મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સના 8મા દિવસે ભારત માટે નિશાનેબાજી અને રેસલિંગમાં ચંદ્રકો આવ્યા છે. ભારતના પહેલવાનોએ બે ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ જીત્યા છે. સામે નિશાનેબાજીમાં તેજસ્વિની સાવંતએ 50 મીટર રાઈફલ પ્રોનમાં સિલ્વર મેડલ જીત્યો છે.

સુશીલ કુમારએ પોતાની ખ્યાતીના અનુરુપ જ પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ મેળવ્યો છે જ્યારે રાહુલ અવારેએ કોમનવેલ્થ ગેમ્સમાં ડેબ્યૂ કરતા ગોલ્ડ પોતાના નામે કર્યું છે. જોકે ત ચેમ્પિયન બબીતા ફોગાટને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો છે. કિરણએ મહિલાઓને 76 કિલોવર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

ભારતની પ્રબળ મેડલ આશા માનવામાં આવતા સુશીલ કુમાર અપેક્ષાઓમાં સાચા ઠરતા સાઉથ આફ્રીકાના જોહનેસ બોથાને ફ્ક્ત 80 સેકન્ડમાં જ 10-0થી હરાવ્યો છે. તેમમે આ પહેલા કેનેડાના જોવેન બાલફોર અને પાકિસ્તાનના મહોમ્મદ અસદ બટને ટેક્નીકલ શ્રેષ્ઠતાના આધાર પર હરાવ્યા છે. તે પછી ઓસ્ટ્રેલીયાના કોનોર ઈવાંસને મ્હાત આપી છે.

રાહુલ અવારે (57 કિલો)એ કેનેડાના સ્ટીવન તાકાહાશીને 15-7થી હાર ચખાડી હતી. ઈજાગ્રસ્ત અવારેએ હાર ન માનતા જબરજસ્ત ખેલ દર્શાવ્યો હતો અને આ ખેલોની કુસ્તી સ્પર્ધામાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમને આ રગેસા ઈંગલેન્ડના જોર્જ રામ, ઓસ્ટ્રેલિયાના થોમસ સિચિની અને પાકિસ્તાનના મહોમ્મદ બિલાલને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.