મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સોશિયલ મિડિયાના માધ્યમથી અવારનવાર પોતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. ત્યારે જાડેજાએ પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાંથી પોતાની 8 મહિનાની પુત્રી નિધ્યાનાબાની તસવીર શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, "ડેડી સાથે સુપર ક્યુટ પુત્રી નિધ્યાનાબા". ઉલ્લેખનીય છે કે, નિધ્યાનાબાના જન્મ પછી બીજી વખત તેની તસવીર સામે આવી છે. અગાઉ પણ રવિન્દ્ર જાડેજાએ પોતાની પુત્રી પ્રત્યે લાગણી દર્શાવતી તસવીર પણ થોડા સમય પહેલા શેર કરી હતી. જેમાં તેણે 'નિધ્યાનાબા' લખેલી ટોપી પહેરી હતી.