પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ25) બીજા દિવસે સવારે ડીસીપી એચ કે સિન્હા સવારે અગીયાર વાગે ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ગયા, તેમની કાર જેવી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં દાખલ થઈ ત્યારે તેમને પહેલી નજર પાર્કિગમાં જેસીપી વિવેક ગૌડની કાર ઉપર પડી, સાહેબ આટલા વહેલા આવી ગયા.. સાહેબ તો સામાન્ય રીતે બપોરના બે પહેલા કયારેય ઓફિસ આવતા નથી, આવા બધા પ્રશ્નો ડીસીપી સિન્હાના મનમાં ચાલી રહ્યા હતા, ત્યારે તેમની કારના ડ્રાઈવરે પોર્ચમાં કાર ઉભી રાખવા માટે બ્રેક મારી, જેના કારણે તેમને એક સામાન્ય ઝડકો વાગ્યો અને તેમણે આગળની સીટનો ટેકો લીધો, ડીસીપીની કાર નજરે પડતા ક્રાઈમ બ્રાન્ચમાં હાજર સ્ટાફ સાવધાન થઈ ગયો હતો, એક પોલીસવાળો દોડતો ડીસીપીની કારનો દરવાજો ખોલવા માટે આવ્યો, તેણે પહેલા સલામ કરી અને દરવાજો ખોલ્યો, ડીસીપીએ પોતાની કારની બહાર પગ મુકતા જ જે પોલીસવાળાએ દરવાજો ખોલ્યોને જે જેસીપીની કાર તરફ ઈશારો કરતા પુછયુ સર કેટલાં વાગ્યા, પોલીસવાળાનો ચહેરો કહેતો હતો, જેસીપી સાહેબ તો કયારના આવી ગયા, પણ ડીસીપી સાહેબને ખબર નથી, ડીસીપીને પોલીસવાળાના ચહેરા ઉપર થઈ રહેલી ગરબડ જોઈ ગુસ્સો પણ આવ્યો, જો કે તરત પોલીસવાળો સમજી ગયો તેણે સાવધાન થતાં કહ્યુ જેસીપી સાહેબ તો સવારના ચાર વાગ્યાના આવી ગયા. ડીસીપીના ચહેરા ઉપર આશ્ચર્ય નજરે પડયુ, સવારના ચાર વાગે, પછી તેમણે યાદ કર્યુ તો તે પોતે પણ ત્રણ વાગે ઓફિસમાંથી નિકળ્યા હતા, ત્યાં સુધી તો જેસીપી સાહેબનો કોઈ ફોન આવ્યો ન્હોતો, તો પછી જેસીપી સવારના ચાર વાગે કેમ આવી ગયા હશે. ડીસીપી કારના ખુલ્લા દરવાજા પાસે જ ઉભા કરી વિચાર કરી રહ્યા હતા, ત્યારે તેમને યાદ આવ્યુ કે રાતે એક વાગે તો મિટીંગમાંથી સાહેબ ગાંધીનગર હોમ સેક્રેટરી સાથે મિટીંગ છે તેમ કહી નિળ્યા હતા, તેનો અર્થ ગાંધીનગરમાં પણ મોડી રાત સુધી મિટીંગ ચાલી હશે, અને સાહેબ ત્યાંથી સીધા જ ક્રાઈમ બ્રાન્ચ આવ્યા હશે , તેનો અર્થ હજી તેઓ ઘરે  ગયા નથી.

