મેરાન્યુઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં વિજય રૂપાણીએ શાસનધુરા સાંભળ્યા પછી છેલ્લા ૨૦  મહિનામાં સમગ્ર રાજ્યનો ક્રાઈમ ગ્રાફ ચિંતાજનક રીતે ઉંચો ગયો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતવિસ્તાર એવા રાજકોટ સહિત મહાનગર હોય કે કોઈપણ જીલ્લો હોય ,સમગ્ર રાજ્યમાં ગુનાખોરીની પ્રવૃત્તિ બેરોકટોક અને ખુલ્લેઆમ ચાલતા તેની ચરમસીમાએ પહોચી છે. માત્ર ચોરી જ નહીં પણ લૂંટ, ધાડ, ખૂન અને બળાત્કાર જેવા બનાવોની કોઈ જ સીમા રહી નથી...તો બાળકો અને મહિલા ગુમ થઇ જવા સાથે આપઘાતના બનાવો પણ ઘેરી ચિંતા ઉપજાવે તે હદે બની રહ્યા છે. ગુનાખોરીના આ દરિયા વચ્ચે દેશી-વિદેશી દારૂના મોજા બેફામ રીતે ઉછળી રહ્યા છે કે,જો દર મહીને ૨૩ કરોડનો દેશી-વિદેશી દારૂ પકડાતો હોય તો, સરકાર અને પોલીસ તંત્રની રહેમનજર હેઠળ દારૂની થતી રેલમછેલમાં પીવાતો કેટલો હશે...તે સૌના દિલને આગ લગાડતો પ્રશ્ન છે. 

ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ-૨૦૧૬માં આનંદીબેન પટેલની વિદાય સાથે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ કાર્યભાર સંભાળ્યો હતો. આ પછી ડિસેમ્બર-૨૦૧૮માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પછી ફરી મુખ્યમંત્રી બનનાર વિજય રૂપાણીના ૨૦ મહિનાનાં શાસનકાળમાં ગુજરાતમાં માફિયા રાજ ચાલી રહ્યું હોય તેટલી હદે ગુનાખોરી વકરી છે. અસામાજિક કહેવાય તેવી દરેક પ્રવૃતિમાં ગુનાખોરીનો ગ્રાફ અને આંક એટલી હદે ઉંચો ગયો છે કે, ભાજપ સરકારને સત્તાના મદમાં દેખાતો પણ નથી. સમગ્ર રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન લૂંટના ૨૩૧૧, ખૂનના ૨૦૭૬, ધાડના ૬૩૯, ચોરીના ૨૬૦૧૩, બળાત્કારના ૧૮૮૭, અપહરણના ૫૭૮૬, આત્મહત્યાના ૧૦૮૧૪ અને ઘરફોડ ચોરીના ૮૭૭૦ બનાવ બન્યા છે. આમ ગુજરાતમાં રોજની ૩ લૂંટ અને ૩ ખૂન, ૨થી ૩ બળાત્કાર અને ૮ જેટલા અપહરણના બનાવ ઉપરાંત રોજના ૧૫ લોકો આત્મહત્યા કરી રહ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતવિસ્તાર રાજકોટ શહેર અને ગ્રામ્યમાં છેલ્લા બે વર્ષમાં લૂંટ, ખૂન અને અપહરણ જેવી ગુનાહિત પ્રવૃતિના કુલ ૫૦૮૯ બનાવો બન્યા છે. જેમાં રાજકોટ શહેરમાં જ ૩૪૮૪ ગુન્હા બનતા રોજના પાંચથી સાત ગુન્હા પોલીસ દફતરે નોધાઇ રહ્યા છે. રાજકોટ શહેરમાં ૨૦૧૬નાં વર્ષમાં લૂટના ૪૯, ખૂનના ૫૪, ધાડના ૭, ચોરીના ૯૨૭, બળાત્કારના ૪૩, અપહરણના ૧૨૨, આત્મહત્યાના ૪૭૯ અને ઘરફોડ ચોરીના ૨૧૦ બનાવ બન્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં લૂટના ૩૩, ખૂનના ૨૮, ધાડના ૧૧, ચોરીના ૧૯૦, બળાત્કારના ૨૮, અપહરણના ૮૧, આત્મહત્યાના ૩૪૩ અને ઘરફોડ ચોરીના ૧૪૩ બનાવ બન્યા છે.જયારે ૨૦૧૭નાં વર્ષમાં લૂટના ૫૬, ખૂનના ૪૫, ધાડના ૮, ચોરીના ૭૬૯, બળાત્કારના ૩૯, અપહરણના ૧૦૨, આત્મહત્યાના ૪૨૭ અને ઘરફોડ ચોરીના ૧૪૭ બનાવ બન્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં લૂટના ૩૩, ખૂનના ૨૮, ધાડના ૧૧, ચોરીના ૧૯૦, બળાત્કારના ૨૮, અપહરણના ૮૧, આત્મહત્યાના ૩૪૩ અને ઘરફોડ ચોરીના ૧૪૩ બનાવ બન્યા છે. રાજકોટ શહેરમાં આ ગુનાહિત કૃત્ય માટે કુલ ૧૯૧૯ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.જયારે ૧૬૭ની ધરપકડ કરવાની બાકી છે.રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૨૧ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.જયારે ૬૧ વ્યક્તોની ધરપકડ કરવાની બાકી છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં બનેલા આ બનાવોમાં પોલીસ હજુ સુધી ૩૦ ટકા કરતા વધારે ગુન્હાઓ ઉકેલી પણ શકી નથી.

જયારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મતવિસ્તાર મહેસાણામાં પણ છેલ્લા બે વર્ષમાં લૂટના ૧૬૧, ખૂનના ૬૦, ધાડના ૬૪, ચોરીના ૧૦૪૩, બળાત્કારના ૪૭, અપહરણના ૨૫૪, આત્મહત્યાના ૨૩૮ અને ઘરફોડ ચોરીના ૪૩૦ બનાવ બન્યા છે.તો અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ગુનાખોરીના સૌથી વધારે બનાવો નોધાયા છે.જેમાં લૂટના ૪૧૪, ખૂનના ૨૪૧, ધાડના ૪૬, ચોરીના ૬૧૨૮,બળાત્કારના ૩૧૦, અપહરણના ૯૦૧, આત્મહત્યાના ૧૭૯૧ અને ઘરફોડ ચોરીના ૧૨૭૫ બનાવ બન્યા છે.આમ અમદાવાદમાં સૌથી વધારે ૧૧૧૦૬ જેટલા ગુનાખોરીના બનાવો પોલીસ દફતરે નોધાતા એમ કહી શકાય કે,દર મહીને ૪૬૩ અને રોજના ૧૬ ગુનાઓ પોલીસ ચોપડે ચઢે છે.આ ગુનાહિત પ્રવૃતિમાં દર મહિને ૩૮ અપહરણ તેમજ આત્મહત્યાના ૭૫ બનાવો બને છે.

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ ૧૯૫૩ વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે.એટલે કે, સુરતમાં દરરોજ ત્રણની આત્મહત્યા થાય છે.વડોદરા કરતા સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓના વધારે રહેલા પ્રમાણમાં વડોદરા શહેરમાં લુંટનું પ્રમાણ ઘણું જ વધારે છે.સુરત શહેરમાં વર્ષ ૨૦૧૬ દરમિયાન લૂટના ૬૪, ખૂનના ૧૦૨, ધાડના ૭, ચોરીના ૧૧૭૩, બળાત્કારના ૯૯, અપહરણના ૨૮૬, આત્મહત્યાના ૭૧૫ અને ઘરફોડ ચોરીના ૨૭૧ બનાવ બન્યા છે.સુરત ગ્રામ્ય વિસ્તારમાં લૂટના ૨૨, ખૂનના ૩૭, ધાડના ૮, ચોરીના ૨૬૫, બળાત્કારના ૧૫, અપહરણના ૪૯, આત્મહત્યાના ૨૨૯ અને ઘરફોડ ચોરીના ૧૩૭ બનાવ બન્યા છે. સુરત શહેરમાં ૨૦૧૭ના વર્ષ દરમિયાન લૂટના ૧૫૯, ખૂનના ૮૭, ધાડના ૨૧, ચોરીના ૧૯૦૫, બળાત્કારના ૨૧, અપહરણના ૩૮૯, આત્મહત્યાના ૭૮૪ અને ઘરફોડ ચોરીના ૩૨૫ બનાવ બન્યા છે.સુરત ગ્રામ્ય વિસ્તારમાં લૂટના ૧૮, ખૂનના ૪૧, ધાડના ૧૦, ચોરીના ૨૭૪, બળાત્કારના ૨૧, અપહરણના ૫૬, આત્મહત્યાના ૨૨૫ અને ઘરફોડ ચોરીના ૧૧૬ બનાવ બન્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૫૩ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.જયારે ૨૪૭ આરોપી નાસ્તા ફરે છે.સુરત શહેરમાં ૩૭૩૧ વ્યક્તિઓની ધરપકડ સામે હજુ સુધી ૨૬૦૧ આરોપીઓ નાસ્તા ફરે છે.

વડોદરા શહેરમાં વર્ષ ૨૦૧૬ દરમિયાન લૂટના ૧૩૪,ખૂનના ૧૪,ધાડના ૧૯, ચોરીના ૧૩૬૦, બળાત્કારના ૧૭, અપહરણના ૧૫૦, આત્મહત્યાના ૨૧૯ અને ઘરફોડ ચોરીના ૩૮૯ બનાવ બન્યા છે.જયારે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં લૂટના ૮, ખૂનના ૨૨, ધાડના ૪, ચોરીના ૧૪૬, બળાત્કારના ૧૯, અપહરણના ૪૧, આત્મહત્યાના ૩ અને ઘરફોડ ચોરીના ૫૩ બનાવ બન્યા છે.૨૦૧૭ના વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં લૂટના ૧૦૧ ,ખૂનના ૧૫, ધાડના ૧૧, ચોરીના ૧૨૮૧, બળાત્કારના ૨૦, અપહરણના ૧૩૯, આત્મહત્યાના ૨૨૨ અને ઘરફોડ ચોરીના ૩૮૩ બનાવ બન્યા છે.જયારે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં લૂટના ૪, ખૂનના ૨૦, ધાડના ૮, ચોરીના ૧૩૯, બળાત્કારના ૧૩, અપહરણના ૬૨, આત્મહત્યાના ૫ અને ઘરફોડ ચોરીના ૫૩ બનાવ બન્યા છે.બનાસકાંઠામાં લૂટના ૧૧૮, ખૂનના ૭૫, ધાડના ૪૫, ચોરીના ૭૩૩, બળાત્કારના ૧૨૮, અપહરણના ૨૧૮, આત્મહત્યાના ૬૩ અને ઘરફોડ ચોરીના ૨૮૧ બનાવ બન્યા છે.કચ્છમાં લૂટના ૭૭, ખૂનના ૯૮, ધાડના ૧૬, ચોરીના ૭૫૯, બળાત્કારના ૧૨૮, અપહરણના ૧૪૧, આત્મહત્યાના ૫૩ અને ઘરફોડ ચોરીના ૩૩૩ બનાવ બન્યા છે.