મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર નજરે પડી હતી. આ દરમિયાન તેણે લોન્ગ હાઈવેસ્ટ જીન્સ અને વ્હાઈટ ટી-શર્ટ સાથે એક વિન્ટેજ કોટ ગાઉન પહેર્યું હતું અને તેણે બ્રાઉન લેધર બેગ કેરી કરેલું હતું. સૌથી ખાસ હતું તેનું બ્લૂબેરી બ્રાન્ડનું વિન્ટેજ ગાઉન કોટ, જેમાં તેનો અંદાજ એકદમ હટકે લાગી રહ્યો હતો.

રિપોર્ટ્સનું માનિએ તો આ ગાઉનની કિંમત 2 લાખ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે દીપિકા હાલના દિવસોમાં ફિલ્મોથી બ્રેક લઈ ફેમિલી ટાઈમ એન્જોય કરી રહી છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે તે બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ત્યાં જ સામે રણવીર સિંહ હાલના દિવસોમાં સિમ્બા અને ગલ્લી બોય ફિલ્મના શૂટિંગમાં બીઝી છે. જેને પગલે કોઈ એક અટકળને સચોટ કહેવી ઘણી અઘરી બને છે.