પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-26): ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડની ઓફિસ ધમધમી રહી હતી. સેન્ટ્રલ ઈન્ટેલીઝન્સ બ્યુરો અને રીસર્ચ એન્ડ એનાલીસીસ વીંગના અધિકારીઓ અમદાવાદ આવી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી એચ. કે. સિન્હા તમામ ગુજરાત બહારથી આવી રહેલા સિનિયર અધિકારીઓ ખરેખર શુ બન્યુ તેની જાણકારી આપી થાકી ગયા હતા, કારણ અલગ અલગ એજન્સીઓના અધિકારીઓને એકની એક માહિતી આપવાની હતી અને જવાબ આપનાર તેઓ એકલા અધિકારીઓ હતા. તે સેન્ટ્રલ એજન્સીઓને  માહિતી આપે કે બ્લાસ્ટ પાછળ કોણ છે તેની તપાસ કરે તેવો પણ પ્રશ્ન થતો હતો. સાંજે મિલેટરી ઈન્ટેલીઝન્સના અધિકારીઓ પણ આવ્યા ત્યારે ડીસીપી સિન્હા એકદમ તેમની ઉપર ભડકી ગયા હતા. તેમણે  મિલેટરીવાળાને કહ્યુ, અબ બ્લાસ્ટ હોને કે બાદ આપ હમસે ઈતને સવાલ કરતે હૈ, લેકિન બ્લાસ્ટ હોને કે પહેલે આપ કી તરફ સે હમે કભી કોઈ ઈનપુટ મિલા નહીં, મિલેટરીના અધિકારીઓને પણ આશ્ચર્ય થયુ હતું કારણ ,ડીસીપી સિન્હાને તેઓ અગાઉ પણ અનેક વખત મળ્યા હતા. ક્યાયારેય તેઓ આમ ગુસ્સે થઈ જતા ન્હોતા.

સૌમ્ય સ્વભાવના ડીસીપી સિન્હા તમામ નાના મોટા અધિકારીઓ સાથે બહુ સૌજન્યપુર્વક વાત કરતા હતા પણ આજે શું થઈ ગયું કોઈને ખબર પડી નહીં. સિન્હાની ઓફિસમાં કામ કરતા કોન્સ્ટેબલે પણ સાહેબનો ગુસ્સો પહેલી વખત જોયો હતો, તે તરત સાહેબ માટે પાણી લઈ આવ્યો. મિલેટરીવાળા ગયા પછી સિન્હાએ પોતાના કોન્સ્ટેબલને બોલાવી ધમકાવતા કહ્યુ અબ મેરી ઓફિસમાં મે કોઈ આઈબીવાલા આના નહીં ચાહીયે, કોન્સ્ટેબલ ચુપચાપ ત્યાં ઉભો રહ્યો, તેને જોઈ સિન્હાનો ગુસ્સો ફાટ્યો. તેમણે કહ્યુ બહાર જાઓ ઔર કોઈ ભી આયે તે બતાના ડીસીપી સાહબ ગુજર ગયે, કોન્સ્ટેબલ હબકી ગયો, તે બહાર જવા નિકળ્યો ત્યારે ડીસીપીના મોબાઈલ ફોન ઉપર રીંગ વાગી, તેમણે ફોનના સક્રીન ઉપર જોયુ ત્યાં લખ્યુ હતું સીએમ ઓફિસ. તેમણે તરત ફોન ઉપાડ્યો સર કહી તેમણે વાત શરૂ કરી, સામે છેડે સીએમ ઓફિસનો ટેલીફોન ઓપરેટર હતો, તેણે કહ્યુ સર ચાલુ રાખજો સીએમ સાહેબના પ્રિન્સીપલ સેક્રેટરી વાત કરવા માગે છે. એક મિનિટના હોલ્ડ પછી સેક્રેટરી લાઈન ઉપર આવતા ડીસીપી સિન્હાએ જય હિન્દ સર કહી વાતની શરૂઆત કરી. પહેલા એક ક્ષણ તેમણે સાંભળ્યુ અને પછી કહ્યુ સર હમે કુછ લીડ મીલી હૈ, બ્લાસ્ટમે યુઝ હુઈ કાર બોમ્બે સે ચોરી હુઈ થી, મેંને હમારી ટીમો કો મુંબઈ રવાના કર દિયા હૈ, સામે છેડેથી સેક્રેટરી તેમને કંઈક સુચના આપી રહ્યા હતા, સિન્હા દર દસ સેંકન્ડે સર  ... સર કહી ઉત્તર આપતા હતા. એકાદ મિનિટ પછી ફોન પુરો થયો, સિન્હાએ ટેબલ ઉપર ફોન મુક્યો અને ખુરશીની પીઠ તરફ ટેકો લીધો અને માથુ પણ ખુરશીની પીઠ તરફ હડેલી આંખો બંધ કરી બેસી રહ્યા. ઈન્ડીયન પોલીસ સર્વીસમાં જોડાય પછી આ પ્રકારનું માનસિક દબાણ પહેલી વખત આવી રહ્યુ હતુ. ચારે તરફ બધા જાણે પોલીસે જ બોમ્બ ફોડ્યા હોય તેવો વ્યવહાર કરી રહ્યા હતા. જો કે સિન્હાની કેરીયરની આ પહેલી ઘટના હતી જેમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા.

