન્હોતી. સિન્હાએ જેસીપી ગૌડને જ્યારે જાણકારી આપી કે બ્લાસ્ટ કેસનો એક શંકાસ્પદ મહંમદ ભોપાલનો બહુ મોટો વકીલ છે ત્યારે તેઓ પણ એક પળ શાંત થઈ ગયા હતા. થોડો વિચાર કરી તેમણે સિન્હાને પુછ્યુ તુમ્હે ક્યા લગતા હૈ, હમે ક્યા કરના ચાહીયે? ડીસીપી સિન્હાએ કહ્યુ સર મુઝે લગતા હૈ, ઉસે રાસ્તે સે ઉઠા લેના ચાહીયે, ફીર દેખતે હૈ ક્યા હોતા હૈ. ગૌડ વિચારમાં પડી ગયા, તેમણે કહ્યુ મહંમદ અગર બ્લાસ્ટ મેં ઈનવોલ હૈ, તો કોઈ તકલીફ નહીં હોંગી લેકીન વો ઈનવોલ નહીં હૈ તો હમારી મુશકેલી બઢ જાયેગી. સિન્હા કંઈ બોલ્યા નહીં તો પણ ગૌડને લાગ્યુ કે સિન્હા તેમની વાત સાથે સંમત્ત નથી. ગૌડે કહ્યુ દેખો હરીશ અભી હમ ગોવીંદ કે ડાઉટ પે કામ કર રહૈ હૈ, મુઝે ભી લગતા હૈ કી ગોવીંદ કા ડાઉટ સહી હૈ ઔર મહંમદ ઔર યુનુસ બ્લાસ્ટ મેં ઈનવોલ હૈ, લેકીન હમારા મેથેમેટીક્સ ગલત સાબીત હુવા તો જવાબ હમારે પાસ હી પુછા જાયેગા. 

સિન્હા ડિસ્ટર્બ થઈ ગયા, તેમણે નાનો છોકરો નારાજગી વ્યક્ત કર્યો હોય તે રીતે પુછ્યુ તો હમ ક્યા કરે સર, જેસીપી ગૌડ પીઢ પોલીસ અધિકારી હતા, તેમણે વિચાર કર્યો અને પછી કહ્યુ હમારા પ્લાન ચેંજ કર દો, પહલે હમ લોકલ પુલીસ કે બીના ઓપરેશન કરને વાલે છે, લેકીન અબ યહ વકીલ સાબ હૈ તો ભોપાલ પુલીસ કો ભરોસે મેં લેકર કામ કરો, સિન્હા ખુશ થઈ ગયા. તેમણે કહ્યુ થેંક્સ સર મેરા બેંચ મેટ અર્જુનસિંગ ભોપાલ મેં હીં મેં ઉસસે બાત કર લેતા હું, ગૌડને ફોન મુકતા ડીસીપીએ સિન્હાએ તરત બીજો ફોન જોડ્યો, સામે છેડે ફોન ઉપડતા જ સિન્હા બોલ્યા સાલે પઠ્ઠે ભુલ ગયા, થોડી શરમ કર, અર્જુનસિંગ પણ ભોપાલમાં ડેપ્યુટી પોલીસ કમિશનર હતા, તે મધ્યપ્રદેશના જ વતની હતા. સિન્હા અને અર્જુન આઈપીએસ ટ્રેનીંગમાં બેંચ મેટ હતા જેના કારણે તેમની વચ્ચે આ પ્રકારના સંવાદ કરવાનો અધિકાર હતો. સિન્હાનો અવાજ સાંભળી સામેથી મોટી ગાળ આવી. સિન્હાએ કહ્યુ સાલા ચોર કોટવાલ કો દંડે ફોન મેં કરતા હું ઔર તુ ગાલી મુઝે દેતા હૈ. અર્જુનસિંગે કહ્યુ સાલે તુમ બિહારી બીના સ્વાર્થ કે મુતતે ભી નહીં, બોલ તુને ફોન કિયા હોગા તો કોઈના કોઈ કામ જરૂર હોગા. સિન્હા જાણે પકડાઈ ગયા હોય તેમ કહ્યુ અરે ભાઈ હમપે ગુજરાત મેં આપ જૈસા આરામ નહીં, તુજે તો પતા હૈ, અભી હમારે વહા બ્લાસ્ટ હુવે હૈ, બસ ઉસી મેં ફંસા, અર્જુનસિંગે પુછ્યુ હા ભાઈ મુઝે પતા હૈ, ક્યા કોઈ લીંક મીલી, તો સિન્હાએ કહ્યુ અર્જુન લીંક મીલી હૈ, તેરે હી ભોપાલ મેં હૈ, ઈસીલીયે ફોન કીયા તેરી મદદ બિના ઓપરેશન કરના જોખીમ ભરા હૈ. અર્જુનસિંગ ગંભીર થઈ ગયા, મેરે ભોપાલ કા લીંક હૈ, ક્યા હૈ? સિન્હાએ તેની વ્યવસ્થીત રીતે વાત સમજાવી. અર્જુને કહ્યુ અરે ભાઈ તુમ ગુજરાતવાલો કા કોઈ ભરોસા નહીં કીસી કો ભી આતંકી બના દેતો હો, ગુજરાત લે જાકર ઠોક દેતો હો. સિન્હાએ પોતાનો બચાવ અને પોતાનો પક્ષ મુકતા બીજી કેટલીક સ્પષ્ટતા કરતા કહ્યુ અરે મુઝ પર તો ભરોસા કરો, મેં નહીં ઠોકુગા ઉસે. સિન્હાની વાત સાંભળી અર્જુને કહ્યુ હરીશ દેખ, તેરી બાત મુઝે લોજીકલ લગતી હૈ લેકીન અભી તેરે હાથ મેં કોઈ એવીડન્સ નહીં ઔર વો સામને વાલા વકીલ હૈ, અગર ગલત નિકલા તો તેરી ઔર મેરી દોનો કી બેન્ડ બજ જાયેગી. સિન્હાએ વિનંતીના સુરમાં કહ્યુ અર્જુન થોડા તો રીસ્ક લેના હોગા, મેરે અફસર અભી ભોપાલ મેં હૈ તેરી એક ટીમ ઉનકે સાથ ભેજ દે બસ ઈતની મદદ કર દે. અર્જુને કહ્યુ મામલા બ્લાસ્ટ કા નહી હોતા તો શાયદ મેં તેરી મદદ નહીં કરતા લેકીન કેસ સિરિયસ હૈ ઔર સભી બાતે કાનુન કે મુતાબીત નહીં હોતી, ચલ ઉઠા લે વકીલ મહંમદ કો, જો હોગા દેખા જાયેગા. પછી ધીમા અવાજે કહ્યુ નોકરી જાયેગી તો તેરે ગુજરાત મે ચપરાશી કી નોકરી દીલવા દેના... પછી તે ખડખડાટ હસવા લાગ્યા.

(ક્રમશ:)

ભાગ 40: ડીસીપી સિન્હાએ એવી ત્રાડ પાડી કે ઓફિસની અંદર આવેલો કમાન્ડો ધ્રુજી ગયો