મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ગુરુવારે સવાર સવારમાં દલાલ સ્ટ્રીટ પર જાણે કત્લેઆમ મચી ગયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના 31 શેરના સૂચકાંક (સેન્સેક્સ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના 50 શેરોના સૂચકાંક (નિફ્ટી, બંને 2 ટકાથી વધુ નીચે ખુલ્યા છે. તેની અસર ઈન્વેસ્ટર્સની સંપત્તિ પર પડ્યો છે. ફક્ત 5 મિનિટ જેટલો સમય અ 4 લાખ કરોડ રૂપિયા બજારથી બહાર થઈ ગયા છે.

697.07 નીચે પડવા સાથે ખુલવા સાથે તુરંત બાદ સેન્સેક્સએ 1000 અંગની ડૂબકી લગાવી દીધી. ત્યાં નિફ્ટીમાં પણ 290.3 અંક પડવા સાથે 10169.80 પર કારોબારની શરૂઆત થઈ. આંકડાઓથી ખબર પડી છે કે શરૂઆતી બિઝનેસમાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનો કુલ માર્કેટિંગ કેપિટલાઈઝેશન કે માર્કેટ કેપ 134.38 લાખ કરોડ રૂપિયા ઘટી ગયા. બુધવારે આ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ.1 કરોડ 38 લાખ 39 હજાર 750 હતી. ધ્યાન રહે કે 30 ઓગસ્ટએ આ કંપનીઓની માર્કેટ કેપ 1 કરોડ 59 લાખ 34 હજાર 696ના સર્વકાલિક સ્તર પર પહોંચી ગઈ હતી.

એશિયાઈ દેશોના શેર બજારોમાં કડાકાએ ભારતીય બજારોને પણ અસર પહોંચાડી છે. અમેરિકી શેરમાં રાતોરાત પડાવને કારણે ગુરુવારે એશિયાઈ શેર 5 ટકા તૂટી ગયા. ભારતીય બજારોમાં બુધવારના વધારા છતાં ટેક્નિકલ ચાર્ટ્સામં પણ નિરાશા જનક પરિણામો જોવા મળી રહ્યા હતા.

એશિયાઈ બજારોમાં તાઈવાના પ્રમુખ સૂચકાંક 5.21 ટકા નીચે ગયો. ત્યાં જાપાનના નિક્કેઈમાં પણ 3.7 ટકા, કોરિયાના કોપ્સી 2.9 ટકા અને શંઘાઈના કંપોજિટમાં 2.4 ટકા કડાકો થયો. બુધવારે S&P500 3.29 ટકા, નૈસ્ડૈક કંપોજિટ ઈન્ડેક્સ 4.08 ટકા જ્યારે ડૉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 2.2 ટકા પડી ભાંગ્યો છે.