સિન્હાની આંખો બંધ હતી ત્યારે તેમના કાને મોટી ત્રાડ સંભાળી નહીં, સાબ સચ બોલતા હું, મેં કુછ નહી જાનતા તીન દિન સે બીમાર થા. મેં અપને ઘર પે હી થા. આ આજીજીઓ સાથે ફાટ ફાટ લાકડીઓ પડવાનો અવાજ પણ સંભાળાઇ રહ્યો હતો. સિન્હાએ આંખો ખોલી આ પ્રકારના અવાજ સાંભળવાની તેમને ક્રાઈમ બ્રાન્ચમાં ટેવ તો પડી ગઈ હતી પણ કોને લઈ આવ્યા છે તેની ખબર ન્હોતી. તેમણે બેલ વગાડી એટલે રોકેટ ગતીએ કોન્સ્ટેબલ અંદર આવ્યો, તે વખત ઓ સાબ મર ગયા તેવી બુમ સંભળાઈ. સિન્હાએ કોન્સ્ટેબલ સામે જોતા તે સમજી ગયો તેણે કહ્યુ જાડેજા સાબ ચાર-પાંચ લોગો કે લેકે આયે હૈ, બ્લાસ્ટ પછી કોઈને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હોય તેવી પહેલી ઘટના હતી. ડીસીપી સિન્હા પોતાની ખુરશીમાંથી ઉભા થયા, તેમણે પોતાના જમણા હાથમાં બાંધેલી કાંડા ઘડીયાળ કાઢી ટેબલ ઉપર મુકી. કોન્સ્ટેબલ સમજી ગયો, સાહેબ હવે બહાર આવશે અને હાથમાં લાકડી લેશે. તે દરવાજો ખોલી ઉભો રહ્યો. સિન્હા ચેમ્બરની બહાર નિકળ્યા, તેમની ચેમ્બર બહાર નાની ખુલ્લી જગ્યા હતી, ત્યાં એક ચ્હાની કિટલી ઉપર બેસવાની બેંચ ઉપર એક માણસને ઉંઘો સુવાડવામાં આવ્યો હતો, તેના હાથ બંન્ને તરફથી કોન્સ્ટેબલોએ પકડી રાખ્યા હતા. એક કોન્સ્ટેબલ તે માણસની બંન્ને તરફ પગ રાખી બેંચ ઉપર સુઈ રહેલા માણસ ઉપર ઉભડક બેઠો હતો અને એક કોન્સ્ટેબલ પગના ભાગે બંન્ને પગ પકડી ઉભો હતો. સુઈ રહેલી વ્યક્તિના પગના પંજા બેંચની બહાર હતા. ઈન્સપેક્ટર જાડેજા તેના પગના પંજા ઉપર લાકડીઓ ફટકારી રહ્યા હતા. ડીસીપીને જોતા જાડેજાએ મારવાનું બંધ કર્યુ, ખુણામાં બે ચાર જણા ઉભા હતા, તેમના ચહેરા ઉપર પોલીસનો માર જોઈ ધ્રુજારી પસાર થઈ ગઈ હતી એક તો રીતસરનો રડતો હતો. ક્રાઈમ બ્રાન્ચની થર્ડ ડીગ્રી આપવાની આ પણ એક પધ્ધતિ હતી. સિન્હાએ જાડેજા સામે જોતા જાડેજાએ બેંચ ઉપર સુવાડી જેને ફટકારી રહ્યા હતા, તેની તરફ ઈશારો કરતા કહ્યુ સર આ નિઝામ છે. અગાઉ 1993માં લતીફ ગેંગમાં હતો, તેની ઉપર અગાઉ બોમ્બ ફોડવાના અને સ્ટેબીંગના ગુનાઓ પણ નોંધાયેલા હતા, પણ તે કોર્ટમાં તમામ ગુનાઓમાં નિર્દોષ છુટ્યો હતો. અક્ષરધામ એટેકમાં પણ તેનું નામ આવ્યુ હતું પણ પુરાવા ન્હોતા માટે આપણે તેને જવા દિધો હતો.

