મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર મુખ્યાલય પહોંચ્યા. મુખર્જીના આ પ્રવાસ પર તમામની નજર ટકેલી હતી. તમામ એ જાણવા ઉત્સુક હતા કે પુરી જીંદગી કોંગ્રેસના નેતા રહેલા આરએસએસની વિચારધારાનો વિરોધ કરનાર પ્રણવ મુખર્જી અહીં શું કહેશે? આરએસએસ મુખ્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિએ ભારતની સંસકૃતિને ઉજાગર કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રણવના આ પ્રવાસને લઈને કેટલાક કોંગ્રેસીનેતાઓ ઘણા અસંતુષ્ઠ હતા. સાથે જ તેમની દીકરી અને કોંગ્રેસ મહિલા વિંગના અધ્યક્ષ શર્મિષ્ઠા મુખર્જીએ પણ તેમને સૂચિત કર્યા હતા.

તેમના સંધ મુખ્યાલયના કાર્યક્રમાં પહોંચ્યાના થોડા જ સમય બાદ જ મોર્ફ કરેલી તસવીર ફરતી થઈ ગઈ હતી. તેમાં સંઘના પ્રમુખ મોહન ભાગવત સાથે મંચ પર હાજર પ્રણવ આરએસએસની કાળી ટોપી પહેરેલા નજરે પડ્યા હતા, સાથે જ તે સંઘની પ્રાથના સમયે સ્વયંસેવકની જેમ જ છાતિ સામે હાથ ઉઠાવેલો હોય તે રીતે ઊભા રહેલા નજરે પડ્યા હતા.

ખરેખરમાં પ્રણવ મુખર્જીએ આવી કોઈ ટોપી પહેરી જ ન હતી. જ્યારે પ્રાથના સમયે પણ તેઓ સાવધાનની મુદ્રામાં ઊભા હતા. મોર્ફ કરેલી તસવીર અને સાચી તસવીરને શેર કરતાં તેમની દીકરી શર્મિષ્ઠા નારાજ થયા હતા અને તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે, જુઓ આ વાતનો મને ડર હતો અને પોતાના પિતાને આ અંગે આગાઉ ચેતવ્યા હતા, હજુ થોડા કલાકો પણ વિત્યા નથી ત્યાં ભાજપ-આરએસએસનું ડર્ટી ટ્રિક ડિપાર્ટમેન્ટ પુરી રીતે કામમાં લાગી ગયું છે.

બીજી તરફ, ગુરુવારે આરએસએસના કાર્યક્રમમાં પહોંચેલા મુખર્જીએ પ્રતિસ્પર્ધી હિતોમાં સંતુલન બનાવવાની વાતનો માર્ગ અપનાવવી જરૂરત દર્શાવી. તેમણે કહ્યું કે નફરતને કારણે રાષ્ટ્રવાદ નબળો બને છે અને અસહિષ્ણુંતાથી રાષ્ટ્રની ઓળખ નબળી પડે છે.