ડીસીપી સિન્હાના મનમાં થોડો દોષીતભાવ આવ્યો, પોતે ડીસીપી હોવા છતાં રાત્રે ત્રણ વાગે ઘરે જતા રહ્યા હતા, જયારે જેસીપી તેમના સિનિયર અધિકારી હોવા છતાં હજી ઘરે ગયા નથી, સિન્હાને ખાતરી થઈ કે નક્કી સાહેબ બ્લાસ્ટ કેસ ઉપર કામ કરતા હશે, સિન્હા પોતાના સિનિયર ગૌડ સાહેબ પાસે ઘણુ બધુ શીખી રહ્યા હતા, તેમાં આ પાઠ પણ અગત્યનો હતો, કે જયાં સુધી કામ પુરૂ થાય નહીં, ત્યાં સુધી પરિવાર, ઘર અને પોતાની જાતને પણ ભુલી જઈ કામ કરતા રહેવાનું, ડીસીપીની કાર પાસે ઉભો રહેલો પોલીસવાળો અને ડ્રાઈવર ડીસીપીના ચહેરા ઉપર થઈ રહેલા ફેરફાર જોઈ રહ્યા હતા, ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડ ફલોર ઉપર ડીસીપીની ઓફિસ હતી, તેની બરાબર ઉપરના માળે જેસીપીની ઓફિસ હતી, ડીસીપીએ કઈક વિચાર કર્યો, અને તેમણે કારના ખુલ્લા દરવાજાને સહેજ હડસેલો મારી બંધ કર્યો અને જેવા તેમના પગ આગળ વધ્યા તેની સાથે ત્યાં ઉભો રહેલો પોલીસ વાળો તેમની ચેમ્બરનો દરવાજો ખોલવા દોડયો, જો કે ડીસીપીએ સિન્હાએ પોતાની ચેમ્બર તરફ દોડતા કોન્સટેબલને રોકતા કહ્યુ રહેને દો , મેં જેસીપી સર કે પાસ જાતા હું, કહી ડીસીપી  ઝડપથી ઉપરના માળે જતી સીડી ચઢવા લાગ્યા, જેસીપી ઓફિસની બહાર ઉભા રહેલા કોન્સટેબલને સલામ કરતા કહ્યુ જય હિન્દ સર, ડીસીપીએ પુછયુ સર કે પાસ કોઈ હૈ , કોન્સટેબલે ના પાડી, એટલે ડીસીપી પહેલા દરવાજો નોક કર્યો અને દરવાજો ખોલી જય હિન્દ સર કહ્યુ, જેસીપી વિવેક ગૌડ પોતાના લેપટોપમાં કઈક કામ કરી રહ્યા હતા, તેમણે ઉપર નજર કરી અને સિન્હા સામે જોયુ, સામાન્ય રીતે આઈપીએસ અધિકારીઓ પોતાના જુનિયરને નામથી સંબોધતા હોય છે, એટલે જેસીપીએ સિન્હા સામે જોતા કહ્યુ આ ગયે હરીશ, સિન્હાનું નામ હરીશ સિન્હા હતું, પણ તેઓ એચ કે સિન્હા પોતાની નેઈમ પ્લેટ ઉપર લખતા હતા. જેસીપીએ આ ગયે હરીશ કહેતા ઘડીયાળ સામે જોયુ, એટલે ડીસીપીને લાગ્યુ કે સરને માઠુ લાગ્યુ કે હું ઘરે જતો રહ્યો અને સાહેબ કામ કરતા હતા. જેસીપીએ ડીસીપીને બેસવાનો ઈશારો કર્યો, એટલે સિન્હાએ સંકોચ અને માફીના સ્વરમાં કહ્યુ, સર મેં તીન બજે હી ઘર જાને કો નિકલા થાં, મુઝે લગા આપ ગાંધીનગર સે સીધે ઘર ચલે જાયેગે, ગૌડે બહુ સહજતાથી કહ્યુ અરે હરીશ સાડે તીન બજે તક તો સેક્રેટરી સાબને મિટીંગ લીયા, ફિર સોચા ઘર જાકે ભી નીંદ તો નહી આયેગી, તો સોચા ઓફિસ જાકે કુછ કામ કરલે, સિન્હાના સંકોચમાં વધારો થયો, તેમને તો ઘરે જઈ પડતાની સાથે જ ઉંઘ આવી ગઈ હતી, પણ જેસીપી સાહેબની તો ઉંઘ જ ઉડી ગઈ છે,. સિન્હાએ ફરી પોતાના બચાવ કરતા કહ્યુ સર આપને ફોન કર દીયા હોતા તો મે ઘર નહીં જાતા.