જાડેજાઓ ખુણામાં ઉભા રહેલા બીજા ચાર તરફ ઈશારો કરતા કહ્યુ આ ચારે પણ નિઝામના માણસો છે, જેઓ અવારનવાર હૈદરાબાદ જાય છે અને તેઓ મૌલવી ફકરૂઉદ્દીન સાથે પણ સંપર્કમાં છે. સિન્હાની આંખો લાલ થઈ તેવી આશા જન્મી બીજી તરફ પોતાની ઉપર વધી રહેલા પ્રેશરને ઘટાડવુ પણ જરૂરી હતું. ડીસીપીએ સિન્હાએ પોતાનો જમણો હાથ આગળ કર્યો. જાડેજા સમજી ગયા, તેમણે પોતાના હાથમાં રહેલી સાગની લાઠી સાહેબના હાથમાં મુકી. નિઝામને પકડી રાખેલા કોન્સ્ટેબલોએ પોતાની પક્કડ મજબુત બનાવી. સિન્હાએ બંન્ને હાથથી લાકડી પકડી અને એક ડગલુ પાછળ હટી તેમણે લાકડી વિઝી તે સીધી નિઝામના પગના તળીયા ઉપર પડવા લાગી. એક, બે, ત્રણ, ચાર આમ એક પછી એક લાઠી સિન્હા ફટકારવા લાગ્યા. નિઝામે પહેલા મર ગયા મર ગયાની બુમો પાડી પણ પાંચમાં ફટકે તો જાણે તેનો અવાજ જ હણાઈ ગયો હોય તેમ અવાજ બંધ થઈ ગયો. સિન્હાએ અનેક વખત ક્રાઈમ બ્રાન્ચમાં ગુનેગારોને ફટકાર્યા હતા પણ આજે તેમનું રૂપ જ જુદુ હતુ. તે ગુસ્સામાં હતા અને થાક્યા વગર લાકડીઓ ફટકારી રહ્યા હતા. સોળમાં ફટકે તો લાકડી જ ફાટી ગઈ, તેમણે ગુસ્સામાં લાકડી ફેંકી અને જાડેજાને કહ્યુ સાલે મા... પછી ગાળ નિકળી કહ્યુ તોડ જબ તક મુહ ખોલે નહીં, અને પછી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા ત્યારે સિન્હા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.

(ક્રમશ:)

દીવાલ ભાગ 25: અધિકારીએ કહ્યુ મેરી તો આદત હી ઐસી હો ગઈ હૈ, મુઝે પરેશાન હોના અચ્છા લગતા હૈ