મેરાન્યૂઝ નેટવર્ક.કોચ્ચીઃ વાવાઝોડું ફેની ઓડિશાના પુરીના કિનારે અથડાઇ ગયું છે, નીચલા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. અહીં ૧૭૫થી ૧૮૦ કિલોમીટરની ઝડપ સાથે પવન શરૂઆતમાં ફૂંટાયો હતો. IMD હૈદરાબાદના સત્તાધીશોના જણાવ્યા મુજબ વાવાઝોડું આક્રમક બન્યુ છે. 245 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. આની અસર સવારે ૧૧ વાગ્યા સુધી રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગ પ્રમાણે, આ તોફાન બંગાળથી થઇને બાંગ્લાદેશ તરફ આગળ વધશે, એવામાં  બંગાળના તટીય વિસ્તારમાં ચેતવણી આપી દેવામાં આવી છે. ઓડિશામાં વાવાઝોડના કારણે 245 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાયો છે. આ દરમિયાનમાં 5 વ્યક્તિના મોતના અહેવાલ મળી રહ્યા છે. 

જોઇન્ટ ટાઇફૂન વોર્નિંગ સેન્ટરના જણાવ્યા પ્રમાણે ફેની વાવાઝોડું છેલ્લા ૨૦ વર્ષમાં અત્યાર સુધીનું સૌથી ખતરનાક વાવાઝોડું રવાર થઇ શકે છે. આ ૫હેલા ૧૯૯૯માં ઓડિશા માં આવેલ સુ૫ર સાયક્લોનથી લગભગ ૧૦૦૦૦ લોકો માર્યા ગયા હતા. જ્યારે ભારતીય હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૪૩ વર્ષમાં આ ૫હેલી ઘટના છે કે જ્યારે એપ્રિલ મહિનામાં ભારત નજીકના સમુદ્રમાં આવું ચક્રવાતી તોફાન ઉઠ્યું હોય. IMD હૈદરાબાદના સત્તાધીશોના જણાવ્યા મુજબ વાવાઝોડું આક્રમક બન્યુ છે. 245 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે.

આ વાવાઝોડું ઓડિશાના ગંજામ, ગજ૫તિ, ખુર્દ, ૫રી, જગતસિંહ૫ર, કેન્દર૫રા, ભદ્રક, જાજપુર અને બાલાસોર જિલ્લાઓને અસર કરે તેવી શક્યતા છે. ૫શ્ચિમ બંગાળમાં તે પૂર્વ અને ૫શ્ચિમ મેદિનીપુર, દક્ષિણ અને ઉત્તર ૨૪ ૫રગણા, હાવડા, હુગલી, ઝારગ્રામ જિલ્લાઓ ઉ૫રાંત કોલકાતા શહેરને અસર કરી શકે છે. આંધ્રપ્રદેશમાં તે શ્રીકાકુલમ, વિજયનગરમ તથા વિશાખા૫ટનમ જિલ્લાઓને અસર કરી શકે છે. લોકોને માસ એસએમએસ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી સાવધ કરવામાં આવી છે. એનડીઆરએફની ટુકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે.

નૌકાદળ, હવાઇ દળ અને ભૂમિ દળ તથા કોસ્ટ ગાર્ડને હાઇ એલર્ટ ૫ર મૂકવામાં આવ્યા છે અને ઓડિશા  ડીઆરએફ તથા ફાયર બ્રિગેડની ટુકડીઓને ભય ધરાવતા વિસ્તારોમાં ગોઠવવામાં આવી છે. દિલ્હીમાં આ વાવાઝોડા સંદર્ભે આજે નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટિની બેઠક મળી હતી અને તેમાં સંલગ્ન તમામ રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.