વિવેક ગૌડ સમજી ગયા કે ડીસીપીને ખરાબ લાગી રહ્યુ છે. તેમણે પહેલા બેલ વગાડી અને પછી કહ્યુ અરે હરીશ ઈસમે બુરા લગાને કી કોઈ બાત નહીં, મેરી તો આદત હી ઐસી હો ગઈ હૈ, મુઝે પરેશાન હોના અચ્છા લગતા હૈ, ડીસીપીએ જોયુ કે જેસીપી સાહેબની આંખો  ઉંઘના અભાવે લાલ અને ભારે થઈ ગઈ હતી. જેસીપીએ બેલ માર્યો હોવાને કારણે દરવાજામાં કોન્સટેબલ આવી ઉભો હતો, અચાનક જેસીપીનું ધ્યાન તેની તરફ જતા તેમણે કોન્સટેબલને કહ્યુ અરે બેટા દો કોફી લે આવો, પછી પોતાનું કપાળ દબાવતા કહ્યુ સર ભી ભારી હો ગયા હૈ, ડીસીપીએ વિનંતીના સ્વરમાં કહ્યુ સર અબ મેં આ ગયા હું, આપ ઘર જાઓ થોડા આરામ કરો, જેસીપીએ પોતાનું માથુ દબાવતા કહ્યુ હા હરીશ થોડા આરામ તો કરના હી પડેગા , તુમ આ ગયે તો ચલા જાઉગા, પછી લેપટોપ ફેરવી તેનો સ્ક્રીન ડીસીપી તરફ ફેરવતા કહ્યુ, મેં રાત મેં જો કામ કિયા હૈ, ઉસમે મુઝે જાનકારી મીલી કે સિવિલ હોસ્પિટલ ઔર એલજી હોસ્પિટલ મેં જો કાર કા ઈસ્તામાલ હુવા , વો દોનો કાર મુંબઈ પાસીગ કી હૈ, મેને રાત કો અમદાવાદ-મુંબઈ હાઈવે સભી ટોલ ટેકસ કે સીસીટીવી ફુટેજ મંગાવે લીયે, ડીસીપીના ચહેરા ઉપર આશ્ચર્ય સાથે કુતુહલ પણ હતું, જેસીપીએ વાત આગળ વધારતા કહ્યુ યહ દોનો કાર પંદરહા દિન પહેલે મુંબઈ સેન્ટ્રલ સે ચોરી હુંઈ થી , દેખો દોનો કાર ચોરી કી ફરિયાદ ભી હુઈ હૈ.

ચોરી કે બાદ કાર કો અમદાવાદ લાયા ગયા, હાંલાકી ઉસકે નંબર ચેંજ કરી દીયા, પછી કેટલાંક સીસી ટીવીના ફુટેજ ચાલુ કરતા કહ્યુ, દોને કાર બ્લાસ્ટ કે ચાર દિન પહેલે ભરૂચ કે ટોલ ટેકસ પે કેમ્પચર હુઈ હૈ, લેકીન ફીર વો કરજણ ટોલ ટેકસ પે નજર નહીં આતી, ઉસકા મતલબ કાર ભરૂચ મેં હી રૂક ગઈ, બ્લાસ્ટ કે એક દિન પહેલે કી યહ ફુટેજ દેખો, કાર કરજણ, બરોડા ઔર અમદાવાદ કે ટોલ ટેકસ પે આતી, હાંલાકી કાર કૌન ચલા રહા ઉસકા ચહેરા ઠીક તરાહ નહીં દિખ રહા હૈ, ડીસીપી એચ કે સિન્હા મનમાં વિચાર કરી રહ્યા હતા, કે સાહેબે એક રાતમાં કેટલી મહેનત કરી અને કેટલુ બધુ કામ કરી નાખ્યુ, જેસીપીએ પોતાનું લેપટોપ પોતાની તરફ ફેરવતા કહ્યુ અબ તુમ્હારી ટીમો, કો ભરૂચ ઔર મુંબઈ કે લીયા રવાના કરદો, દેખો કયા જાનકારી મીલતી હૈ. (ક્રમશ:)

દીવાલ ભાગ 24: ‘2002નો બદલો લીધો છે, હજી પણ બદલો લેતા રહીશું, તાકાત હોય તો શોધી લેજો’